________________
૨૧૦
ઉપદેશપદ : ભાગ-૨
બોલાવીને પૂછે છે–આ તારા હાથમાં શું છે? તું અહીં અશનાદિનું ભોજન કર અને સુંદર વસ્ત્રોને પહેર. પછી તેઓ તેનો જૂનો વેષ અને ઠીકરાને લઈ એકાંતમાં રાખે છે અને તેને કિંમતી વસ્ત્રો અને અલંકારો પહેરાવ્યા. તે દ્રમુકને ગૌરવપૂર્વક આ સુકુમાલિકા ભાયંપણે આપવામાં આવી. રાત્રિએ શુશ્રુષા કરી તેને વાસઘરમાં મોકલવામાં આવ્યો. જેટલામાં ચકોર દૃષ્ટિવાળો શય્યામાં સુકુમાલિકાની પાસે બેઠો તેટલામાં તેના શરીરના સ્પર્શના દોષથી તેના સર્વાંગમાં દાહજવર ઉત્પન્ન થયો. પછી તે વિચારે છે કે મને મારવા માટે કારણ વગરના આ વૈરીવડે આ સ્ત્રી અપાઈ છે. ભડભડ બળતા અગ્નિસમાન દૌર્ભાગ્યથી ભરેલી એવી આના અંગના સ્પર્શથી જેટલામાં મારું મરણ ન આવી જાય તેટલામાં મારે અહીંથી જલદીથી પલાયન થઈ જવું જોઈએ. પછી પોતાના વેશને છોડીને અને ઠીકરાને છોડીને તથા તેને સૂતેલી મૂકીને દૂર ભાગી ગયો. જાગીને સુકુમાલિકા જેટલામાં તેને પણ જોતી નથી તેટલામાં તે આ પ્રમાણે વિચારે છે. (૧૩૫)
મારા દુર્ભાગ્યથી શરીરમાં રહેલા દોષના કારણે આ પણ છોડી ગયો. પ્રભાતે પિતાએ આના વ્યતિકરને જાણીને કહ્યું: હે પુત્રી! અહીં કોઈનો દોષ નથી પણ પોતાના કર્મોનો દોષ છે. તેથી જે રીતે આ કર્મોનો ક્ષય થાય તેમ શ્રમણોને, બ્રાહ્મણોને અને દીન-અનાથોને દાન આપ. (૧૩૭)
પછી પિતાવડે અનુજ્ઞા અપાયેલી, નિરંકુશ (ઇચ્છા મુજબ દાન આપવામાં સ્વતંત્ર) થયેલી સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધી નિરંતર દાન આપે છે. આ પ્રમાણે દાન આપતા કેટલોક કાળ ગયો ત્યારે જિનદીક્ષા પાળનારી, બહુશ્રત. અતિ નિર્મળ શીલરૂપી હાથીણીઓને બાંધવા માટે સુદઢ આલાન સ્તંભ સમાન ગોપાલિત ગચ્છની સાધ્વીઓ વિહાર કરતી ત્યાં આવી. સમયે વિહાર કરતી સાધ્વીઓમાંથી એક સંઘાટક તેના ઘરે પ્રવેશ્યો. બહુમાનપૂર્વક સારી રીતે પડિલાભીને તેઓના પગમાં પડી અને અંજલિ જોડી વિનંતિ કરવા લાગી કે સાગરને પરણે છતે હું અમાનીતી થઈ, ત્યાર પછી બીજા દ્રમુકને અપાયેલી પણ તેવી જ થઈ. તેથી મારા ઉપર કૃપા કરીને મને ઔષધ કે બીજા મંત્રાદિ બતાવો જેથી તેના પ્રભાવથી હું પોતાના પતિ વિષે સુભગ થાઉં. તેનું વચન સાંભળીને તેઓ બે કાનને ઢાંકીને કહે છે–હે ભદ્રા અમે આના વિશે અજાણ છીએ તથા અમારે આ અનુચિત છે. ધર્મશાસ્ત્રોમાં અમારું કૌશલ્ય છે તેથી જો તું કહે તો તને જિનભાષિત ધર્મ કહીએ. સવિસ્તારથી ધર્મ કહેવાયો ત્યારે તે સમગ્બોધ પામી. સુશ્રાવિકા થઈ. પછી પિતાની અનુજ્ઞાથી દીક્ષા લીધી. ઇર્યાસમિતિ વગેરે પાંચ સમિતિઓ અને મનગુમિ વગેરે. ત્રણ ગુક્તિઓ એમ માતાની જેમ પાલન કરનારી આઠ પ્રવચન માતાઓનો સ્વીકાર કર્યો. પછી બ્રહ્મચર્યનું અત્યંત જતન કરનારી, શાંત, દાન્ત તથા ઉપશાંત, દુર્ધર અઢાર હજાર ૧. સંઘાટક—બે સાધુ અથવા ત્રણ સાધ્વીના ગૃપને સંઘાટક કહેવાય છે.