________________
૨૪૩
ઉપદેશપદ : ભાગ-૨
णहि एयम्मिवि न गुणो, अस्थि विहाणेण कीरमाणम्मि । तं पुण गुरुतरगुणभावसंगय होइ सव्वत्थ ॥६७८॥
નદિ નૈવૈમિન શોચ્છવ, વિ પુનઃ mષ્યનુષ્યપશાઈ, “ . उपकारः किन्तु गुण एवास्ति 'विधानेन' सर्वज्ञाज्ञापारतन्त्र्यलक्षणेन 'क्रियमाणे' । तत्पुनर्विधानं 'गुरुतरगुणभावसङ्गतं' गुरुतराः शुद्धोञ्छादिसकाशादतिमहान्तो नवनवतरश्रुतज्ञानलाभादयः प्रतिदिनप्रवर्द्धमानातितीव्रसंवेगनिर्वेदफलास्तेषां भावः समुद्भवस्तेन सङ्गतं भवति सर्वत्र' सर्वेष्वपि कृत्येषु । यत्र हि नाधिकः कश्चिद् गुणलाभ: किन्तु लब्धानामपि गुणानां हानिरुत्पद्यते, तदनुष्ठानमविधिप्रधानमेव बुधैर्बुद्धयत इति ॥६७८॥
જો કરાતા પણ શુદ્ધભિક્ષાવૃત્તિ વગેરે અનુષ્ઠાનો કોઈપણ ગુણને પમાડતા નથી, બલ્ક દોષને જ પમાડે છે, તો “જે આહારની શુદ્ધિ કરતો નથી (=દોષિત આહારને લે છે) તે ચારિત્રથી રહિત છે. આમાં કોઈ સંશય નથી. જો ચારિત્ર ન હોય તો સંપૂર્ણ દીક્ષા નિરર્થક છે” આવું કેમ કહેવાય છે? આવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– જિનાજ્ઞાને આધીન બનીને કરતા શુદ્ધભિક્ષાવૃત્તિ વગેરેમાં પણ લાભ થાય. જિનાજ્ઞા સર્વત્ર અતિમહાનગુણોની ઉત્પત્તિથી યુક્ત છે.
ટીકાર્થ– “શુદ્ધ ભિક્ષાવૃત્તિ વગેરેમાં પણ એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છેજો શુદ્ધિભિક્ષાવૃત્તિ વગેરેમાં પણ લાભ થાય તો અન્ય અનુષ્ઠાનોમાં લાભ થાય તેમાં તો શું કહેવું?
સર્વત્ર=બધાય કાર્યોમાં.
અતિમહાનગુણોની ઉત્પત્તિથી યુક્ત છેઃઅહીં શુદ્ધ ભિક્ષાવૃત્તિ વગેરેની અપેક્ષાએ અતિમહાન ગુણો સમજવા. આ ગુણો છે નવા નવા શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ વગેરે. નવા નવા શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ વગેરેથી અતિતીવ્ર સંવેગ અને નિર્વેદ પ્રતિદિન વધતા રહે છે. જે અનુષ્ઠાનમાં અધિક કોઈ ગુણનો લાભ ન થાય, બલ્ક મેળવેલા પણ ગુણોની હાનિ થાય, તે અનુષ્ઠાનને બુધ પુરુષો અવિધિની પ્રધાનતાવાળું જ સમજે છે.
(અહીં તાત્પર્ય આ છે–ગુરુકુલનો ત્યાગ કરવાથી માની લઈએ કે કદાચ શુદ્ધ ભિક્ષાવૃત્તિ વગેરેનો લાભ થાય, પણ શુદ્ધ ભિક્ષાવૃત્તિ વગેરેથી પણ અતિમહાન નવા નવા શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ વગેરે ગુણોની હાનિ થાય છે. સંયમ જીવનમાં અતિતીવ્ર સંવેગ અને નિર્વેદ પ્રતિદિન વધવા જોઇએ. આ ગુરુકુલમાં રહીને નવું નવું શ્રુતજ્ઞાન મેળવાથી જ શક્ય બને. ગુરુકુલવાસ ન હોય તો નવા નવા શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ વગેરે ન થાય. નવા નવા શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ ન થાય તો પ્રતિદિન સંવેગ-નિર્વેદની વૃદ્ધિ ન થાય, એટલું જ નહિ બલ્ક સંવેગ-નિર્વેદની હાનિ થાય. માટે જ ટીકાકાર મહર્ષિએ કહ્યું કે “જે અનુષ્ઠાનમાં અધિક કોઈ ગુણનો લાભ ન