________________
ઉપદેશપદ : ભાગ-૨
૨૭૩ કપટથી જાહેરમાં બોલતા રાજાએ પુત્ર-પત્ની સહિત મંત્રીને બંધાવીને કારાગૃહમાં નાખ્યો. નગરના લોકોએ વિનંતિ કરી– હે પ્રભુ! આ મંત્રી વિનયને કરે છે એ પ્રમાણે લોકવૃંદથી કોઈક રીતે મંત્રી છોડાવાયો તો પણ રાજા બુદ્ધિસુંદરીને છોડતો નથી. અને ઊંચા સાદે કહે છે–અરે! અરે! તમે મને ખાતરી કરાવો તો આને છોડું નહીંતર નહીં છોડું. જલદીથી પણ જણાયો છે રાજાના મનનો ભાવ જેઓ વડે એવા નગરના લોકો વિલખા થઈ પાછા ગયા. (૧૦)
અંતઃપુરમાં સુંદરીને પ્રવેશ કરાવીને રાજાએ કહ્યું: મારા કહેવાથી દૂતી વડે વિનંતિ કરાયેલી તું કેમ માનતી નથી? હે મુગ્ધા! શું સૌભાગ્યની ઉપર મંજરીને માગે છે? જો પૂર્વે તે મારો સ્વીકાર કરી લીધો હોત તો આટલો આરંભ કોણ કરત? સામથી સાધ્ય કાર્યમાં કોણ પ્રચંડ દંડને આદરે? મારી આવા પ્રકારની કાકલુદીથી જો તેં મારા ઉપર સ્નેહનો સદ્ભાવ જામ્યો છે, અર્થાત્ તું મને સ્નેહની દૃષ્ટિથી જુએ છે તો મારી અવજ્ઞા ન કર, જેથી આ સદ્ભાવ અખંડિત રહે. (૧૪)
રાજાના વચનને સાંભળીને તેને પ્રતિબોધ કરવાની ભાવનાવાળી પરમ સંવેગરસને અનુભવતી મંત્રીપ્રિયા તેને કહેવા લાગી–જે હિનજાતિના હોય તે આવા અકાર્યમાં રમણ કરે. હે નરપ્રભુ! તમારા જેવાને આવું પાપ કરવું છાજતું નથી. તીવ્ર દુઃખોથી તપાવાતો પણ સુજન મર્યાદાને છોડતો નથી. પ્રચંડ પવનથી ક્ષોભ પમાડાયેલો સમદ્ર શું મયાદાનું ઉલ્લંઘન કરે છે? અને તમે રાજર્ષિઓ અન્યાયનો નાશ કરવા નિમિત્તે નિર્દેશ કરાયેલા છો તેથી જો સ્વયં જ દુર્નયમાં રાગી થશો તો બીજા લોકોનું નિવારણ કેવી રીતે કરી શકશો? અને બીજું, રાજાઓને પોતાના દેશમાં રહેતી પ્રજા સંતાન બરાબર છે. ન્યાયયુક્ત રાજાઓને તેઓ વિષે કામરાગ કરવો જરાય ઉચિત નથી. તમારે ઉત્તમકુળમાં જન્મેલી ઘણી સ્ત્રીઓ છે. તું મહાન છે છતાં અમારા જેવી હીન સ્ત્રીઓના સમૂહથી કેમ લજ્જાતો નથી? પરસ્ત્રીઓનો સંગ પૌરુષ અને પ્રતાપ રૂપી વૃક્ષને બાળવા માટે દાવાનળ સમાન છે. તેથી ચંદ્ર જેવા નિર્મળ યશમાં અપયશનો કૂચળો ન ફેરવ. આ પ્રમાણે બુદ્ધિસુંદરીએ યુક્તિપૂર્વક તેને સમજાવ્યો પણ ભરેલા ઘડાની જેમ તેના બે કાનમાં ક્યાંય ઉપદેશ સ્થિર ન થયો. પછી તે હસીને કહે છે કે-હે સુંદરી ! નિશ્ચયથી આ સર્વ જાણું છું. પરંતુ રાગાંધ જીવોને આવા પ્રકારની વિચારણા હોતી નથી. કહ્યું છે કે–જે તોલી તોલીને ધનનો વ્યય કરે છે, અલ્પ પણ પ્રાણપીડાનું રક્ષણ કરે છે, જે અયુક્ત યુક્તની વિચારણા કરે છે તેઓને વિષે સ્નેહની જલાંજલિ આપવી જોઇએ. તેના નિશ્ચયને જાણીને અહીં બુદ્ધિપૂર્વક કાલક્ષેપ કરવાનો અવસર છે એમ જાણીને આદરપૂર્વક તેને કહે છે–જો કે તમારો આવા પ્રકારનો ૧. અર્થાત્ લોભી, દયાળુ (સાધુ) અને પંડિતની સાથે મિત્રાચારી ન કરવી જોઇએ.