________________
ઉપદેશપદ : ભાગ-૨
૨૦૩
દેવતાએ અકાળે પ્રભાત વિકુવ્યું જેથી સૂર્યનો ઉદય થયો છે એવો સમુદ્યોત થયો. પછી અંડિલભૂમિને જોઈ પ્રમાર્જીને માત્ર પાઠવ્યું. પછી ઉદ્યોતનો સંહાર થતા તુરત જ અંધકાર થયો. અહોહો! આ શું? એમ ઉપયોગ પ્રધાન બનતા દેવમાં ઉપયોગ ગયો અને દેવ સંબંધી નિશ્ચિય થયો. પછી તેણે મિથ્યાદુષ્કૃત આપ્યું કે મને સ્વાભાવિક કે કૃત્રિમ પ્રભાતના ભેદનું જ્ઞાન ન થયું. ૪૦
આ જ સમિતિમાં બીજા દષ્ટાંતને કહે છે
પૂર્વે કહેલા ધર્મરુચિ ક્ષુલ્લકની અપેક્ષાએ માસખમણનો તપસ્વી ધર્મરુચિ શ્રમણ દાંત છે. અને તે ક્યારેક પારણામાં ગોચરીએ ગયો ત્યારે કડવી તુંબડીનું શાક મેળવ્યું. ગુરુએ તેનું ભોજન કરવા ના પાડી. ભોજન કેવું હતું ? જેથી ના પાડી. તે કડવી તુંબડી ભોજન માટે અયોગ્ય હતી. સાધુએ તુંબડીનું ભોજન ગુરુને બતાવ્યું ત્યારે ગુરુએ કહ્યું કે તું આને પરઠવી દે. ૪૧
પછી ઇટ ભટ્ટે તેને પરઠવવા ગયેલ સાધુએ તુંબડીના ગંધથી આકર્ષાયેલી કીડીઓના મરણને જોઈને તે પ્રદેશમાં જ કરુણાથી કીડીઓના રક્ષણ સંબંધી અતિતીવ્ર દયાનો પરિણામ થયો એટલે સિદ્ધ સમક્ષ આલોચના કરીને તુંબડીનું ભોજન કરીને મારીને મહાસત્ત્વશાળી સુગતિમાં ગયો એ પ્રમાણે ગાથાનો શબ્દાર્થ છે. વિસ્તારાર્થ કથાનકથી જાણવો અને તે આ પ્રમાણે છે–
ધર્મરુચિ અણગારનું કથાનક આ જંબૂદ્વીપમાં દક્ષિણ ભારતના મધ્યખંડમાં આકાશને અડતા મહેલોવાળી ચંપાનામની શ્રેષ્ઠનગરી છે. ધવલ-ઊંચા દેવભવનો જેવા હજારો ભવનોથી શોભતો છે મધ્યભાગ જેનો એવી તે નગરીમાં પરસ્પર અત્યંત ગાઢ પ્રીતિવાળા સોમ, સોમદત્ત તથા ત્રીજો સોમભૂતિ નામથી ત્રણ પ્રખ્યાત સગા બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતા. પરસ્પર સર્વે ભાઈઓ ઘણાં વૈભવવાળા હતા. તેઓનો નિર્મળ વિસ્તૃત યશ જગતમાં પ્રસર્યો હતો. સર્વે વિશાળ ભવનવાળા હતા. બધા કોઇથી પરાભવ ન પામે તેવા હતા. તેઓને હૃદયપ્રિય, ચિત્તને અનુસરવામાં તત્પર, મિત-મધુરભાષી, પોતાના કુલ અને કર્મની મર્યાદાનો વિચાર કરનારી, સુકુમાલ હાથ-પગવાળી, સવગથી પરિપૂર્ણ મનોહર સ્ત્રીઓ હતી. તેઓ તેમની સાથે વિષયસુખો ભોગવતા દિવસો પસાર કરે છે. ૬.
હવે એક વખત તેઓ ભેગા થયા ત્યારે તેઓને આવા પ્રકારની વિચારણા થઈ કે આપણી પાસે ભોજન માટે, આપવા માટે, પરિભોગ માટે સાતમી પેઢી સુધી ચાલે તેટલી વિશાળ ઉત્તમ લક્ષ્મી છે. તેથી ત્રણેય પણ ઘરોમાં ક્રમથી પ્રતિદિન ભેગા થઈને ભોજન