________________
ઉપદેશપદ : ભાગ-૨
૧૭૭ અને ઘરે આવીને સ્ત્રી આદિના વશથી પુત્રીદાનના વચનમાં પલટી ગયો એટલે વિવાદ થયો. ચાકરે રાજાને પુત્રીદાનનો વ્યવહાર જણાવ્યો. તથા હે દેવ! પક્ષીઓ સાક્ષી છે, એ પ્રમાણે પક્ષી સાક્ષી જણાવ્યું છતે રાજાવડે અનુજ્ઞા અપાયેલ ચાકર પક્ષીઓને લઈ આવ્યો અને રાજાને વિસ્મય થયું. પછી એકાંતમાં પક્ષીઓને પૃચ્છા કરી. જેમકે– (૫૮૧)
તમે ક્યાં સાક્ષી છો ? અર્થાત કેવી રીતે સાક્ષી છો ? તેથી તેઓએ આજુ-બાજુ રહેલા અને સ્વયં જ પ્રયોજનને જોતા લોકોની સમક્ષ ભોજન માટે છાણમાં નાખેલા કૃમીઓને ચાંચના અગ્રભાગથી ઉપાડીને બતાવવા દ્વારા સાક્ષી કરી. કેવી રીતે સાક્ષી કરી? ખોટું બોલવા રૂપ આવા પ્રકારના કર્મોથી આવા પ્રકારના કીડારૂપે ઉત્પન્ન થવાનું થાય છે. અર્થાત્ કીડારૂપે ઉત્પન્ન થવું પડે છે. પછી આ રીતે ધિક્કારપૂર્વક તીરસ્કાર કરાયેલો સૌદાગર સોમાના સ્વજન લોકવડે જોવાયો. તેથી સોમાને બીજા વ્રતના ત્યાગનો નિષેધ કર્યો. (૫૮૨).
આ પ્રમાણે જ સ્નાનથી ભીના શરીરવાળો તલચોર કોઇક રીતે દુકાન પાસે ગયો. બળદથી મરાયેલો તલના ઢગલામાં પડ્યો. ચોટેલા તલની સાથે જ તે ઘરે ગયો. (૫૮૩) માતાએ ચોંટેલા તલને ખંખેરીને, ફોતરા કાઢીને, લાડુ બનાવીને તેને ખાવા આપ્યા. તલલાડુના ભક્ષણમાં આસક્ત થયેલો પુત્ર ઘણા આદરપૂર્વક તે જ રીતે તલની ચોરી કરવા લાગ્યો. આમ વારંવાર ચોરી-ચોરીને તલનો ઢગલો કર્યો. (૫૮૪) આ જ પ્રમાણે તલની જેમ જ આદરપૂર્વક-વસ્ત્રાદિકની ચોરી કરવા લાગ્યો. રાજપુરુષોએ પકડ્યો. પછી માતાના સ્તનનું ભક્ષણ કર્યું. પછી જેના હાથ-પગ કાપવામાં આવ્યા છે એવા તલચોરને જોઈને સોમાના માતા-પિતાએ ત્રીજાવ્રતને છોડવાનો નિષેધ કર્યો. (૫૮૫)
આ પ્રમાણે કોઇક દુઃશીલ પાપી સ્ત્રી કામના ઉન્માદથી અશ્વરક્ષા માટે નિમણુંક કરાયેલા પુરુષ ઉપર આસક્ત થઈ. કેવી થઇને ? પતિને મારીને ઘોર રૌદ્ર સ્વભાવવાળી મરેલા પતિને પરઠવવા ગઈ. (૫૮૬) દેવતાએ મરાયેલા પતિના ફ્લેવરથી ભરેલી ટોપલી તેના મસ્તક સાથે જડી દીધી. ટોપલીમાંથી ગળતા ચરબી અને લોહીથી સ્તન પર ખરડાયેલી અને આંધળી થઈ છતાં વન તરફ જવા લાગી. નગર તરફ પાછી ફરે છે ત્યારે દેખતી થાય છે. (૫૮૭)
બાળકોના ટોળાથી વીંટાયેલી, જાતિ પ્રગટ કરવા દ્વારા લોકોવડે હલના કરાતી, કરુણ સ્વરથી રડતી, એવી તે બ્રાહ્મણી સોમાના સ્વજન લોક વડે જોવાઈ. આ પ્રમાણે ચોથા વ્રતના ત્યાગનો નિષેધ કરાયો. (૫૮૮)
આ પ્રમાણે લોભના ઉદ્દેકરૂપ અસંતોષથી જેનું વહાણ ભાંગી ગયું છે એવો એક વણિક સમુદ્રમાંથી કોઈક રીતે નીકળેલો માછલાના આહારથી કોઢ નામના રોગથી અત્યંત પીડાયો. (૫૮૯)