________________
૨પર
ઉપદેશપદ : ભાગ-૨ सत्क्रियामेव व्याचष्टे-एषा सत्क्रिया पुनर्जिनैर्भगवद्भिर्भणिता 'संयमक्रिया' अभिनवकर्मोपादाननिरोधफला पूर्वोपात्तनिर्जरणफला च चरणरूपा ॥६८७॥
સ્વાધ્યાય વગેરે શ્રમણાચારોના ફલને કહે છે
ગાથાર્થ-(સ્વાધ્યાયાદિથી ગંભીર ભાવોનું જ્ઞાન થાય.) ગંભીર ભાવોના જ્ઞાનથી તીવ્રશ્રદ્ધા થાય. તેનાથી સક્રિયા થાય. આ સક્રિયા જિનોએ કહેલી ચારિત્ર સ્વરૂપ સંયમ ક્રિયા છે.
ટીકાર્ચ–ગંભીર ભાવોનું જ્ઞાન-સમ્યકત્વની વિદ્યમાનતામાં સ્પષ્ટ થયેલા “જીવ છે' ઇત્યાદિ ગંભીર પદાર્થોનો બોધ. (સમ્યકત્વ ન થાય ત્યાં સુધી જીવાદિ પદાર્થોનો યથાર્થ બોધ થતો નથી. માટે અહીં સચવત્વામવિભૂતાનાં એમ કહ્યું છે.)
સલ્કિયા–જેનું ફળ મોક્ષ છે તેવા સુંદર આચારો.
સંયમક્રિયા-સંયમની ક્રિયા તે સંયમક્રિયા. સંયમક્રિયાથી નવાં કર્મો બંધાતા નથી અને પૂર્વે બંધાયેલાં કર્મોનો ક્ષય થાય છે. (૬૮૭)
एतदेव दृष्टान्तदाष्र्टान्तिकभावनया गाथाचतुष्टयेन भावयतिसम्म अण्णायगुणे, सुंदररयणम्मि होइ जा सद्धा । तत्तोऽणंतगुणा खलु, विण्णायगुणम्मि बोद्धव्वा ॥६८८॥
सम्यग् यथावदज्ञातगुणेऽपरिनिश्चितदारिद्र्योपशमादिमाहात्म्ये 'सुन्दररत्ने' जात्यपद्मरागादिरूपे भवति या 'श्रद्धा' रुचिः स्वभावत एव कल्याणभाजो जीवस्य, ततः श्रद्धाया अनन्तगुणा, खलुरेवकारार्थः, 'विज्ञातगुणे' स्वप्रज्ञाप्रकर्षात् शिक्षागुरूपदेशाद्वा अवगतमाहात्म्ये तत्रैव रत्ने बोद्धव्या ॥६८८॥
આ જ વિષયને દૃષ્ટાંત-દાષ્ટ્રત્તિક ભાવનાથી ચાર ગાથાઓથી વિચારે છે–
ગાથાર્થ–યથાવત્ અજ્ઞાતગુણ સુંદરરત્નમાં જે શ્રદ્ધા હોય તેનાથી અનંતગુણી શ્રદ્ધા વિજ્ઞાતગુણરત્નમાં જાણવી.
ટીકાર્ય-યથાવત્ અજ્ઞાતગુણ–જેના દારિયનો નાશ વગેરે પ્રભાવનો નિર્ણય થયો નથી તેવા. સુંદરરત્ન–પધરાગ વગેરે શ્રેષ્ઠરત્ન.
શ્રદ્ધા–સ્વાભાવિક રુચિ. ૧. સૂક્ષ્મબુદ્ધિ વિના જાણી શકાતા ન હોવાથી અહીં પદાર્થોનું ગંભીર એવું વિશેષણ છે. ગંભીર એટલે
સૂક્ષ્મબુદ્ધિથી જાણી શકાય તેવા.