________________
ઉપદેશપદ : ભાગ-૨
૨૬૦
तत्र प्रथमस्य समुचितभोजनलाभेऽविकलस्तदुपचयः स्यादेव । द्वितीयस्य तु तैस्तैरुपचयकारणैरुपचर्यमाणस्यापि प्रतिदिनं हानिरेव । एवं सामान्यक्षयोपशमेन निवृत्तिमन्त्यपि कृतानि पापानि सामग्रीलाभात् पुनरपि समुज्जृम्भन्ते । विशिष्टक्षयोपशमवतस्तु, सम्पन्नराजयक्ष्मण इव शरीरं, तावत् पापं प्रतिभवं हीयते यावत्सर्वक्लेशविकलो मुक्तिलाभ इति । परेषां चासौ स्वाचारनिश्चलताबलात्तैस्तैरुपायैः पापे निवृत्तिहेतुर्जायत इति ॥ ६९५ ॥
હવે અકરણનિયમનું લક્ષણ કહે છે—
ગાથાર્થ–પ્રાયઃ બીજાઓની પાપનિવૃત્તિ કરવાથી પાપ અકરણનિયમ જાણી શકાય છે. ફરી પાપ ન કરવા રૂપ અકરણનિયમ ગ્રંથિભેદ થયે છતે હોય છે.
ટીકાર્થ—અહીં અમુક જીવમાં પાપ અકરણનિયમ છે કે નહિ તે કેવી રીતે જાણી શકાય અને અકરણનિયમ ક્યારે હોય એ બે મુદ્દા જણાવ્યા છે. બીજાઓ વિવક્ષિત (શીલભંગ રૂપ અબ્રહ્મ સેવન વગેરે) પાપ કરવા અતિશય ઉત્સાહિત થયા હોય. પાપ કરવા ઉત્સાહિત થયેલા તેમને એ પાપથી નિવૃત્ત કરવાથી જાણી શકાય છે કે એમાં પાપ અકરણનિયમ છે. જીવ અકરણનિયમથી જેમ પોતે સંકટમાં પણ પાપ કરે નહિ, તેમ એ અકરણનિયમ સ્વાચારમાં નિશ્ચલતાના બળથી તે તે ઉપાયોથી બીજાઓની પાપ નિવૃત્તિનું પણ પ્રાયઃ કારણ બને છે.
(પ્રતિજ્ઞાપૂર્વક) તજેલા પાપ ફરી ન કરવા રૂપ અકરણનિયમ મોહની ગ્રંથિ ભેદાયે છતે હોય છે.
કોઇક નિરોગીને પણ દુકાળ આદિમાં તેવા પ્રકારનું ભોજન ન મળવાથી શરીરમાં કૃશતા ઉત્પન્ન થાય છે. બીજા કોઇ પુરુષને તો ભોજન પૂરતું મળવા છતાં ક્ષયરોગથી શરીરમાં કૃશતા ઉત્પન્ન થાય છે. તેમાં પહેલા પુરુષને સુયોગ્ય ભોજન મળે ત્યારે તેનું શરીર પૂર્ણપણે પુષ્ટ થાય જ. બીજા પુરુષને તે તે પુષ્ટિના ઉપાયોથી પુષ્ટ કરવા છતાં
પ્રતિદિન શરીર ક્ષીણ જ થાય.
એ પ્રમાણે સામાન્ય ક્ષયોપશમથી તજેલા પણ પાપો સામગ્રી મળતાં ફરી પણ ઉદ્ભવે છે. વિશિષ્ટ ક્ષયોપશમવાળાને તો ક્ષયરોગીના શરીરની જેમ દરેક ભવે પાપ ત્યાં સુધી હીન થતું જાય કે જ્યાં સુધી સર્વક્લેશોથી રહિત મુક્તિનો લાભ થાય. (૬૯૫) अथात्र ज्ञातानि वक्तुमिच्छुराह
૧. યોગબિંદુ ગાથા-૪૧૮