________________
૨૫૦
ઉપદેશપદ : ભાગ-૨ साधुना प्रवचनखिंसायामशौचमिदं दर्शनमिति विप्लवरूपायां धिगजातीयादिना जनेन क्रियमाणायामेतस्याप्कायादियोगशोधनस्य वर्जनं परिहरणं कञ्जिकादिना प्रासुकैषणीयेन योगशोधनं क्रियमाणमित्यर्थः, 'चेव' इति समुच्चये, यथा गुरुकुलवासत्यागेन शुद्धोञ्छादि तथा चिन्त्यं चिन्तनीयमिदं प्रस्तुतं गुरुलाघवालोचनपरायणैर्बहुश्रुतैर्यथा कं गुणं करोति । चरित्रिणो हि जीवाः प्रवचनखिंसामुपस्थितां स्वप्राणव्ययेनापि निवारयन्ति । यथा, उदायिनृपकथायां दुर्विनेयप्रयुक्तकङ्कलोहकर्त्तिकाकण्ठकर्त्तनद्वारेणोदायिनृपमृत्यौ सम्पन्ने सूरिणा उपायान्तरेण प्रवचनमालिन्यमापन्नं प्रज्वालयितुमशक्नुवता विहिततत्कालोचितकृत्येन चारित्र्यपरसाधुसदृश आत्मैव व्यापादित इति ॥६८५॥
ફરી પણ ગુરુ-લાઘવની વિચારણામાં કંઈક સાવદ્ય પણ પ્રવૃત્તિ બુદ્ધિશાળી (=ગીતાર્થ) પુરુષોને ગુણ પમાડનારી જ થાય એમ જણાવતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ–આયુક્ત(==ણ કલ્પ) આદિમાં પણ અપ્લાય આદિથી શરીર શુદ્ધિ કરવાનો પ્રસંગ આવે. પ્રવચનની અપભ્રાજના કરાઈ રહી હોય ત્યારે અપ્લાયાદિથી શરીરશુદ્ધિ ન કરવી એ કયા ગુણને (લાભને) કરે છે તે વિચારવું.
ટીકાર્ય–આયુક્ત–સ્થડિલભૂમિમાં જઈને મતવિસર્જન કર્યા પછી ત્રણવાર પાણીથી અપાન આદિને ધોવા દ્વારા કરાતી શરીરશુદ્ધિને શાસ્ત્રની ભાષામાં આયુક્ત કે ત્રણ કલ્પ કહેવામાં આવે છે. કોઈપણ રીતે ભાગ્યના દુર્યોગથી અતિશય શૌચવાદી બ્રાહ્મણો આદિથી અત્યંત ભરચક સ્થાનમાં રહેવાનો પ્રસંગ આવે, આવા પ્રસંગે મળવિસર્જન કર્યા પછી કાંજી (છાશની આશ) વગેરેથી શરીરશુદ્ધિ કરવામાં આવે તો શાસનની અપભ્રાજના થાય. આથી ગીતાર્થ સાધુ આવા અવસરે નિર્દોષ ઉકાળેલું પાણી ન મળે તોં દોષિત પણ ઉકાળેલા પાણીથી શરીરશુદ્ધિ કરે. આવા પ્રસંગે બ્રાહ્મણો વગેરે લોકધારા જૈનદર્શન અશૌચ (શરીર શુદ્ધિથી રહિત) છે એમ પ્રવચનની અવહીલના કરાઈ રહી હોવા છતાં દોષિત ઉકાળેલા પાણીથી શરીરશુદ્ધિ કરવાના બદલે કાંજી આદિના નિર્દોષ પાણીથી કરાતી શરીરશુદ્ધિ કયા લાભને કરે? ગુરુ-લાઘવની વિચારણામાં તત્પર બહુશ્રુતોએ ગુરુકુલવાસનો ત્યાગ કરીને કરાતી શુદ્ધ ભિક્ષાવૃત્તિની જેમ પ્રસ્તુત વિષયને પણ વિચારવો.
૧. પ્રસ્તુત અનુવાદને અગીતાર્થ સાધુઓ અને શ્રાવકો પણ વાંચે એ સંભવિત છે. આથી મ ન સક્લેિનામી
એ પદોનો અનુવાદ કર્યો નથી. ૨. ટીકામાં પ્રવચનની અવહીલનાનું વિવરૂપાયાં એવું વિશેષણ છે. વિપ્લવ એટલે ઉપદ્રવ કે આફત.
શાસનની અપાજના ઉપદ્રવ રૂપ કે આફત રૂપ છે.