________________
ઉપદેશપદ : ભાગ-૨
૨૩૭ દોષોની વૃદ્ધિ થશે ? વર્તમાનમાં અપવાદ માર્ગે ચાલવાથી ગુણોની વૃદ્ધિ થશે કે દોષોની વૃદ્ધિ થશે? ઉત્સર્ગ માર્ગે ચાલવામાં લાભ વધારે છે કે દોષ વધારે છે? અપવાદ માર્ગે ચાલવાથી લાભ વધારે છે કે દોષ વધારે છે? આ પ્રમાણે ગુણ અને દોષની અપેક્ષાએ વૃદ્ધિ-હાનિનો વિચાર કરીને ઉત્સર્ગ માર્ગે કે અપવાદ માર્ગે ચાલવાનું જે જ્ઞાન તે ગુરુલાઘવ ભાવોનું જ્ઞાન છે. આવું જ્ઞાન સ્વાધ્યાયાદિથી જ થાય.
શુદ્ધચારિત્રના કારણે પ્રતિદિન શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થાય છે. શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થતાં સર્વ પ્રવૃત્તિઓમાં ગુણદોષોની યથાસંભવ વૃદ્ધિ-હાનિનું નિરીક્ષણ કરતા સાધુઓ ગુણવૃદ્ધિના પક્ષનો આશ્રય લઇને પ્રવૃત્તિ કરે છે. તેથી અટકે નહિ તેવી કલ્યાણની પરંપરાને પામીને મોક્ષના ભાગી થાય છે. | (સંક્ષેપમાં ભાવ આ છે–સ્વાધ્યાયાદિથી ચારિત્રની શુદ્ધિ થાય. ચારિત્રની શુદ્ધિથી પ્રતિદિન શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થાય. શ્રુતજ્ઞાનની વૃદ્ધિથી ગુરુ-લાઘવ ભાવોનું જ્ઞાન થાય. ગુરુલાઘવ ભાવોના જ્ઞાનથી કલ્યાણની પરંપરા સર્જાય.) (૬૭૫)
अथासद्ग्रहफलं बिभणिषुराहएयमिह अयाणंता, असग्गहा तुच्छबज्झजोगम्मि । णिरया पहाणजोगं, चयंति गुरुकम्मदोसेण ॥६७६॥
'एतद्' गुरुलाघवमिह धर्मप्रवृत्तिष्वजानन्तोऽनवबुद्धयमाना 'असद्ग्रहा' मिथ्याभिनिवेशवन्तः केचित् स्वबुद्धिकल्पनया धर्ममाचरन्तोऽपि तुच्छबाह्ययोगे-तुच्छोऽत्यल्पकर्मनिर्जरो बाह्यो यथावत्परमगुरुवचनोपयोगशून्यतया शरीरव्यपारमात्ररूपो यो योगोऽनुष्ठानं तत्र, 'निरता' अत्यन्तबद्धादराः 'प्रधानयोग' गुरुकुलवासादिरूपं त्यजन्ति' मुञ्चन्ति । केनेत्याह-'गुरुकर्मदोषेण' गुरोमिथ्यात्वमोहादेः कर्मणो विपाकप्राप्तस्य વો કોષર્તન દ્૭૬
હવે અસદ્ગહના ફળને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ- અહીં આ નહિ જાણતા અને અસગ્રહવાળા કેટલાક જીવો ગુરુકર્મદોષથી તુચ્છા-બાહ્યયોગમાં નિરત બને છે અને પ્રધાનયોગનો ત્યાગ કરે છે.
ટીકાર્ય–અહીં=ધાર્મિક પ્રવૃત્તિઓમાં. આ-ગુરુ-લાઘવને. અસગ્ગહવાળા–મિથ્યા આગ્રહવાળા.
ગુરુકર્મદોષથી–ગુરુ કર્મ એટલે ભારે કર્મ. મિથ્યાત્વમોહ વગેરે ભારે કર્મ છે. ઉદયમાં આવેલા મિથ્યાત્વ મોહ વગેરે કર્મના દોષથી.