________________
ઉપદેશપદ : ભાગ-૨
૨૧૩
- હવે પ્રશસ્ત દિવસે દ્રૌપદી કન્યાને સર્વથી ઈચ્છતા સર્વે રાજાઓ પરંપરાગત ક્રમથી સિંહાસન ઉપર બેઠા અને તે દ્રૌપદી પણ સ્નાન કરી ગૃહચૈત્યોને વંદન કરીને પૂર્વોક્ત રોહિણી કન્યાની જેમ ત્યાં સ્વયંવર મંડપમાં આવી. સાક્ષાત્ કોઈપણ રાજાના મુખકમળને નહીં જોતી દર્પણમાં સંક્રાંત થયેલા મુખકમળને જોવા લાગી. જે જે રાજાને જુએ છે તે તે રાજા પસંદ પડતો નથી. પછી જેટલામાં બેઠેલા પાંચ પાંડવોની આગળ ગઈ અને તેઓને જોયા એટલે સ્વભાવથી તે એક પગલું આગળ કે પાછળ જવા ઇચ્છતી નથી. પૂર્વના નિયાણાના વશથી જલદીથી તેઓના ગળામાં વરમાળા આરોપે છે. પછી આનંદનો સમૂહ ઉભરાયો છે એવા વસુદેવ વગેરે સર્વ રાજાઓ જય જય નાદ બોલીને કહે છેઅહો! તેનું સુવરણ થયું. દ્રુપદને ધન્ય છે, ચુલનીને ધન્ય છે, જેઓની પુત્રી નરશ્રેષ્ઠ પાંચ પતિઓને સાથે વરી. પાણિગ્રહણ કરાવ્યું ત્યારે કુપદ રાજા દ્રૌપદી પુત્રીને આઠક્રોડ સુવર્ણ અને આઇક્રોડ રૂપું આપે છે.
પછી ઉત્તમ સત્કાર કરી બીજા રાજાઓને રજા આપી. વિસ્મિત હૃદયવાળા સર્વે પોતપોતાના સ્થાને પહોંચ્યા. પાંચ પુત્રો અને દ્રૌપદી વહુની સાથે ઘણો શોભતો પાંડુ રાજા દ્રુપદ વડે પોતાના નગરમાં વિસર્જન કરાયો. તે પાંચ પાંડવો વારા પ્રમાણે દ્રૌપદીની સાથે ઉદાર ભોગોને ભોગવતા દિવસો પસાર કરે છે. (૨૦૦)
ક્યારેક પણ પાંડુરાજા યુધિષ્ઠિર વગેરે પાંચ પુત્રો, કુંતી અને દ્રૌપદીને સાથે અંતઃપુરની અંદર બેઠેલો રહે છે ત્યારે રણકંડુપ્રિયે, દર્શનથી અતિપ્રસન્ન, હૈયાથી અતિકલુશ, બહારથી શ્રેષ્ઠ માધ્યથ્યને બતાવતા, કાળા મૃગના ચર્મના વસ્ત્રવાળા, હાથમાં ઉત્તમદંડ અને કમંડલુને ધારણ કરતા, યજ્ઞોપવીત અક્ષમાલાથી યુક્ત, નવી મુંજ મેખલાથી યુક્ત, વીણા અને ગંધર્વ વાજિંત્ર વગાડવામાં લીન, દક્ષિણાપૂર્વકના કજિયાને ઇચ્છતા નારદમુનિ કયાંયથી પણ આવી ચડ્યા. તેને આવતા જોઈને પુત્રો અને કુંતાદેવી સહિત પાંડુરાજાએ અભુત્થાન કર્યું, પ્રદક્ષિણા પૂર્વક વંદે છે, નમસ્કાર કરે છે. પાણીના બિંદુઓથી સ્પર્શાઇને કોમળ કરાયેલ દર્ભવાસ ઉપર પાથરેલ બૃષી (ઋષિનું આસન) અપાયે છતે નારદમુનિ તેના ઉપર બેઠા. ત્યારે અંતઃપુર પરિવાર સહિત પાંડુરાજા જેટલામાં કુશળ સમાચાર પૂછે છે તેટલામાં પોતાના આગતાસ્વાગતમાં પરામુખ દ્રૌપદીને જોઈ. આ નારદમુનિ મિથ્યાદષ્ટિ અથવા અસંયત છે તેથી મારે આને પ્રણામ કરવા ઉચિત નથી તેથી તે ઉપેક્ષા ભાવથી રહી. પછી તે દ્રૌપદીને તેવી ૧. રણકંડુપ્રિય- રણ એટલે લડાઈ, કજિયો. કંડ એટલે ખણજ, ઉત્સુક્તા. કજિયો કરાવવાની ઉત્સુક્તા જેને
પ્રિય છે એવા નારદમુનિ. ૨. નવા મુંજમેખલા-મુંજગનામના વૃક્ષમાંથી બનેલ કંદોરાથી સહિત.