________________
૨૦૨
ઉપદેશપદ : ભાગ-૨ વસ્ત્ર આદિ ઝોળી તૈયાર કરવા રૂપ તૈયારી કરી. અર્થાત્ વિહાર સંબંધી બીજી જે કાંઈ તૈયારી કરવાની હોય તે સર્વ અહીં ગ્રહણ કરવું. પછી જવાની વેળા થઈ ત્યારે કોઈક નિમિત્ત દોષથી ગુરુનું ઉપાશ્રયમાં પાછું આવવું થયું. ગુરુએ મધુર વાણીથી કહ્યું કે સમ્યગૂ જોઈ પ્રમાજીને યથાસ્થાને ઉપકરણને મૂક. તેણે એકાએક ઉત્પન્ન થયેલા કેટલાક ક્રોધના પરિણામથી શું અહીં ઉપકરણ મૂકવાના સ્થાને કોઈ સોપ છે? એમ ગુરુને સામું પૂછ્યું. મુહૂર્ત પછી તીવ્ર પશ્ચાત્તાપને પામેલા સંવિગ્ન મનમાં ભાવના કરે છે. કેવી રીતે ભાવના કરે છે
અહોહો! મેં ગુરુને અનુચિત ઉત્તર આપ્યો. કેમકે વિકલ્પ વિના ગુરુનો આદેશ પાળવો જોઈએ. આ પ્રમાણે સંવિગ્ન થયા પછી ગુરુની અધિષ્ઠાયિકા દેવીએ અનુગ્રહ કર્યો. કેવી રીતે? આદાન ભાંડ માત્ર નિક્ષેપ સ્થાનમાં રહેલ સર્પના દૃષ્ટાંતથી સંવેગ થયો પછી સારી રીતે દેખવાથી તીવ્ર શ્રદ્ધાથી યુક્ત વિચારભૂમિથી આવેલાના હાથમાંથી દાંડો લેવો અને મૂકવો એવો અભિગ્રહ મારે લેવો જોઈએ એમ સર્વગચ્છમાં પ્રતિજ્ઞાવાળો થયો. પછી સ્વગચ્છના બીજા પણ સાધુઓનું આગમન તે ગચ્છમાં નિત્ય થયું. અભુત્થાન, પાદપ્રમાર્જન, દાંડાનું ગ્રહણ, તેને સ્થાને મૂકવું, આસન પ્રદાન, આદિ સાધુ સમાચારીનું પાલન કરતા અમૃત પાનની જેમ અત્યંત પ્રીતિ પામે છતે આદરથી ઉપર નીચે અને દંડ મૂકવાના સ્થાનની પ્રમાર્જનમાં સમુક્ત થયો. અહીં નીચેથી ઉપર એમ આ બંને પદોનું વ્યત્યય બતાવ્યું છે તે છંદ ભંગના ભયે કરવામાં આવ્યું છે. પરંતુ ઉપરથી નીચે એમ જાણવું. બીજે પણ કહ્યું છે-“ઉપર અને નીચે પ્રમાર્જીને દાંડાને સ્વસ્થાને મૂકવું.” પછી આણે માવજીવ સુધી અભિગ્રહનું આ પ્રમાણે પાલન કર્યું. એકવાર ગ્લાન અવસ્થામાં પણ તેના ભાવ ન પડ્યા. ત્રિકરણ શુદ્ધ ભાવથી કોઇક વખતે ક્રિયાના અભાવમાં પણ આ સમિતિનો આરાધક ભાવ અતૂટ રહ્યો. આ આરાધક બન્યું છતે શેષ સાધુઓના આરાધક ભાવમાં નિમિત્ત બન્યો. કારણ કે ભાવમાંથી બીજાભાવની ઉત્પત્તિ નક્કીથી થાય છે.
પાંચમી સમિતિમાં ધર્મરુચિ ક્ષુલ્લકનું ઉદાહરણ કોઈ એક ગચ્છમાં અંડિલ-માત્ર-કફ-નાકનું પ્લેખ-ચામડીનો મેલ આદિ પરઠવવા સ્વરૂપ પાંચમી સમિતિથી યુક્ત ધર્મરુચિ નામનો શુલ્લક હતો અને તેણે કોઈક રીતે અનાભોગાદિ કારણથી સંધ્યા સમયે ચંડિલ ભૂમિ ન જોઈ અને પ્રમાર્જન પણ ન કર્યું. પછી તે રાત્રે માગુ કરવાની ઇચ્છા કરતો નથી કારણ કે તે સ્પંડિલભૂમિમાં જીવ રક્ષાના અત્યંત આગ્રહવાળો હતો, માત્રુના રોધથી શરીરમાં પીડા થઈ. પછી દેવતાને અનુકંપા થઈ કે “આ મહાનુભાવ આ જ શરીરની પીડાથી મરણ ન પામે એવા પરિણામથી તે
૧. તે શબ્દ સમુચ્ચય તથા ભિન્નક્રમમાં છે.