________________
૨૧૪
ઉપદેશપદ : ભાગ-૨ જોઇને રોષાતુર થયેલા નારદઋષિ વિચારે છે. પાંચ પાંડવોના લાભથી ગર્વિષ્ટ થયેલી પાપીણીને ઘણી શોક્યોની વચ્ચે એવી રીતે નાખુ જેથી મોટા ઇર્ષાના શલ્યથી તેવા દુઃખને અનુભવે. (૨૧૦)
પછી ઊડીને ધાતકીખંડના ભરતક્ષેત્રમાં અમરકંકા નામની નગરીના પદ્મનાભ રાજાની પાસે ગયા. તેણે તેને પ્રણામ કર્યો એટલે નારદે તેની પાસેથી અર્થ ગ્રહણ કર્યું. પછી અંતઃપુરની અંદર રહેલા તેણે નારદમુનિને પૂછ્યું કે મારે જેવું અંતઃપુર છે તેવું અંતઃપુર બીજા કોઈને છે? કંઇક હસતા નારદમુનિ કહે છે કે જન્મથી પણ કૂવામાં રહેલો દેડકો જેણે ક્ષીરસમુદ્ર જોયો નથી તે માને છે કે આનાથી મોટું બીજું કોઈ નગર નથી. એ પ્રમાણે તું પણ બીજા રાજાઓના અંતઃપુરને નહીં જોતો પોતાના અંતઃપુર સમાન કોઈ નથી એમ માને છે. (૨૧૫)
જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગરમાં પાંડુ રાજાના પાંચ પાંડવોને દ્રૌપદી નામે પત્ની છે તેના પગના અંગુઠા બરાબર તારું અંતઃપુરનું રૂપ નથી, દેવ-અસુર-ખેચરોની સુંદર સ્ત્રીઓ પણ તેની અંગુઠાને તોલે નથી. જે દુર્લભ હોય અને જે દૂર હોય અને જે જે પરને આધીન હોય તેના વિશે લોક પ્રાયઃ રાગવાળો થાય છે, પણ બીજા રૂપમાં નહીં. આ પ્રમાણે તેના વચન સાંભળીને પ્રચંડ પવનથી પ્રેરાયેલી આગની જેમ તેનો કામ નિર્ભર ઉન્માદને કરતો સુતીવ્ર ઉછળ્યો. પછી તે પૂર્વભવના મિત્ર દેવને સાધવા અમનો તપ કરે છે. અમને અંતે તે દેવ સ્વંય જ પદ્મનાભને કહે છે કે તારે જે સાધવું ઉચિત છેતે કહે. પદ્મનાભ આ પ્રમાણે કહે છે- જંબૂદ્વીપના ભરતક્ષેત્રના હસ્તિનાપુરથી પાંચ પાંડવોની પત્ની, દ્રુપદરાજાની પુત્રી, ભુવનાંગણમાં શ્રેષ્ઠ દ્રૌપદી દેવીને હું ઇચ્છું છું. તેને તું અહીં લઈ આવ. પછી આ દેવ કહે છે કે આવું કયારેય બની શકશે નહીં. કેમકે તે પાંચ પાંડવોને છોડીને તે કોઇને ઇચ્છતી નથી. પરંતુ તારું પ્રિય કરવા માટે તેને હું અહીં લાવી આપું છું. યુધિષ્ઠિરની સાથે સૂતેલી દ્રોપદીનું રાત્રે અપહરણ કરે છે, અને પદ્મનાભના ઘરે લાવે છે, અને અશોકવનિકામાં સ્થાપે છે. તથા યથાવૃત્તાંતને જણાવીને પોતાના સ્થાને પાછો ફરે છે. તત્ક્ષણ જાગેલી તે જેટલામાં જુએ છે તેટલામાં તે ભવન અને ઉપવનને જોતી નથી અને વિચારે છે. અહોહો! આ શું? કોઈ દેવ કે દાનવ વડે હું કોઇ રાજાના ઘરે લવાઈ છું. નહીંતર ક્ષણથી આવું કેમ બને? સ્નાન કરીને, શૃંગાર સજીને પદ્મનાભ પણ અંતઃપુરની સાથે જ્યાં દ્રૌપદી છે ત્યાં જાય છે તેટલામાં ચુરાઈ ગયો છે મનનો સંકલ્પ એવી દ્રૌપદીને જુએ છે. તેણે દ્રૌપદીને પૂછ્યું: તું આમ કેમ વિરસ રડે છે? પૂર્વના મિત્રદેવે મારા માટે તમે અહીં લાવી છે. તેથી તે ભદ્ર! તું મારી સાથે રમણ કર. આ સર્વ પણ તારો પરિવાર છે. પછી દ્રૌપદી કહે છે-દ્વારિકા નગરીમાં