________________
ઉપદેશપદ : ભાગ-૨
૧૯૩
પછી નંદિષેણ ગૃહવાસથી નિર્વેદ પામ્યો અને નંદિવર્ધન આચાર્યની પાસે દીક્ષા લીધી. પછી પૂર્વભવમાં કરાયેલા પાપોનો નાશ ઉગ્ર તપ વિના થવાનો નથી એમ માનતો નંદિષેણ છઠ્ઠના તપને કરનારો થયો. છઠ્ઠ એટલે છઠ્ઠભક્ત સમજવું અને તે છઠ્ઠભક્ત તપ પાંચ ભોજનના ત્યાગપૂર્વક કરાય છે અને છઠું ભોજન સ્વીકારાય છે. જે તપમાં પાંચ ભોજનના ત્યાગની મુખ્યતાથી બે ઉપવાસની સુધાને જે સહન કરે છે તે છઠ્ઠભક્ત તપ કહેવાય છે. તથા પોતાના સામર્થ્યનો વિચાર કરીને નંદિષેણ હવે કહેવાશે એ અભિગ્રહને ગ્રહણ કરે છે. તેને કહે છે- બાળ ગ્લાનાદિ એટલે કે બાળ-રોગી-વૃદ્ધપ્રાથૂર્ણક-આચાર્ય-ઉપાધ્યાય-તપસ્વી-શૈક્ષક આદિ ભેટવાળા સાધુઓને અન્નપાનાદિ વગેરે લાવી આપવા સ્વરૂપ વેયાવચ્ચ મારે એકલાએ જ કરવી પણ બીજા કોઈના ઈચ્છાકારનો વિષય ન બનવું, અર્થાત્ મારે કોઈની પણ પાસે વેયાવચ્ચ ન કરાવવી. એ પ્રમાણે અભિગ્રહને લઈને નિધિના લાભથી પણ અધિક સંતોષને ધારણ કરે છે. અને તીવ્ર શ્રદ્ધા રાખી તેનું પાલન કરે છે. અને ચારે પ્રકારના શ્રીશ્રમણ સંઘમાં પ્રખ્યાત થયો ત્યારે શક્રેન્દ્ર તેના વેયાવચ્ચાદિ ગુણોની પ્રશંસા કરી. પછી શકેન્દ્ર કરેલા ગુણોની પ્રશંસાની શ્રદ્ધા નહીં કરતો કોઈ એક દેવ અહીં આવ્યો અને તેણે સાધુના બે રૂપ કર્યા. તેમાંનો એક ગ્લાન બની અટવીમાં રહે છે અને બીજા રૂપે જ્યાં નંદિપેણ સાધુ છે ત્યાં ઉપાશ્રયમાં ગયો અને કહે છે કે અટવીમાં એક ગ્લાન સાધુ રહેલા છે. ગ્લાનની વેયાવચ્ચમાં જેને શ્રદ્ધા છે તથા જેને વેયાવચ્ચ કરવામાં રસ છે તેવો કોઈ સાધુ અહીં હોય તો તે વેયાવચ્ચ કરવા હમણાં જ તૈયાર થાય. છઠ્ઠનો તપ કરીને પારણું કરવાની તૈયારી કરતા કોળિયો ભરવા ગયો તેટલામાં નંદિષેણે તેનું વચન સાંભળ્યું અને એકાએક ઊભો થઈ ગયો અને પૂછે છે તમારે કઈ વસ્તુની ખાસ જરૂર છે? તે સન્નિવેશમાં દ્રાક્ષપાનાદિની ઉપલબ્ધિ નથી તો તેની ખાસ જરૂર છે એમ દેવસાધુએ કહ્યું. પછી નંદિષેણ પાણી લેવા માટે ઉપાશ્રયમાંથી નીકળ્યો અને ભૂખ તરસથી કૃશશરીરી નગરમાં ગવેષણા કરે છે ત્યારે તે દેવ પાણીની અશુદ્ધિરૂપ અનેષણા કરે છે અને તે સાધુ તેનું વારણ કરતો નથી. આ પ્રમાણે એકવાર, બેવાર પાણી માટે ફરે છે છતાં એષણીય પાણી ન મેળવ્યું. ત્રીજી વખતે મેળવ્યું. (૨૧)
પછી અનુકંપા(દયા)થી ઉતાવળ કરતો નંદિષેણ તે સાધુ પાસે ગયો ત્યારે તે ગ્લાન સાધુએ નંદિષણને નિષ્ફર વાક્યોથી ભર્સના કરી. અનુકંપનીયતાને પામેલો તે ગ્લાન જ ગુસ્સે ભરાયો. તેણે ભ્રકુટિના ભંગાદિથી કોપ વિકારને બતાવ્યો. કેવી રીતે? હે મંદભાગ્ય! હે પાતળા પડેલા પુણ્ય સમૂહવાળા! હે અત્યંત અસારતાથી ફોતરાની જેમ ફૂંક મારવા
૧. છઠ્ઠના આગલા દિવસે એક ભક્તનો ત્યાગ, છઠ્ઠના ( બે દિવસના) ચાર ભક્તનો ત્યાગ, આમ પાંચ
ભક્ત ભોજનનો ત્યાગ કરવાપૂર્વક છઠ્ઠ કરાય છે.