________________
ઉપદેશપદ : ભાગ-૨
૧૯૧
મુનિ-આ નગરમાં અમારા એક ગ્લાન સાધુ છે તેથી અહીં રહીએ છીએ. સૈન્ય–તો પછી અહીં અમારા સૈન્યમાં કેમ ફરો છો? મુનિ–અમે આ નગરમાં પ્રતિબંધ મમત્વ) વિના વસીએ છીએ. સૈન્ય-તમે જાસૂસ છો. મુનિ–અમે જાસૂસ નથી પણ સાધુ છીએ. સૈન્ય તમે કેવા છો એમ કોણ જાણે છે?
મુનિ–અમે કેવા છીએ એમાં અમારો આત્મા સાક્ષી છે, પણ બીજા કોઈની અહીં સાક્ષી નથી અર્થાત્ અમારા આત્મામાં રહેલો સાધુત્વ ધર્મ અહીં સાક્ષી છે. તેથી આત્મસાક્ષીએ કહ્યું છે.
સૈન્ય–તમે આવા બાના કાઢીને અમારાથી છૂટી શકશો નહીં. મુનિ-તો તમે જે જાણો (તમને જે ઉચિત લાગે) તે કરો.
સૈન્ય–અમને અહીં મનમાં એક વિચાર થાય છે કે શું તમને એવી કોઈ શક્તિ ઉત્પન્ન થઈ છે કે જેથી તમો આવું બોલો છો ! અમે તમને જે પીડા કરશું તે તમે સહન કરશો?
મુનિસકલ તૈલોક્યમાં અધિક સામર્થ્યવાળા પુરુષવિશેષના શિક્ષણથી અમો સહિષ્ણુ બન્યા છીએ.
સૈન્ય–આ શક્તિમાન પુરુષ કોણ છે?
મુનિ–અતીત-અનાગત-વર્તમાન ત્રણેય કાળમાં રહેલી સર્વ વસ્તુને હથેળીમાં રહેલા મોટા મોતીની જેમ સતત જાણે છે, સકલ-સુર-અસુર અને મનુષ્યોના સમૂહથી વંદાનું છે ચરણરૂપી કમળ જેનું એવા સર્વજ્ઞ ભગવાન અરિહંત શક્તિમાન પુરુષવિશેષ છે.
પછી સંતોષપૂર્વક સૈન્ય વડે વિસર્જન કરાયેલા મુનિ સ્વસ્થાનમાં ગયા. આ પ્રમાણે ભાષાસમિત પુરુષને નગરાદિના અભિપ્રાયને પ્રગટ કરવું અનુચિત છે પરંતુ સંગત સાધુ જે ભાષાસમિતિપૂર્વક બોલ્યા તેમ બોલવું જોઇએ.
એષણાસમિતિ વિષે નંદિષેણ મુનિનું ઉદાહરણ પોતાને સૌભાગી માની બેઠેલા મનુષ્યોના અભિમાનનો પોતાના સહજ સૌભાગ્યથી જેમણે ચૂરો કર્યો છે, દશમા દશાહ, અંધકવૃષ્ણિ મહારાજાના પુત્ર, તત્કાળ હરિવંશની