________________
૨૬૪
ઉપદેશપદ : ભાગ-૨ गिहमुद्दा पत्तिग्गह, कुरूवसंका जिणागमे पुच्छा । कहणं संवेगं मो, चरणं सव्वेसिं पव्वज्जा ॥७२८॥ હવે આઓના કથાનકોનો સંગ્રહ કરતા સાકેત વગેરે બત્રીશ ગાથાઓને જણાવતા કહે છે
રતિસુંદરી મયૂરના સમૂહથી સમૃદ્ધ, વાંદરાઓથી શોભતું છે ગાઢ શાલનું વન જેમાં, ગિરિકાનનની જેમ સ્વૈરવિહારી ઉત્તમ પોપટોનો વાસ છે જેમાં એવું સાકેતપુર નામનું નગર છે. તેમાં હાથી-ઘોડાનો સ્વામી, નમાવાયા છે શત્રુઓ જેના વડે, અતિભયંકર, સ્કુરાયમાન થતું છે પરાક્રમ જેનું એવો કેસરીસિંહની જેમ નરપૌરુષી રાજા હતો. લક્ષ્મીદેવીની જેમ કમલ જેવા કોમળ હાથવાળી કમલસુંદરી નામે તેની પ્રિયા હતી અને રૂપથી રતિની જેમ સુપ્રસિદ્ધ રતિસુંદરી પુત્રી હતી. ૩
હવે બુદ્ધિરૂપી સંપદાથી જેણે માહભ્ય મેળવ્યું છે તે શ્રીદામંત્રી, સમૃદ્ધિથી જેણે માહભ્ય મેળવ્યું છે એવો સુમિત્ર નામનો શ્રેષ્ઠી, અને શ્રુતરૂપી સંપદાથી જેણે માહભ્ય મેળવ્યું છે તે સુઘોષ નામનો પુરોહિત તે નગરમાં રહે છે. જેઓ રાજાને બહુમાન્ય છે અને સમુદ્રની જેમ પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી. તેઓને ક્રમથી લક્ષણા, લક્ષ્મી અને લલિતા પત્નીઓ હતી. તેઓની કુક્ષિરૂપી ખાણમાં ત્રણ કન્યારૂપી રત્નો પાક્યા, જેઓ ક્રમથી બુદ્ધિસુંદરી, રિદ્ધિસુંદરી અને ગુણસુંદરી નામથી પ્રસિદ્ધ થઈ. ત્રણેયે પણ લાવણ્ય-રૂપથી દેવીઓનો તિરસ્કાર કર્યો છે. એકજ લેખશાળામાં કળાઓને ભણતી ત્રણેયને રતિસુંદરીની સાથે પ્રીતિ થઈ. વિદ્વાનોને, કુલીનોને, ધનીઓને, ધર્મીઓને અને આનાથી વિપરીતોને એટલે કે મૂર્ખાઓને, અકુલીનોને, દ્રરિદ્રોને અને અધર્મીઓને પરસ્પર પ્રીતિ થાય છે. કેમકે સમાન ગુણવાળા જીવોને પ્રાયઃ મિત્રતા થાય છે. નિરંતર સ્નેહવાળી, લોકના ચક્ષુને આનંદ આપનારી તેઓ ચારેય પ્રાયઃ એક જગ્યાએ ભોજન કરે છે, સૂવે છે, રમે છે. શું કોઈ કાર્યને સાધવા કામદેવની પ્રિયા રતિએ ચાર પ્રકારના રૂપને ધારણ કર્યા છે? શું તેઓ દેવીઓ છે? અથવા અહો ! શું તેઓ સાક્ષાત્ સરસ્વતી છે? જેઓ આવા સ્વરૂપથી જગતમાં રહી છે. તેઓનું રૂપ અને જ્ઞાનગુણ અનન્યસમાન હતું. સારી રીતે નિરીક્ષણ કરનારો વિસ્મિત મનવાળો થયેલો નગરનો લોક આવા વિકલ્પથી વ્યાકુળ થયો. (૧૧)
હવે રિદ્ધિસુંદરીને ઘરે રમતી તેઓએ ક્યારેક ગુણશ્રી નામની પ્રવર્તિનીને જોઈ. તે પ્રવર્તિની કેવી છે? તે પ્રવર્તિની ગર્વદોષથી મુક્ત છે, દોષોના ઉદયને હટાવ્યો છે, સ્થિર ૧. કેસરીસિંહ- હાથી ઘોડાનો સ્વામી, ઊંચી કેશરાવાળો, અતિ ભયંકર, સ્કુરાયમાન થતું છે પરાક્રમ જેનું (અર્થાત્ ત્રાડ નાખતો) એવો કેસરીસિંહ જંગલનો રાજા હતો.