________________
ઉપદેશપદ : ભાગ-૨
૧૨૫ અને જિતશત્રુરાજાની કમલસેના નામની દેવીનો ખરીદ વેચાણ સ્વરૂપ વ્યવહાર પ્રવર્તો અને કોઈક રીતે સુદર્શનનું દર્શન થયું. પછી તેનો સુદર્શનની ઉપર કામરાગ થયો. (પર૬)
અને તે કામરાગ પ્રલયકાળના અગ્નિ સમાન દાહ કરનારો થયો. નહીં સહન કરી શકતી દેવીએ દાસીને મોકલાવી અને કહેવડાવ્યું કે–દેવી કહેવડાવે છે કે તારી ઉપર મને પ્રીતિ (રાગ) થઈ છે. સુદર્શને કહ્યું કે મારી ઉપર ખરેખર પ્રીતિ થઈ હોય તો જિનશ્વરે બતાવેલા પરપુરુષના ત્યાગ રૂ૫ ચિત્તપ્રસન્નતાના સારવાળા, વિશુદ્ધ ધર્મને કર. આ પ્રમાણે તે ધર્મ કરશે તો મારા ચિત્તને આકર્ષવારૂપ ફળવાળી મારા ઉપર કરેલ પ્રીતિ સફળ થશે. (પ૨૭)
રાણીએ રાગનું નિવેદન કર્યું. જેમકે-રાગ દૂર થાય તો જ ધર્મ આરાધવો શકય છે તેથી મારું કહ્યું તમે કરો. તેણે કહ્યું. પરસ્ત્રીગમનરૂપ આ દોષ એ અપરાધ છે, અને તે સ્વ-પરના નરકનું કારણ છે.
આ પ્રમાણેની ધર્મદેશનાથી વારણ કરાયેલી તે પર્વ દિવસે પ્રતિમા સ્વીકારીને રહેલા સુદર્શનની પાસે સ્વયં આવીને પ્રસ્તુત વ્રતના ભંગ સ્વરૂપ ઉપસર્ગ કરવા લાગી. (પ૨૮)
પછી વ્રતથી ચલાયમાન નહીં થવાથી તે રાણી તેના ઉપર પ્રષિને પામી. પછી રાણીએ માયા કરીને રાજાને વૃત્તાંત જણાવ્યો કે આ મારા ઘરમાં પ્રવેશીને મને અભિભવ (પરાભવ) કરવા ઇચ્છે છે. એટલે રાજાએ તેને પકડાવ્યો અને સત્ય હકીકત જાણ્યા પછી કારાગૃહમાંથી છૂટો કર્યો. અને આ પ્રમાણે રાજપત્ની વડે કરાયેલા પ્રતિકૂલ કદર્થના અને પ્રાર્થનાથી ધીર એવો તે ચલાયમાન ન થયો. (પ૨૯)
કારાગૃહમાંથી છોડતાની સાથે જ ત્યાં કમલસેના નામની દેવીને સર્પ કરડ્યો અને સુદર્શને મંત્ર-તંત્રના પ્રયોગથી તેને જીવાડી. દેશના આપીને જિનધર્મના સ્વીકાર રૂપ સંબોધિ પ્રાપ્ત કરાવી. તેથી રાજાએ ચૈત્યભવન કરાવ્યું અને પાપથી વિરામ પામ્યો. (૩૦)
બીજા સુદર્શનનું કથાનક શીલપાલન વ્રતમાં ચંપાનગરીના બીજા પણ સુદર્શનનું દૃષ્ટાંત બીજા શાસ્ત્રોમાં સંભળાય છે, આથી હું તેને પણ કહીશ. શ્રી ઈન્દ્રોવડે પૂજાયેલા છે ચરણ કમલ જેમના એવા વાસુપૂજ્ય સ્વામીના ભવનથી સુશોભિત ચંપાનગરીમાં શ્રી ઐરાવણ વાહન છે જેનું એવા ઇંદ્રની સમાન વિભવથી યુક્ત દધિવાહન નામનો રાજા હતો. જે ચંદનાર્યા (સાધ્વી)ના પિતા તરીકે પ્રસિદ્ધ હતો. તે ચંદના શ્રી વીરજિનેશ્વરની શિષ્યા હતી. તેણે ગુરુજનની આજ્ઞાને માથે ચડાવી હતી. તેણે પોતાના શીલથી ઈંદ્ર વગેરેના હૈયાઓને હર્ષિત કર્યા હતા. છત્રીશહજાર સાધ્વીઓનો સમૂહ તેના ચરણની સેવા કરી રહ્યો હતો. તે નિર્મળ કેવળજ્ઞાનને પામીને શિવગતિમાં ગયા છે. તે દધિવાહન રાજા ભુજદંડ વડે