________________
૧૯૨
ઉપદેશપદ : ભાગ-૨
ઉત્પત્તિમાં પિતામહ થયેલા, કૃષ્ણવાસુદેવના પિતા એવા વસુદેવ પૂર્વજન્મમાં એષણાસમિતિમાં ઉદાહરણ છે. તેને જ બતાવે છે–
મગધદેશમાં નંદીગ્રામમાં વિમ્ જાતિમાં ગૌતમ નામે બ્રાહ્મણ હતો જે ભિક્ષાનો અર્થી થઇને પ્રામાદિમાં કુંભારના ચક્રની જેમ ભિક્ષા માટે ફરે છે તેથી તે ભિક્ષાચર કહેવાયો. તે ગૌતમ ભિક્ષાચરની ધારણી નામે સ્ત્રી હતી. આ પ્રમાણે કુટુંબધર્મ પ્રવૃત્ત થયે છતે, કેટલોક કાળ ગયા પછી તે ધારણીને કોઈપણ ગતિમાંથી આવેલા જીવથી ગર્ભ રહ્યો. તે જીવ સ્વભાવથી જ ઇચ્છિત સિદ્ધિમાં કારણભૂત પુણ્ય સમૂહથી રહિત હતો, અર્થાત્ તે ગર્ભ પાપના ઉદયવાળો હતો. આથી જ ગૌતમનામનો બ્રાહ્મણ મરણ પામ્યો. ક્યારે? તેના ગર્ભમાં આવવા પછી છેકે માસે ગૌતમનું મરણ થયું. અને જન્મ થયો ત્યારે ધારણી માતા મરણ પામી. પછી મામાએ તેને પાળી પોષીને મોટો કર્યો અને તેનું નંદિષેણ નામ રાખ્યું. ત્યાં જ મામાના ઘરે ખેતીપશુપાલન આદિ કાર્ય કરવા લાગ્યો. તેનો મામો કાર્યથી નિશ્ચિત થયો. (૧૩)
આ પ્રમાણે કાળ પસાર થાય છે ત્યારે બીજાના દુઃખમાં મગ્ન થયેલો લોક તેને ભરમાવવા લાગ્યો. કેવી રીતે ભરમાવે છે? આ ઘરમાં ધનાદિની ઘણી વૃદ્ધિ થયે છતે તારી માલિકીનું કંઈપણ નથી. નંદિષણ ગૃહકાર્યમાં મંદ આદરવાળો થયો ત્યારે વૃત્તાંતને જાણેલા મામાએ કહ્યું: સ્વભાવથી જ આ ગામ પરગૃહને સંતાપ કરનારું, ઉદ્ધતમુખવાળું છે. તેથી તું લોકોના વચન ન સાંભળ. કેમકે લોક બીજાના ઘર ભાંગવામાં રાજી છે. મારે ઘરે ત્રણ પુત્રીઓ છે તેમાંથી જે સૌથી મોટી છે તે યૌવન પામેલી છે તેને હું આપીશ.
આ પ્રમાણે મામાએ કહ્યું ત્યારે તે કામ કરવા પ્રવૃત્ત થયો. કાળથી વિવાહનો સમય આવ્યો ત્યારે પિતાવડે વિવાહ નજીકમાં નક્કી કરાયે છતે તૂટેલા ઓષ્ટપુટવાળા મુખને કારણે જેના દાંતો દેખાય છે, ચિપિટ નાકવાળો, અતિ ઊંડી ઊતરેલી આંખવાળો, ઘોઘરા સ્વરવાળો, મોટી ફાંદવાળો, ટૂંકી છાતીવાળો, વાંકાચૂંકા પગવાળો, ભમરા-ગાય-સાપ જેવી કાળી કાયાવાળો, જાણે સાક્ષાત્ પાપનો જ ન હોય! એવા મંદિરેણને જોઈને તે મોટી પુત્રી તેને પરણવા ઇચ્છતી નથી, અને બોલી જો તમે મને આની સાથે પરણાવશો તો હું નક્કીથી પ્રાણત્યાગ કરીશ. પછી નંદિષેણ ખિન્ન થયો અને ગૃહકાર્યમાં મંદ આદરવાળો થયો. મામો કહે છે–જો કે મોટી પુત્રીએ તને ન ઇક્યો તો પણ હું તને બીજી પુત્રી પરણાવીશ. તે બીજી પુત્રી પણ પૂર્વની જેમ તેને પરણવા ઇચ્છતી નથી. પછી મામાએ ત્રીજી પુત્રી પરણાવવા કબુલ્યું. આ પ્રમાણે પ્રથમ પુત્રીની જેમ ત્રીજી પણ પરણવા ઇચ્છતી નથી. (૧૫)