________________
૨૦૬
ઉપદેશપદ : ભાગ-૨
તે દિવસે ભોજન બનાવવાનો વારો નાગશ્રીનો હતો. કોઈક પ્રમાદથી તેણે કડવી તુંબડીનું શાક બનાવ્યું તથા ઘણા સ્નેહ(ઘી)વાળું, ઘણા તિક્ત, મધુર રસવાળા દ્રવ્યોથી સંસ્કારિત કોઈપણ કુયોગના દોષથી ઝેરરૂપે પરિણમ્યું. તેની ગંધથી નાગશ્રીએ આ શાક ઝેરી છે એમ જાણ્યું. પછી વિલખી થયેલી મનમાં વિચારે છે કે કુટુંબમાં મેં જે મોટાઈ પ્રાપ્ત કરી છે તેને ધિક્કાર થાઓ. બાકીની દેરાણીઓ કોઈક રીતે જો આને જાણશે તો મારી નિંદા ચુગલી કરતા ક્યારેય અટકશે નહીં. તેથી અત્યંત છૂપાવીને ઘરમાં કોઈ જગ્યાએ મૂકી દઉં. આ પ્રમાણે વિચારીને, મૂકીને તથા જલદીથી બીજી તુંબડી લાવીને મોટા આદરથી સ્વાદિષ્ટ શાક તૈયાર કર્યું. પછી સ્નાન કરી ઉત્તમ વસ્ત્રો પહેરીને તેણે બધા બ્રાહ્મણોને જમાડ્યા. અને પોતે પણ ભોજન કર્યું અને પછી બ્રાહ્મણીઓને પણ ક્રમથી ભોજન કરાવ્યું. ભોજન કરીને તે સર્વલોક પોતાના કાર્યમાં પરાયણ થયો. (૫૧)
એટલીવારમાં ઉચ્ચ-નીચ અને મધ્યમ ઘરોમાં ફરતા ધર્મચિ અણગાર નાગશ્રીને ઘરે આવ્યા. દૂરથી સાધુને જોઇને, ઘરમાં પ્રવેશી ઘણી હર્ષ પામી, આસન ઉપરથી જલદીથી ઊભી થઈ સસંભ્રમ તુંબડીના શાકનો નિકાલ કરવા રસોડામાં પ્રવેશે છે અને તે કડવી તુંબડીના સંપૂર્ણ શાકને ધર્મચિ સાધુના પાત્રમાં ઠાલવે છે. મને પૂરતું મળી ગયું છે એમ જાણીને તે ઘરમાંથી નીકળી જ્યાં ઉદ્યાનમાં આચાર્ય ભગવંત છે ત્યાં આવે છે. તે સૂરિની પાસે રહીને ઇર્યાવહી પ્રતિક્રમીને આલોચે છે અને પાત્રને હાથમાં લઈ આચાર્યને બતાવે છે. તેથી ઉગ્ર ગંધથી પરવશ (વ્યાકુલ) થઈ છે પ્રાણેન્દ્રિય જેની એવા આચાર્ય વિચારે છે કે ખરેખર આ ઝેરી ભોજન છે, નહીંતર આવી ગંધ ન આવે. એટલામાં એક ટીપું માત્ર હથેડીમાં લઈને જુએ છે તેટલામાં ભોજનને વિષસ્વરૂપ જાણ્યું જેથી ધર્મરુચિ સાધુને આ પ્રમાણે કહ્યું: જો તું આ ભોજન કરીશ તો અકાળે મરણ પામીશ. તેથી શુદ્ધ સ્થડિલ ભૂમિએ જઈ આને પરઠવી આવ અને બીજા પ્રાસુક અને એષણીય વિશુદ્ધ આહારને લઈ આવ. આ પ્રમાણે ગુરુએ કહ્યું એટલે ધર્મરુચિ અણગાર પરઠવવા ગયા. દશદોષથી રહિત સ્પંડિલભૂમિમાં જઈને સર્વ દિશાનું નિરીક્ષણ કરીને પ્રતિક્ષણ ઉલ્લસિત થતો છે પરિણામ જેનો એવા ખેદ વિનાના મનવાળા ધર્મરુચિ અણગાર જેટલામાં વિષ ભોજનને પાઠવે છે. તેટલામાં તેની ગંધથી ખેંચાયેલી કીડીઓ વનાંતરમાંથી આવી અને ક્ષણથી મરવા લાગી. મારા પ્રમાદથી આ કીડીઓનું મરણ ન થાય તે માટે મારે સ્વયં જ આનું ભોજન કરવું સમુચિત છે. સિદ્ધભગવંતોની સાક્ષી કરીને અપરાધની આલોચના કરે છે, વ્રતને ઉચ્ચરે છે. પરિશુદ્ધ ભાવનાવાળા તે મુનિએ તેનું ભોજન કર્યું. તેની વેદનાથી વ્યાકુળ થયેલા પંચનમસ્કારમય થયો છે પરિણામ જેનો એવા તે મુનિ કાળ કરીને સર્વાર્થસિદ્ધ નામના ઉત્તમ વિમાનમાં ઉત્પન્ન થયા. (૬૫)