________________
૨૦૯
ઉપદેશપદ : ભાગ-૨ છૂટકારો થાય તેવો અવસર મને કયારે મળશે? પછી સુખે સૂતેલી તેને છોડીને, શપ્યામાંથી ઊઠીને મરણથી મુકાયેલા કાગડાની જેમ તેના ઘરમાંથી નાશી છુટ્યો. તે પણ નિદ્રામાંથી જાગેલી સાગરને નહીં જોતી ઊભી થઈ ચારે તરફ જુએ છે, ત્યારે વાસઘરના દરવાજાને ખુલ્લા જુએ છે. શોકાતુરમનવાળી મુખ પર હથેળી સ્થાપીને નિસ્તેજ થયેલી વિચારે છે. મારા વડે કોઈ અવિનય કરાયો નથી. આના ભાઇવર્ગની સાથે મારો કોઈ અવિનય થયો નથી. તો મારા કયા દુર્ભાગ્ય દોષથી વિયોગ થયો? આ પ્રમાણે સંભારતી, વિસ્વરથી રડતી અંગારામાં પડેલીની જેમ કોઈક રીતે શેષ રાત્રિને પસાર કરે છે. રાત્રિની પ્રભાત થઈ ત્યારે દાસીને બોલાવીને માતા કહે છે. તું જલદીથી જા, વધૂવરની મુખ શુદ્ધિ માટે સામગ્રી લઈ જા. તે જેટલામાં સુકુમાલિકાની પાસે વાસઘરમાં જાય છે તેટલામાં મનમાં કંઈક વિચારતી તેને વિલખી જુએ છે. પછી પૂછ્યું: તું હમણાં આ પ્રમાણે કોનું સ્મરણ કરે છે? તે કહે છે કે, હે ભદ્ર! તે સાગર મને મૂકીને ક્યાંય ચાલ્યો ગયો છે. તેણે હકીકત જાણીને માતા-પિતાને યથાવૃત્તાંત જણાવ્યો. પછી સાગર ઉપર અત્યંત ગુસ્સે થયેલો સુકુમાલિકોનો પિતા જિનદત્તના ઘરે જાય છે અને કહે છે કે, અરે! જેણે નિર્દોષ સુકુમાલિકાનો એકાએક ત્યાગ કર્યો એવા તારા પુત્રને આવું કરવું ઉચિત છે? સાગરે આજે જે કર્યું તેવું કરવું સુકુલીન જનને ઉચિત નથી, સુકુળને અનુરૂપ નથી તથા અવસરોચિત નથી. આ પ્રમાણે અતિનિષ્ફર હૈયાથી ઘણાં ઉપાલંભો આપીને જેટલામાં રહે છે તેટલામાં જિનદત્ત સાગરને એકાંતમાં કહે છે- “હે પુત્ર! ઘરજમાઈ થઈને તેં દુષ્ટ કર્યું કે તું સાગરદત્તના ઘરને છોડીને અહીં આવી ગયો.” પછી સાગર પિતાને કહે છે–હું પર્વત ઉપરથી પડવાનું કે પાણીમાં ઝંપલાવવાનું કે વિષનું ભક્ષણ કરવાનું કાર્ય કરીશ પણ સાગરદત્તના ઘરે આ ભવમાં નહીં જાઉં. હે તાત! તે સુકુમાલિકા માત્ર નામથી વિખ્યાત છે. કેમકે તેના હાથના સ્પર્શમાં મને દારૂણ દાહજ્વર થયો. દિવાલની ઓથમાં છૂપાઈને તેણે સર્વ સાગરનું કથન સાંભળ્યું. પછી પોતાની પુત્રીની આવી દુર્ભાગ્યા”લા સાંભળીને સાગરદત્ત સ્વયં પણ ઘણો લજ્જિત થયો અને જિનદત્તના ઘરેથી નીકળીને પોતાને ઘરે જઈને પોતાના ખોળામાં સુકુમાલિકાને બેસાડીને આ પ્રમાણે કહે છે- “અવિનયી એવા સાગર વરની સાથે તારે શું પ્રયોજન છે? જેને તું મનપ્રિય થાય તેવા વરની સાથે હું તને પરણાવીશ.” કર્ણામૃત સમાન વચનો વડે ક્ષણ પૂરતું આશ્વાસન આપીને સ્વસ્થાનમાં વિસર્જન કરે છે. (૧૨૬).
કોઈક વખત સાગરદત્ત ઘરની અગાશી ઉપર ચડીને દિશાઓનું અવલોકન કરતો રાજમાર્ગમાં જીર્ણવસ્ત્રવાળા અને મોટા ઠકરાવાળા એક દ્રમુકને જુએ છે. તેને પોતાને ઘરે ૧. મરણ થાય તેવું સંકટ આવી પડ્યું હોય અને તે સમયે કાગડો તે મરણસંકટથી નાશી છુટે તેમ. ૨. દુર્ભાગ્યની અર્ગલા = દુર્ભાગ્યની શ્રેણી-પરંપરા.