________________
૨૩૮
ઉપદેશપદ : ભાગ-૨
તુચ્છયોગ—જેમાં અતિશય અલ્પ કર્મનિર્જરા હોય તેવો યોગ.
બાહ્યયોગ—જિનાજ્ઞાના યોગ્ય ઉપયોગથી રહિત હોવાના કારણે (ભાવથી શૂન્ય) માત્ર શારીરિક અનુષ્ઠાન. (અહીં ઉપયોગ શબ્દનો ક્રિયા વગેરેમાં ઉપયોગ એવો અર્થ નથી, કિંતુ વસ્તુનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઇએ એવો અર્થ છે. આથી જિનાજ્ઞાના યોગ્ય ઉપયોગથી રહિત હોવાના કારણે એ વાક્યનો જિનાજ્ઞા પ્રમાણે ન હોવાના કારણે એવો ભાવાર્થ થાય. જે અનુષ્ઠાન જિનાજ્ઞા પ્રમાણે ન હોય તે અનુષ્ઠાન ભાવથી શૂન્ય માત્ર શારીરિક અનુષ્ઠાન છે.)
નિરત=અતિશય આદરવાળા.
પ્રધાનયોગ–ગુરુકુલવાસ વગેરે.
અહીં તાત્પર્ય આ છે—કેટલાક જીવો સ્વબુદ્ધિની કલ્પનાથી ધર્મનું આચરણ કરતા હોવા છતાં મિથ્યાત્વમોહના ઉદયથી મિથ્યા આગ્રહવાળા હોય છે અને એથી જ ગુરુલાઘવને જાણી શકતા નથી. આથી તે જીવો જેમાં અતિશય અલ્પ કર્મ નિર્જરા થાય તેવા જિનાજ્ઞાથી રહિત માત્ર બાહ્ય અનુષ્ઠાન કરતા રહે છે, અને જેમાં ઘણી કર્મ નિર્જરા થાય તેવા ગુરુકુલવાસ આદિ પ્રધાનયોગનો ત્યાગ કરે છે. આથી તેમને લાભ અતિશય અલ્પ થાય છે અને હાનિ ઘણી થાય છે. (૬૭૬)
अत्र च त्यक्ते बाह्ये योगे यादृशः स्यात्तद् दर्शयतिसुद्धंछाइसु जत्तो, गुरुकुलचागाइणेह विणणेओ । सबरसरक्खपिच्छत्थघायपायाछिवणतुल्लो ॥६७७ ॥
शुद्ध द्विचत्वारिंशद्दोषविकलः स चासावुञ्छश्च भिक्षावृत्तिरूपः, आदिशब्दाच्चित्रद्रव्याद्यभिग्रहासेवनाग्रहः । ततः शुद्धोञ्छादिषु साधुसमाचारेषु 'यत्न' आदरः क्रियमाणः केषाञ्चिदलब्धसिद्धान्तहृदयानां 'गुरुकुलत्यागादिना' गुरोः "पडिरूवो तेयस्सी" इत्यादिगाथाद्वयोक्तलक्षणस्य कुलं परिवारो गुरुकुलं तस्य त्याग: प्रोज्झनम्, आदिशब्दात्सूत्रार्थपौरुषीयथाज्येष्ठादिविनयवैयावृत्त्यादिपरिहारग्रहः, तेनोपलक्षित 'इह' धर्मविचारे विज्ञेयः । कीदृश इत्याह- 'शबरस्य' म्लेच्छरूपस्य कस्यचित् ‘સરનામાં’ શૈવાનાં પિ∞ાર્થ મયૂરપિચ્છનિમિત્તે યો ‘ધાતો’ મારાં તંત્ર ‘યત્પાવાच्छुपनं' चरणसंस्पर्शपरिहाररूपं तत्तुल्य इति । अयमभिप्रायः - कश्चिद्धर्मार्थी सम्यगपरिणतजिनवचनो गुरुकुलवासे तथाविधां भिक्षाशुद्धिमपश्यन् " आयन्नया महागणो,