________________
૨૫૭
ઉપદેશપદ : ભાગ-૨ पवित्राणि, सर्वेषां धर्मचारिणाम् । अहिंसा सत्यमस्तेयं, त्यागो मैथुनवर्जनम्॥१॥" इत्यादीनि । एवं स्थिते तस्मिन्नभिन्नार्थेऽकरणनियमादौ वाक्ये विशिष्टक्षयोपशमादिवाक्येन सह 'प्रद्वेषः' परसमयप्रज्ञापनेयमितीारूपो 'मोहो' मूढभावलक्षणो वर्त्तते बौद्धादिसामान्यधार्मिकजनस्यापि, विशेषतो 'जिनमतस्थितानां' सर्वनयवादसंग्रहान्मध्यस्थभावानीतहृदयाणां साधुश्रावकाणाम् । अत एवान्यत्राप्यनेनोक्तम्-"गुणतस्तत्त्वे तुल्ये, संज्ञाभेदागमान्यथादृष्टिः । भवति यतोऽसावधमो, दोषः खलु दृष्टिસંમોહદ " રૂતિ દ્દશરૂા.
અન્યતીર્થિકોએ કહેલો અકરણનિયમ શા કારણથી યુક્ત છે એવી આશંકા કરીને કહે છે
ગાથાર્થ–જે અર્થથી અભિન્ન હોય તેમ જ અન્તર્થને આશ્રયીને શબ્દથી પણ અભિન્ન હોય તેમાં પ્રસ્વેષ કરવો તે મૂઢતા છે, જિનમતમાં રહેલાઓને વિશેષથી મૂઢતા છે.
ટીકાર્થ-જે અર્થથી અભિન્ન હોય–જે વાક્ય શબ્દભેદ હોવા છતાં અર્થની અપેક્ષાએ અભિન્ન હોય=એક અભિપ્રાયવાળું હોય.
અન્તર્થને આશ્રયીને શબ્દથી પણ અભિન હોય- અર્થને અનુસરનાર વ્યુત્પત્તિવાળા શબ્દરચનાની અપેક્ષાએ શબ્દથી પણ એક અભિપ્રાયવાળું હોય.
અહીં પરદર્શનમાં બે પ્રકારના વાક્યો ઉપલબ્ધ થાય છે. (૧) કેટલાક વાક્યો અર્થથી જ અભિન્ન હોય. (૨) કેટલાક વાક્યો શબ્દ અને અર્થ એ બંનેથી અભિન્ન હોય. તે આ પ્રમાણે–ઉત્તરાધ્યયનસૂત્ર (ગાથા–૭૩૪)માં કહ્યું છે કે–આત્મા જ વૈતરણી નદી છે. આત્મા જ કૂટશાલ્મલી વૃક્ષ છે. આત્મા જ કામધેનુ ગાય છે. આત્મા જ નંદનવન છે.
મહાભારતમાં કહ્યું છે કે–“જે કાંઈ સ્વર્ગ-નરક છે તે બધું જ ઇંદ્રિયો જ છે. નિગ્રહ કરાયેલી ઈદ્રિયો સ્વર્ગ છે, અને ઉચ્છંખલ ઈદ્રિયો નરક છે. (૧) ઈદ્રિયોના અસંયમને આપત્તિનો માર્ગ કહ્યો છે અને ઇંદ્રિયોના જયને સંપત્તિનો માર્ગ કહ્યો છે. જે માર્ગે જવાનું ઈષ્ટ (પસંદ) હોય તે માર્ગે જવું.” (૨)
અહીં ઉત્તરાધ્યયના વાકયોની સાથે મહાભારતના વાક્યો અર્થથી અભિન્ન છે.
જૈનદર્શનમાં જીવદયા પાળવી જોઈએ, સત્યવચન બોલવું જોઈએ ઈત્યાદિ વાક્યો પ્રસિદ્ધ જ છે. ૧. નરકમાં વૈતરણી જાતિના પરમાધામીઓ વૈતરણી નદી વિકુવને તેમાં નારકોને ચલાવે છે. આ નદીમાં
ઉકળતા લાફા રસનો ધોધમાર પ્રવાહ વહેતો હોય છે. તેમાં ચરબી, પરુ, લોહી, વાળ અને હાડકાં તણાતાં હોય છે. ખરસ્વર જાતિના પરમાધામીઓ વિકરાળ અને વજના તીક્ષ્ણ કાંટાઓથી ભરપૂર મોટાં શાલ્મલિવૃક્ષો ઉપર ચડાવીને દુઃખ આપે છે.