________________
૧૭૮
ઉપદેશપદ : ભાગ-૨ પછી તેણે સાંભળ્યું કે પુત્રના બલિથી નિધિની પ્રાપ્તિ થાય છે. એટલે તેણે નિધિ મેળવવા તેવો પ્રયોગ કર્યો, અર્થાત્ પુત્રનું બલિદાન કર્યું. પરંતુ તે નિષ્ફળ ગયું. શાથી નિષ્ફળ થયું? પુત્રનો બલિ આપ્યો એ પહેલાં જ તે નિધિને કોઇએ ગ્રહણ કર્યો હતો. નગરના રક્ષકોએ જાણ્યું કે નિધિ મેળવવા માટે આણે પુત્રનું બલિ કર્યું છે. (૫૯૦)
પછી ઘણા લોકવડે ધિક્કારાતો અને નિંદાતો નગ્ન દરિદ્રી કોઈક પુરુષ જોવાયો. પછી સોમાના માતા-પિતાએ પૂર્વની જેમ પાંચમા વ્રતના ત્યાગનો નિષેધ કર્યો. (૫૯૧) પછી સોમાનો સ્વજન લોક સંવિગ્ન થયો અને ઉપાશ્રયે ગણિની પાસે આવ્યો. ત્યાં પણ સ્વજનલોકે અણઘટતું જોયું જેને હવે બતાવે છે. (૫૯૨)
ખાખરા અને રીંગણાના શાકથી ભોજન કરતા કોઈક પુરુષે અજાણતા વીંછીને મુખમાં નાખ્યો. વીંછીએ તાળવામાં ડસ માર્યો. (૫૯૩) વ્યંતર જાતિનો નિર્દેશ ભાવની પ્રધાનતા બતાવવા કર્યો છે, અર્થાત્ તે વીંછી ઉગ્ર વિષવાળો હતો. સોજી ગયેલા મુખવાળો મહાવ્યથાને પામ્યો. વૈદ્ય સમૂહ વડે વિચિત્ર પ્રકારના ઔષધોથી ચિકિત્સા કરાયો. (૫૯૪) ઉલટી કરતો, અંગભંગ કરાયેલો, ઘણું વિરસ રડતો સોમાના માતા-પિતા વડે જોવાયો. પછી અહોહો! આ રાત્રિભોજનનું પાપ દુષ્ટ છે એમ માનતા માતા-પિતાએ સોમાને છઠ્ઠા રાત્રિભોજનવ્રતના ત્યાગનો નિષેધ કર્યો. (૫૯૫)
એટલામાં સોમાએ કહ્યું: ઘણું કરીને મેં આ ધર્મનો સ્વીકાર કર્યો છે. બીજા પણ કેટલાક નિયમવિશેષોનો સ્વીકાર કર્યો હોવાથી પ્રાયઃ શબ્દનો પ્રયોગ કર્યો છે. અને પછી સોમાના માતા-પિતાએ કહ્યું તું પ્રયત્નપૂર્વક વ્રત પાળજે. તથા ચં શબ્દ સમુચ્ચયમાં છે. તને ગુરુરૂપે માન્ય પ્રવર્તિનીને મળીએ. (૫૯૬)
પછી ઉપાશ્રયે ગયા અને નજીક રહેલ શય્યાતરના ઘરની ચૈત્યપ્રતિમા (=ચૈત્યમાં રહેલી પ્રતિમા) સમક્ષ ચૈત્યવંદન કર્યું. પછી સોમાએ ગણિનીને કહ્યું કે આ મારા માતાપિતા છે. તે ગણિનીએ એમના બોલાવ્યા પહેલા બોલાવવું આદિરૂપે ઉચિત પ્રતિપત્તિ કરી. તેઓને સંતોષ થયો. સામાન્યથી ધર્મકથા કરી. વિશેષથી કેટલા અર્થોને પૂછ્યા. ગણિનીએ પ્રશ્નોના ઉત્તરો આપ્યા જે નીચેના ત્રણ શ્લોકથી કહેવાય છે. (૫૯૭)
को धम्मो जीवदया, किं सोक्खमरोग्गया उ जीवस्स । को हो सब्भावो, किं पंडिच्चं परिच्छेओ ॥५९८॥ किं विसमं कज्जगती, किं लद्धं जं जणो गुणग्गाही । किं सुहगेझं सुयणो, किं दुग्गेझं खलो लोओ ॥५९९॥