________________
૨૩૩
ઉપદેશપદ : ભાગ-૨
અસ ગ્રહ આદિથી રહિત-(અસત્ એટલે મિથ્યા-ખોટી. ગ્રહ એટલે પકડ. અસગ્નેહ એટલે ખોટી પકડ.) સ્વકલ્પનાથી કે તેવા પ્રકારના અગીતાર્થ ઉપદેશકના ઉપદેશથી શાસ્ત્રના કોઈ અર્થનું વિપરીતપણે અવધારણ કરવું તે અસગ્રહ છે. આવા અસદ્ગહથી તથા અસદ્ગહપૂર્વકના ઉપદેશ અને આચરણથી રહિત.
પ્રજ્ઞાપનીય=અસગ્રહ આદિથી રહિત હોવાથી જ પ્રજ્ઞાપનીય હોય. પ્રજ્ઞાપનીય એટલે અનાભોગથી કોઈક અસગ્રહ આદિનો યોગ થવા છતાં સંવિગ્ન ગીતાર્થોથી સમજાવી શકાય તેવા.
શ્રદ્ધાળુ=પોતે જે અનુષ્ઠાન કરતા હોય તેનાથી ઉત્તરોત્તર ચઢિયાતા અનુષ્ઠાન કરવાની ઇચ્છાના પરિણામવાળા.
ક્ષમાદિથી યુક્ત=ક્ષમા-માદવ વગેરે સાધુધર્મથી યુક્ત. ચારિત્રીઓ યથાયોગ્ય સામાયિકચારિત્રવાળા કે છંદોપસ્થાપનીયચરિત્રવાળા સાધુઓ. દુષમામાં પણ જેમાં નિરંકુશપણે અનુચિત આચારો પ્રવર્તેલા છે તેવા હમણાંના કાળમાં પણ.
(સાધુઓ કેવા હોય એવું જે વર્ણન પૂર્વે કર્યું તેના આધારે કોઈને શંકા થાય કે આ પાંચમા આરાના પડતા કાળમાં આવા સાધુઓ ક્યાંથી હોય? આ શંકાનું નિરાકરણ આ ગાથામાં કરવામાં આવ્યું છે.) (૬૭૨)
अथासद्ग्रहपरिहाणावेव चारित्रिणो भवन्तीति समर्थयन्नाहणाणम्मि दंसणम्मि य, सइ चरणं जं तओ ण एयम्मि । णियमा णसग्गहाइ, हवंति भववद्धणा घोरा ॥६७३॥
'ज्ञाने' मतिज्ञानादिलक्षणे, 'दर्शने' च जिनोक्ततत्त्वश्रद्धानलक्षणे सम्यक्त्वे सति' विद्यमाने, 'चरणं' चारित्रं यद्' यस्मात् सम्पद्यते, ततः कारणाद् 'न' नैवं तस्मिन् चरणे सति नियमादसद्ग्रहादय उक्तलक्षणा भवन्ति भववर्द्धनाः' संसारवृद्धिहेतवः। अत एव 'घोरा' नरकग दिपातफलाः, तन्मूलबीजमिथ्यात्वहासेनैव चारित्रप्राप्तेरिति ॥६७३॥
હવે અસદ્ગહના અભાવમાં જ ચારિત્રીઓ હોય છે એ વિષયનું સમર્થન કરતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– જ્ઞાન-દર્શનની વિદ્યમાનતામાં જ ચારિત્ર હોય, તેથી ચારિત્રાની વિદ્યમાનતામાં ભવવર્ધક અને ઘોર એવા અસગ્નેહ વગેરે નિયમ ન હોય.
ટીકાર્થ-જ્ઞાન=મતિજ્ઞાન વગેરે.