________________
૨૭૨
ઉપદેશપદ : ભાગ-૨ સુંદર! પરસ્ત્રીના સંગનો ત્યાગ કર, જેથી સંસારમાં ઉત્પન્ન થતા દુઃખોનું ભાજન ન થવાય. પ્રશ્ચાત્તાપ રૂપી તીવ્ર દાવાગ્નિથી બળતું છે મન રૂપી વન જેનું એવો રાજા તેને ધર્મગુરુ માનતો તેના આદેશને સ્વીકારે છે. હા! અનાર્ય એવા મેં મહાસતીને કેવો અનર્થ કર્યો. આ પ્રમાણે શોકથી અશક્ત થયું છે શરીર જેનું એવો રાજા પ્રવૃત્તિ વિનાનો થયો. (૧૪૫)
હવે રતિસુંદરી દેવી શાસનદેવીને મનમાં કરીને જિનના નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરતી કાઉસ્સગ્નમાં રહી. આસન ચલાયમાન થયું એટલે નજીકમાં રહેલી દેવતા ત્યાં આવી. તેની આંખો વિશેષ મનોહર શોભાવાળી કરી. તેના દર્શન રૂપી શીતલ જળથી રાજાનો સર્વ શોકસંતાપ દૂર થયો. રાજા સ્થિરચિત્તવાળો થયો અને શ્રાવકના વ્રતોનો સ્વીકાર કર્યો. ઘણા પ્રકારે ખમાવીને વિશ્વાસુ પ્રધાન પુરુષોની સાથે ઘણો પ્રસાદ કરીને નંદનનગરમાં મોકલે છે. ચંદ્રને પણ આ પ્રકારે સંદેશો મોકલ્યો કે આ મારી સગી બહેન છે, ધર્મગુરુ છે, પરમાત્મા છે, મહાસતી છે, દેવથી રક્ષાયેલી છે તેથી આની ઉપર તારે કોઈ અશુભ શંકા ન કરવી. પાપિષ્ઠમાં શિરોમણિ એવા મારા પણ અપરાધની ક્ષમા કરવી. તું ધન્ય છે, જેના ઘરે ત્રણભુવનની લક્ષ્મીની જેમ કમલદલાક્ષી નિશ્ચિત કલ્યાણવાળી, દેવવડે રક્ષણ કરાયેલી એવી આ સાક્ષાત્ વસે છે. તેને કૃશાંગી જોઇને, મહેન્દ્રસિંહ વડે જણાવાયેલ તેના પવિત્ર વૃત્તાંતને સાંભળીને ચંદ્રરાજા અત્યંત તુષ્ટ થયો. સ્કુરાયમાન થયો છે યશ અને કીર્તિનો વિસ્તાર જેનો એવો ચંદ્રરાજા રતિસુંદરીની સાથે જૈનધર્મની વૃદ્ધિના ફળવાળું મનોરમ રાજ્ય પાળવા લાગ્યો. આ પ્રમાણે પ્રવર્તિનીના વચનને નિરંતર યાદ કરતી રાજપુત્રીએ અકરણનિયમ સારી રીતે આરાધ્યો. (૧૫૫)
બુદ્ધિસુંદરીનું કથાનક હવે પિતાએ વારંવાર પ્રાર્થના કરનાર સુકીર્તિ રાજમંત્રીને સુસીમાનગરમાં બુદ્ધિસુંદરીને પરણાવી. જેમ જગતમાં રાત્રિની પ્રસિદ્ધિ પૂર્ણિમાના ચંદ્રથી થાય છે તેમ ઉત્તમ કલાકલાપથી પૂર્ણ સુકીર્તિ પતિને પામીને તે સુભગા જગતમાં સુપ્રસિદ્ધ થઈ. અન્યદિવસે રયવાડી ઉપર નીકળતા રાજાએ પ્રાસાદતળ ઉપર સ્કુરાયમાન કાંતિવાળી દેવીની જેમ તેને જોઈ. તેનું અસાધારણ લાવણ્ય જોઇને તેનું મન રાળમાં ચોંટી ગયાની જેમ અન્યત્ર જઈ શકતું નથી. કામાગ્નિથી તપેલા શરીરવાળા રાજાએ બીજા ઉપાયને જ નહીં જોતા બીજા દિવસે પોતાની દાસી એવી દૂતીને તેની પાસે મોકલાવી. દૂતીએ પ્રધાનપત્નીને વિચિત્ર મનોહર યુક્તિઓથી લોભાવી. પછી દૂતીને ધમકાવીને હાથ પકડીને બુદ્ધિસુંદરીએ બહાર કાઢી તો પણ ઉગ્ર કામગ્રહથી પકડાયેલો, મોહાંધ, લજ્જા વિનાનો, અનાર્ય એવો રાજા બુદ્ધિસુંદરીને મેળવવા તત્પર થયો. “મંત્રીએ રાજમંત્રણાનો ભેદ કર્યો છે' એવા ગુનાને