________________
ઉપદેશપદ : ભાગ-૨
૨૨૧
કોઈક સાધુ “હું સ્વજનોને મળવા તેમના ગ્રામ કે નગર જાઉં” એવા અધ્યવસાયવાળા થયા. મા જતા સાધુને ચોરોએ પકડ્યા. પછી તેને છોડી દેતા સેનાપતિ કહે છે–તું કોઈને કહેતો નહીં કે અમે અહીં રહેલ છીએ. એટલામાં સાધુ માર્ગમાં કંઈક આગળ જાય છે તેટલામાં જાન સામી મળી. તે જાનમાં સાધુના સ્વજનો સામેલ હતા. તેઓ જવાના ગામને અડધે રસ્તે મળ્યા. આમાં કોઈ સ્વજન છે ? એવી શંકા સાધુને થઈ. પછી તેને ખાતરી થઈ કે આ જાનમાં માતા-પિતા-ભાઈ વગેરે આવેલા છે. તો હવે મારે તેમના ગામ શા માટે જવું? અહીં જ સ્વજનોના દર્શન થયા તેથી પાછું ફરવું એ જ ઉચિત છે એમ સમજીને સાધુ પાછા વળી ગયા અને તે સ્વજનોની સાથે પાછા ફર્યા. પાછા ફરતા રસ્તામાં ચોરોએ સ્વજનોને પકડ્યા અને લૂંટીને તેમને છોડી મૂક્યા. પછી તે ચોરો અંદરોઅંદર વાત કરે છે કે આ તે જ સાધુ છે જેને આપણે પકડીને છોડી મૂક્યા. પછી ચોરનું વચન સાંભળીને સાધુની માતા પૂછે છે કે આ સાધુને તમે પકડીને છોડી મૂક્યા એ વાત શું સાચી છે? ચોરોએ કહ્યું: હા, આ વાત સાચી છે. માતા બોલીઃ છરીને લઈ આવો જેથી મારા સ્તનને છેદી નાખું. કેમકે આ સ્તને મારા સાધુ પુત્રને દૂધ પાઈને અપરાધ કર્યો છે. સેનાપતિએ પુછયું આ સાધુ તમારો શું થાય? માતા બોલીઃ આ સાધુ છે તે મારો દુષ્ટ પુત્ર છે. કેમકે તેણે તમને જોયા છતાં અમને ન કહ્યું કે આગળ ચોરોનો સેનાપતિ છે. આ રીતે અમારું હિત ન કરતો હોય તો ક્યા પ્રકારથી આ અમારો પુત્ર ગણાય? તેને પુત્ર જ ન કહેવાય જેણે સંકટમાં પડેલા માતા-પિતાની ઉપેક્ષા કરી. પરંતુ પુત્ર તો અવશ્ય યથાશક્તિ દુઃખનું નિવારણ કરે. પછી સેનાપતિએ વિસ્મય ચિત્તથી પૂછ્યું: હે સાધુ! આ માર્ગમાં ચોરો છે એમ તમે માતા-પિતાને કેમ ન કહ્યું? આ પ્રમાણે સેનાપતિએ કહ્યું ત્યારે સાધુએ ધર્મ દેશના આપી. જેમકે
આ અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતા જીવોને કોણ ભાઇપણાથી નથી મળ્યું? તથા કોણ શત્રુ રૂપે નથી મળ્યું? અથાત્ આ સંસારમાં સર્વે જીવો અનંતીવાર શત્રુ થયા છે અને અનંતીવાર બંધ થયા છે. આથી જ વિવેકી સાધુઓ કયાંય પણ રાગ કરતા નથી તેમજ કષાયરૂપી વિષના નિગ્રહથી દ્વેષ કરતા નથી. તથા સાધુ બે કાનથી ઘણું સાંભળે છે અને બે આંખથી ઘણું જુએ છે પરંતુ જોયેલું અને સાંભળેલું સર્વ કહેવું સાધુને અનુચિત છે. એમ સેનાપતિએ અમૃતની વૃષ્ટિ સમાન સાંભળેલા વચનોથી દુઃખને નાશ કરનારી બોધિ મેળવી અને દુષ્ટ અધ્યવસાયથી નિવૃત્ત થયો. આથી ઉપશાંત થયેલા સેનાપતિએ સાધુની માતાને ૧. સંજ્ઞાપક સ્થાન–સારી રીતે ઓળખે તે સંજ્ઞાપક અર્થાત્ સ્વજન અને તેને રહેવા માટેનું સ્થાન ગ્રામ કે નગર.