________________
૨૦૪
ઉપદેશપદ : ભાગ-૨
કરવું યોગ્ય છે નહીંતર ભાઈપણાનું ફળ નિષ્ફળ થાય. શાસ્ત્રોની અંદર મહર્ષિઓ આ પ્રમાણે જણાવે છે. સાથે ભોજન, સાથે વાર્તાલાપ, સાથે પ્રશ્નો અને સમાગમ આ જ્ઞાતિઓના કાર્યો છે તેને ક્યારેય રુંધવા ન જોઈએ. તેઓએ આ વાતનો પરસ્પર સ્વીકારી કર્યો, એ પ્રમાણે પ્રવૃત્તિ કરવા લાગ્યા. તે જ પ્રમાણે ભોજન કરીને હંમેશા જ વિશ્વાસપૂર્વક વર્તવા લાગ્યા. (૧૧)
કયારેક સર્વ ભવ્યજીવો રૂપી કમળને વિકસવા માટે સૂર્ય સમાન, નવા વાદળના અવાજ જેવા ગંભીર સ્વરવાળા, ઘણા પરિવારવાળા, બહુશ્રુતવાળા, દુષ્કર ચારિત્રને પાળતા, ક્રમથી વિહાર કરતા ધર્મઘોષ નામના આચાર્ય ત્યાં ચંપાનગરીમાં પધાર્યા. ઉદ્યાનના ઇશાન ખૂણામાં રમ્ય ભૂમિભાગમાં શાસ્ત્રમાં કહેલી વિધિથી ઉતર્યા. યુભિત સમુદ્રના મોજા સમાન નગરનો લોક ધર્મના અનુરાગથી તેમને વંદન કરવા માટે હર્ષપૂર્વક નીકળ્યો. સ્વશાસ્ત્ર અને પર શાસ્ત્રના મર્મને જાણતા ગુરુવડે કાનને માટે અમૃતના પૂર સમાન મનોહર ધ્વનિથી કહેવાતો ધર્મ લોકોએ સાંભળ્યો. જેમકે–
હે ભવ્યો! એક ક્ષણ મનને સમાધિમાં સ્થાપીને કહેવાતા નિર્મળ ઉપદેશના લેશને સાંભળો. પ્રથમ તો મનુષ્ય ભવ અતિ દુર્લભ છે. તે મળી ગયા પછી આર્યક્ષેત્ર વધારે દુર્લભ છે, ત્યાર પછી શુદ્ધ કુળ, જાતિ, સંપૂર્ણ આરોગ્ય, પંચાંગ પરિપૂર્ણતાની સામગ્રી મળવી વધારે દુર્લભ છે. તેમાં પણ મહાદ્રહમાં રહેલા કાચબાને ચંદ્રમંડળના દર્શન દુર્લભ છે તેમ જીવોને પુણ્ય વિના જિનધર્મની પ્રાપ્તિ થવી દુર્લભ છે. જિનધર્મ પ્રાપ્ત થયા પછી પણ પાત્રતા વિનાના પ્રમાદી જીવો સમુદ્રમાં ગુમાવેલા ચિંતામણિ રત્નોની જેમ મનુષ્ય ભવ ગુમાવી દે છે. તેથી જિનધર્મને પામીને પણ કુશળ પુરુષોએ સ્થિરતા માટે આ (હવે કહેવાતા) અનુષ્ઠાનોને સેવવા જોઈએ. (૧) જિનશાસનનો અનુરાગ (૨) નિત્ય સુસાધુઓના સંગનો અત્યાગ (૩) સમ્યકત્વ અને (૪) શ્રુતનો અભ્યાસ તથા (૫) સંસારના ભાવનો અનુલ્લાસ અર્થાત્ નિર્વેદ. મરુપથનો મુસાફર જેમ કલ્પવૃક્ષને મેળવે, સમુદ્રમાં ડૂબતો જેમ વહાણને મેળવે, દારિત્ર્યના ઉપદ્રવથી પીડાયેલો જેમ ચિંતામણિ રત્નને મેળવે તેમ હે જીવ! કેવલીઓના નાથ તીર્થકરો વડે કહેવાયેલ ધર્મની તને હમણાં કોઈક રીતે પ્રાપ્તિ થઈ છે. તેથી તું ખરેખર મહાપુણ્યશાળી છે. રે જીવ! જગતમાં ઇદ્રપણું વગેરે સર્વ પણ ભાવો મળવા સુલભ છે પરંતુ મોક્ષસુખને સાધી આપનાર શુદ્ધ જિનધર્મની પ્રાપ્તિ થવી દુર્લભ છે. તેથી આ શુદ્ધ ધર્મને જ આગળ કરીને પાપપ્રવૃત્તિને ઓછી કરીને તારે વર્તવું ઉચિત છે, કેમકે આ ક્ષણ દુર્લભ છે. એ પ્રમાણે ભવથી વિરક્ત થયેલાએ હંમેશા પણ આત્માને અનુશિક્ષા આપવી જોઈએ જેથી તેને જિનમતનો વિરહ કયારેય ય