________________
૨૫૮
ઉપદેશપદ : ભાગ-૨ અન્યદર્શનમાં કહ્યું છે કે-“અહિંસા, સત્ય, અચૌર્ય, પરિગ્રહનો ત્યાગ અને મૈથુનનો ત્યાગ આ પાંચ બધા જ ધર્મચારીઓ માટે પવિત્ર છે.
અહીં જૈનદર્શનનાં વાક્યોની સાથે અન્યદર્શનનાં વાક્યો શબ્દ અને અર્થ એ બંનેથી અભિન્ન છે.
આ પ્રમાણે નિશ્ચિત થયે છતે અભિન્ન અર્થવાળા “અકરણનિયમ' આદિ વચન ઉપર વિશિષ્ટ ક્ષયોપશમ આદિ વાકયની સાથે પ્રષિ કરવો એ બૌદ્ધ વગેરે સામાન્ય લોકની પણ મૂઢતા છે, તેમાં પણ સર્વ નયવાદનો સંગ્રહ કરવાના કારણે જેમનું હૃદય મધ્યસ્થ ભાવવાળું છે તેવા સાધુ-શ્રાવકોની વિશેષથી (=ખાસ) મૂઢતા છે. આથી જ બીજા સ્થળે પણ આ ગ્રંથકાર મહાત્માએ કહ્યું છે કે-“અર્થથી તુલ્ય એવા હિંસાદિના સ્વરૂપમાં માત્ર નામભેદના કારણે પોતાનું કહેલું જ સાચું અને બીજાનું કહેલું ખોટું એવો અધમ દોષ જેનાથી થાય તેને વિદ્વાનો દૃષ્ટિસંમોહ કહે છે.” [ષોડશક ૪-૧૧]
પ્રદ્વેષ એટલે “આ અન્યદર્શનની પ્રરૂપણા છે” એવી ઈર્ષ્યા. (૬૯૩) एतत्सर्वं समर्थयन्नाहसव्वप्पवायमूलं, दुवालसंगं जओ समक्खायं । रयणागरतुल्लं खलु, तो सव्वं सुंदरं तम्मि ॥६९४॥
'सर्वप्रवादमूलं' भिक्षुकणभक्षाक्षपादादितीर्थान्तरीयदर्शनप्रज्ञापनानामादिकारणम्। किं तदित्याह-'द्वादशाङ्ग' द्वादशानामाचारादीनामङ्गानां प्रवचनपुरुषावयवभूतानां समाहारः, 'यतः' कारणात् 'समाख्यातं' सम्यक् प्रज्ञप्तं सिद्धसेनदिवाकरादिभिः । यतः पठ्यते-"उदधाविव सर्वसिन्धवः, समुदीर्णास्त्वयि नाथ! दृष्टयः । न च तासु भवान् प्रदृश्यते, प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥१॥" अत एव 'रत्नाकरतुल्यं' क्षीरोदधिप्रभृतिजलनिधिनिभं, 'खलु' निश्चयेन, 'तत्' तस्मात् सर्वमपरिशेषं सुन्दरं यत् किञ्चित् प्रवादान्तरेषु समुपलभ्यते तत् तत्र समवतारणीयम् । इत्यकरणनियमादीन्यपि वाक्यानि तेषु तेषु योगशास्त्रेषु व्यासकपिलकालातीतपतञ्जल्यादिप्रणीतानि जिनवचनमहोदधिमध्यलब्धोदयान्येव दृश्यानीति । तेषामवज्ञाकरणे सकलदुःखमूलभूतायाः भगवदवज्ञायाः प्रसङ्गाद् न काचित्कल्याणसिद्धिरिति ॥६९४॥
આ બધાનું સમર્થન કરતા ગ્રંથકાર કહે છે–
ગાથાર્થદ્વાદશાંગીને સર્વદર્શનોનું મૂળ કહ્યું છે, આથી દ્વાદશાંગી સમુદ્રતુલ્ય છે, આથી સુંદર બધું તેમાં ઉતારવું.