________________
ઉપદેશપદ : ભાગ-૨
૨૪૯ તીર્થકરોએ તવો ખંતપ અનુષ્ઠાનને નિત્યં નિત્ય (=અપ્રતિપાતી) કહ્યું છે. તે તપ અનુષ્ઠાન કેવું છે તે કહે છે–ગા=જે નગારમાં સંયમતુલ્ય (સંયમને અનુસરતી સંયમમાં વિરોધી ન હોય તેવી) વિત્તી દેહની રક્ષા અને મિત્ત મોયUાં એકવાર ભોજન કરવું, અર્થાત્ સંયમમાં વિરોધ ન આવે તે રીતે દેહની રક્ષા કરવી અને દરરોજ એકવાર ભોજન કરવું એ સાધુનો અપ્રતિપાતિ તપ છે.” (દશ. વૈ. ૬-૨૩)
ઉપવાસનું વિધાન પર્વ આદિમાં છે–ઉપવાસ દરરોજ કરવો એવું વિધાન નથી, કિંતુ પર્વદિન વગેરે નિમિત્તને પામીને ઉપવાસ કરવો એવું વિધાન છે. ચૌદશ વગેરે પર્વ છે. વ્યવહારભાષ્યમાં કહ્યું છે કે-“અષ્ટમી-પક્ષ-ચોમાસી અને સંવત્સરીમાં અનુક્રમે ઉપવાસ છઠ્ઠ અને અટ્ટમ ન કરે તો અનુક્રમે માસલઘુ વગેરે પ્રાયશ્ચિત્તો જાણવા.” (વ્ય.ભા.ગા.૧૩૪)
અહીં પક્ષ શબ્દથી પાક્ષિક પર્વ સમજવું. પાક્ષિક પર્વ ચૌદશ છે. કારણ કે વ્યવહારભાષ્યમાં “ડિસ' ઇત્યાદિ સૂત્રોમાં પાક્ષિક પર્વને જ ચૌદશ કહી છે એવું જોવામાં આવે છે. “પર્વ આદિમાં' એ સ્થળે રહેલા આદિ શબ્દથી તીવ્ર રોગ વગેરે વિશેષ કારણો સમજવાં.
કહ્યું છે કે-“તીવ્રરોગ, ઉપસર્ગ સહન કરવાનો અભ્યાસ, બ્રહ્મચર્ય ગુતિની રક્ષા, જીવદયા, કર્મનિર્જરા અને દેહત્યાગ આટલાં કારણોથી ઉપવાસ વગેરે તપ કરવાનું વિધાન છે. (પ્રવ.સા.૭૩૮)
અહીં અભિપ્રાય આ છે–ઉક્ત કારણ વિના એકાસણાને બદલે ઉપવાસ કરવામાં આવે તો જેમાં ઉપવાસથી પણ વધારે નિર્જરા થાય તેવા સૂત્ર-પોરિસી વગેરે બીજા શ્રમણાચારો સીદાય, આમ વિચારીને ઉપવાસ નૈમિત્તિક છે અને એકાસણું નિત્ય છે એમ કહ્યું છે. (૬૮૪)
भूयोऽपि गुरुलाघवालोचनायां किंचित्सावद्यापि प्रवृत्तिर्मतिमतां गुणावहैवेति दर्शयन्नाहआउत्ताइएसुवि, आउक्कायाइजोगसुज्झवणं ।। पवयणखिंसा एयस्स वज्जणं चेव चिंतमियं ॥६८५॥
आयुक्तादिष्वपि । आयुक्त समयपरिभाषया कल्पत्रयलक्षणे कर्तव्ये, आदिशब्दात् कथञ्चिद् तथाविधमातङ्गाद्यस्पृश्यस्पर्शनादौ च सम्पन्ने सति, आगाढशौचवादिधिग्वर्णाद्यत्यन्तसंकीर्णस्थानवासस्य कथञ्चिद् दैवदुर्योगात् प्राप्तौ कञ्जिकादिना वा शौचे विप्लाव्यमानेऽप्कायादियोगशोधनम्-अप्कायेन सचित्तेनाम्भसा, आदिशब्दादनेषणीयेनोष्णोदकलक्षणेन योगस्य कायलक्षणस्य पुरीषोत्सग्र्गादौ मलिनीभूतस्य शोधनमपानादिप्रक्षालनेन शुद्धीकरणं कस्यचित् साधोर्गीतार्थस्य तावत् प्रवचनखिंसारक्षणार्थं क्वचित् काले सम्पद्यते एवं च कदाचिदगीतार्थेन