________________
૨૧૧
ઉપદેશપદ : ભાગ-૨
શીલાંગને ધારણ કરે છે.. નજીકમાં રહેલી ગોપાલિકા સાધ્વીઓને વંદન કરીને પૂછે છે– તમારા વડે અનુજ્ઞા અપાયેલી ઉદ્યાનના નજીકના સુભૂમિભાગમાં હંમેશા છઠ્ઠને પારણે છઠ્ઠ તપને આચરતી સૂર્ય સન્મુખ આતાપના લેવા ઇચ્છું છું. પછી આર્યાઓ કહે છે કે આર્યે! આપણે સાધ્વીઓને ગ્રામાદિની બહાર આવો કાઉસ્સગ્ગ કરવો કલ્પતો નથી. પગના તળિયા સુધી જેઓનું શરીર વસ્ત્રોથી ઢંકાયેલું હોય એવી આપણે સાધ્વીઓને ચારે તરફ ફરતી દિવાલવાળા ઉપાશ્રયની અંદર આતાપના લેવી ઉચિત છે. તેના વચનને અવગણીને ઇચ્છા મુજબ આતાપના લેવા લાગી. (૧૫૩)
હવે ક્યારેક ઉદ્યાનમાં સુભૂમિભાગમાં આતાપના લેતી સુકુમાલિકા સાધ્વી, પાંચ સેવક પુરુષોથી સેવાતી, અત્યંત સ્વરૂપવાન દેવદત્તા નામની વેશ્યાને જુએ છે. તે પાંચમાંથી એક માથાનો અંબોડો રચે છે, એક પગની ચંપી કરે છે, એક મસ્તક ઉપર ક્ષત્ર ધરે છે, એક ચામર ઢાળે છે, એક ખોળામાં લઇને બેસે છે. સૌભાગ્યના પ્રકર્ષને પામેલી તેને જોઇને વિચારે છે કે દુર્ભાગ એવી મારે એક સાગર આદરવાળો ન થયો, જ્યારે આનો તો પાંચ પુરુષો આદર કરનારા થયા. તેથી આણે જન્મ અને જીવિત સફળ બનાવ્યું છે અને પોતાના સૌભાગ્યની સરસાઇથી ઇચ્છા મુજબ જીવી શકે છે. તેથી જો મારા આ તપનિયમનું ફળ હોય તો હું પોતાના સૌભાગ્યથી સર્વ મહિલા વર્ગમાં શ્રેષ્ઠ થાઉં. આ પ્રમાણે નિયાણું કરીને આ ભવમાં કંઇપણ સૌભાગ્યને નહીં અનુભવતી શરી૨ વસ્ત્રાદિની પ્રક્ષાલન પ્રવૃત્તિમાં પડી. ગણિનીએ કહ્યુંઃ તારે સર્વથા આવી પ્રવૃત્તિ કરવી ઉચિત નથી.
આ પ્રમાણે તારા તથા બીજાના પણ ચારિત્રનો ભંગ થાય છે અને બીજું, આ ચારિત્રભંગ ભવાંતરમાં તને દારૂણ ફળ આપનારો થશે. તેથી ધર્મમય સદાચારી સુકુળમાં જન્મેલી તારે આ ભંગ કરવો ઉચિત નથી. આ પ્રમાણે અનેકવાર કહેવાયેલી પ્રેરણાને નહીં સહન કરતી પોતાની ઉપધિથી સહિત જુદા ઉપાશ્રયમાં રહી. પાસસ્થાદિ પ્રમત્ત સાધુઓના જેટલાં સ્થાનો છે તેને સેવવા લાગી, પણ યથાસ્કંદ સ્થાનોને સેવતી નથી. તેવા પ્રકારની વિધિથી ઘણાં વરસો સુધી વિચ૨ીને (ચારિત્ર આચરીને) પંદર દિવસનું અનશન કરીને ચરમ કાળમાં ઇશાન દેવલોકમાં નવ પલ્યોપમના ઉત્કૃષ્ટ આયુષ્યવાળી ગણિકા દેવી થઈ. (૧૬૭)
૧. પ્રમત્તસ્થાનો— સાધુના અવંદનીય પ્રમત્ત સ્થાનો પાંચ છે. (૧) પાસસ્થા (૨) અવસત્ર (૩) કુશીલ (૪) સંસક્ત અને (૫) યથાચ્છંદ. તેમાં પ્રથમના ચાર સ્થાનો પાંચમા યથાસ્કંદની અપેક્ષાએ અલ્પદોષવાળા છે જ્યારે યથાસ્કંદ મોટા દોષવાળો છે. કેમકે તેમાં સ્વચ્છંદીપણું છે. અહીં સુકુમાલિકા સાધ્વી યથાચ્છંદને સેવતી નથી. વિશેષ ગુરુવંદનભાષ્યમાંથી જાણવું.