________________
૨૨૬
ઉપદેશપદ : ભાગ-૨ - આ વિષે કહ્યું છે કે-“અજ્ઞાન મનુષ્યો જેવા કેવા (=નજીવા) કોઈક નિમિત્તને પામીને પોતાના ધર્મમાર્ગનો ત્યાગ કરે છે. તપ-શ્રુત-જ્ઞાન એ જ જેમનું ધન છે તેવા સાધુઓ ઘણા પણ કષ્ટમાં વિક્રિયાને પામતા નથી ચલિત બનતા નથી.”
પ્રશ્ન-પ્રાયઃ વિઘ્ન કરનારા થતા નથી' એમ પ્રાયઃ કેમ કહ્યું?
ઉત્તર–કોઈક સાધુને ક્લિષ્ટ મોહનીયકર્મનો ક્ષયોપશમ મંદ હોય એથી શુભભાવમાં વિનનો સંભવ છે. આથી બધા સ્થળે નિયમનો (કદ્રવ્યાદિ વિઘ્ન કરનારા બનતા નથી એ નિયમનો) ભંગ ન થાય એ માટે પ્રાયઃ એમ કહ્યું છે.
ચારિત્રીને પ્રતિકૂળ દ્રવ્યાદિ શુભભાવમાં વિદન કરનારા થતા નથી. પણ શારીરિક વગેરે (=અતિલેખના–પ્રતિક્રમણ વગેરે) બાહ્ય ક્રિયાઓ જેવા દ્રવ્યાદિ હોય તે પ્રમાણે જ થાય છે. દ્રવ્યાદિ જ્યારે પ્રતિકૂલ હોય ત્યારે સામાન્યથી શિષ્ટજનોની દાનાદિ ક્રિયા અને સાધુઓની એષણાશુદ્ધિ વગેરે અને અધ્યયન વગેરે બાહ્ય ક્રિયાઓ પ્રવર્તતી નથી. (દુકાળ વગેરે પ્રસંગે શિષ્ટજનો દાન આપી શકતા નથી. પણ તેમના દાનના પરિણામ અકબંધ રહે છે. સાધુઓએ નિર્દોષ આહાર લેવો જોઈએ. પણ જે સ્થળે શુદ્ધ આહાર મળી શકતો ન હોય તે સ્થળે અશુદ્ધ આહાર લેવો પડે એથી એષણા શુદ્ધિ ન સચવાય, સાધુએ દરરોજ અધ્યયન કરવાનું હોય છે. પણ જ્યારે લાંબા-લાંબા વિહારો કરવા પડે ત્યારે અધ્યયન ન થઈ શકે. આમ દ્રવ્યાદિની પ્રતિકૂળતામાં બાહ્ય ક્રિયાઓ તદન ન થાય અગર જેવી રીતે કરવી જોઇએ તેવી રીતે ન થાય એવું બને. આમ છતાં તેવા સંયોગોમાં પણ યતનાના પરિણામ, નિર્દોષ ભિક્ષાના પરિણામ, સ્વાધ્યાયના પરિણામ વગેરે શુભ ભાવોમાં હાનિ થતી નથી.)
આથી જ કહ્યું છે કે–“દિવસે દિવસે કાળની હાનિ થતી જાય છે, અને સંયમને યોગ્ય ક્ષેત્રો પણ હાલમાં રહ્યાં નથી, તેથી શું કરવું? આવા શિષ્યના પ્રશ્નનો ઉત્તર આપે છે કે–યતનાપૂર્વક વર્તવું. યતના પાળવાથી ચારિત્ર રૂપ અંગ ભાંગતું નથી.” (ઉપદેશમાલા ગા.૨૯૪) પ્રતિકૂળ દ્રવ્યાદિ પ્રાયઃ શુભભાવમાં વિઘ્ન કરનારા થતા નથી એ વિગત માત્ર અમે જ કહીએ છીએ એવું નથી, કિંતુ શિષ્યલોકમાં પણ પ્રસિદ્ધ છે. આમ પ્રતિકૂળ દ્રવ્યાદિ શુભભાવમાં વિઘ્ન કરનારા થતા નથી એ સિદ્ધ થયું. (૬૬૫)
एतदेव गाथात्रितयेन भावयतिदइयाकण्णुप्पलताडणंव सुहडस्स णिव्वुई कुणइ । पहुआणाए संपत्थियस्स कंडंपि लग्गंतं ॥६६६॥