________________
ઉપદેશપદ : ભાગ-૨
હાથીઓની જેમ તે બેનું પણ લાંબો સમય યુદ્ધ થયું. કોઇક રીતે ગદાના પ્રહારથી મૂર્છિત થયેલ ચંદ્રરાજાને ભવિતવ્યતાના નિયોગથી છળ કરીને મહેન્દ્રરાજાએ બાંધ્યો. અરે! શાબાશ શાબાશ હે સુપુરુષ! આજે તારો સુભટવાદ સિદ્ધ થયો એમ બોલતા મહેન્દ્રસિંહે જીવરક્ષાને માટે મંત્રીને અર્પણ કર્યો. પછી જલદી દોડીને ચંદ્રરાજાની સેના પલાયન થાય છે ત્યારે તેણે હાહારવ કરતી રતિસુંદરીને પકડી. તિસુંદરીના લાભથી આનંદિત થયેલ મહેન્દ્રસિંહ ચંદ્રરાજાને છોડીને પોતાના નગરમાં પહોંચ્યો અને રતિસુંદરીને કહેવા લાગ્યો કે હે સુંદરી! તારા રૂપને સાંભળવા માત્રથી મને તારા ઉપર અનુરાગ થયો, રાગના વશથી મેં આટલો સમારંભ કર્યો તેથી આ પ્રયાસ રૂપી વૃક્ષનું ફળ તારા પ્રસાદથી થાય. હે સુંદરી! હમણાં કુરુજનપદ દેશના સ્વામીના સ્વામિની પદનો સ્વીકાર કર. (૮૮)
૨૬૯
પછી ચંદ્રરાજાની પ્રિયા વિચારે છે–સંસારમાં વિલાસ કરતા પાપને ધિક્કાર થાઓ. કેમકે મારું રૂપ પણ આ પ્રમાણે અનર્થદાયક થયું અને ખરેખર આ રૂપ પતિના પ્રાણના સંશયનું નિમિત્ત બન્યું. કામગ્રહથી મોહિત થયેલો આ રાજા મારા ચિત્તને નહીં જાણીને લજ્જાહીન થયેલો આ પ્રમાણે નરક પાતને ઇચ્છે છે. અહો! ઘણાં જીવોનો વિનાશ નિરર્થક કેમ કરાયો? વધારે શું? જે ઉત્તમ એવા મુક્તિપદને પામ્યા છે તે ધન્ય છે. કેમકે તેઓ દુઃખના લવનું (અંશનું) કારણ બનતા નથી. આ પાપીથી મારે કેવી રીતે શીલનું રક્ષણ કરવું? અથવા નીતિશાસ્ત્રમાં અશુભ કાર્યનો કાળક્ષેપ કરવો કહ્યો છે. તેથી સામપૂર્વક જ અહીં કાલ વિલંબને કરું. આ લુબ્ધ સામ વિના રોકી શકાય તેમ નથી. આ પ્રમાણે ભાવના કરીને કહે છે કે તમારી મારા ઉપરની ગાઢ અનુરાગતા જાણી. આથી જો તમે મારી પ્રાર્થનાનો ભંગ ન કરો તો કંઇક પ્રાર્થનાને કરું છું. રાજા કહે છે— હે સુંદરી! તું મારા જીવિતનું પણ કારણ છે તો પણ તું આવું કેમ બોલે છે? હે સુંદરી! જે મસ્તક આપવા તૈયાર છે તે શું કંઇક યાચના કરવા યોગ્ય છે? અથવા ત્રણલોકમાં રહેલી દુર્લભ પણ વસ્તુની માંગણી કરીશ તો પણ પ્રાણને તૃણની જેમ તોલીને (પ્રાણ પાથરીને) લાવી આપીશ. રતિસુંદરીએ કહ્યું: બીજાથી સર્યું પણ આટલું કહું છું કે ચાર માસ સુધી મારા બ્રહ્મચર્યવ્રતનો ભંગ ન કરો. પછી રાજા કહે છે—આ તો વજપ્રહારથી પણ દારૂણ છે, છતાં પણ તારી આજ્ઞાનો ભંગ નહીં કરું એમ કબુલ્યું. પછી મોટા સંકટરૂપી સાગરમાં પડેલી રતિસુંદરીએ જાણે એકાએક દ્વીપ ન મેળવ્યું હોય એટલામાત્ર થોડાક કાળ પૂરતી જ તે કંઇક શ્વાસ લેતી થઇ. સ્નાન અને અંગરાગને નહીં કરતી તથા સકળ શરીરના પરિકર્મનો ત્યાગ કરીને હંમેશા જ આયંબિલાદિ તપોથી શરીરને શોષવતી સંકોચાઈ ગયેલા ગાલવાળી, અત્યંત શોષાઈ ગયેલા માંસ અને લોહીવાળી, સુકાઈ ગયેલા કટિતટ અને સ્તનવાળી, શરીરની નશો જેની દેખાઈ રહી છે એવી,