________________
ઉપદેશપદ : ભાગ-૨
૨૫૩
વિજ્ઞાતગુણ–પોતાની તીવ્રબુદ્ધિથી કે શિક્ષણ આપનાર ગુરુના ઉપદેશથી જેના પ્રભાવનું જ્ઞાન થયું છે તેવા.
તાત્પર્ય-કલ્યાણયુક્ત કોઈ જીવ પધરાગ વગેરે સુંદર રત્નને જુએ ત્યારે સ્વાભાવિક રીતે જ તેને રત્ન ઉપર શ્રદ્ધા થઈ જાય, પણ તેને આ રત્નની વિધિપૂર્વક આરાધના કરવામાં આવે તો જીવનપર્યત દરિદ્રતાનો નાશ થાય વગેરે રત્નના પ્રભાવનું પરિપૂર્ણ જ્ઞાન નથી. પછી જ્યારે તેને પોતાની તીવ્રબુદ્ધિથી કે અન્યના ઉપદેશથી રત્નના પ્રભાવનું પરિપૂર્ણ જ્ઞાન થાય છે ત્યારે એ જ રત્ન ઉપર પૂર્વે જે શ્રદ્ધા હતી તેના કરતાં અનંતગુણી શ્રદ્ધા થાય છે. (૬૮૮). तीएवि तम्मि जत्तो, जायइ परिपालणाइविसओत्ति ।। अच्चंतभावसारो, अइसयओ भावणीयमिणं ॥६८९॥
तस्या अप्यतिशयवत्याः श्रद्धायाः सकाशात् 'तस्मिन्' रले यलो जायते । कीदृश इत्याह-परिपालनादिविषय इतीति परिपालनपूजनस्तवनादिरूपोऽत्यन्तभावसारोऽतिगाढप्रतिबन्धप्रधानः । अत्रैव विशेषोपदेशमाह-'अतिशयत' अत्यादरेण भावनीयमिदमस्मदुक्तम्, अपरिभाविते उक्तेऽप्यर्थे सम्यग् बोधाभावात् ॥६८९॥
ગાથાર્થ—અને તીવ્રશ્રદ્ધાથી તે રત્નમાં પરિપાલનાદિ સંબંધી પ્રયત્ન અતિશય ગાઢ રાગ પૂર્વક થાય છે. અતિશય આદરથી આ વિચારવું.
ટીકાર્થ–પરિપાલન આદિ સંબંધી પ્રયત્ન–રત્નનું રક્ષણ કરવું, તેની પૂજા-સ્તુતિ કરવા વગેરે પ્રયત્ન.
તાત્પર્ય-સુંદરરત્ન ઉપર તીવ્રશ્રદ્ધા ન થઈ હોય ત્યારે તેનું રક્ષણ કરવામાં અને તેની પૂજા-સ્તુતિ કરવામાં જે રાગ (=આદર) હોય તેના કરતાં તીવ્રશ્રદ્ધા થયા પછી તેનું રક્ષણ-પૂજન-સ્તવન કરવામાં અતિશય ગાઢ રાગ (=આદર) હોય.
અમારું કહેલું આ અતિશય આદરથી વિચારવું. કારણ કે કહેલા પણ અર્થનો વિચાર્યા વિના સમ્યમ્ બોધ થતો નથી. (૬૮૯).
एवं सज्झायाइस, णिच्चं तह पक्खवायकिरियाहिं । सइ सुहभावा जायइ, विसिटुकम्मक्खओ णियमा ॥६९०॥