________________
૧૯૭
ઉપદેશપદ : ભાગ-૨
પછી વસુદેવે વિચાર્યું કે ખરેખર સૌર્યપુરના લોકોએ મારા સંબંધી સ્પૃહા (મમત્વ)નો ત્યાગ કર્યો છે અને આ પ્રમાણે ચેષ્ટા વિનાનો થયો છે. આથી હવે મારે વિચરવું ઉચિત છે. પછી તે સૌભાગ્યનો સમુદ્ર તેમ કરવા પ્રવૃત્ત થયો. પછી વિજયસૈન્ય નામના નગરની બહાર રહ્યો. ત્યાંના રહેવાસી લોકે જોયું અને પૂછ્યું: તમે કોણ છો? અથવા તમે અકસ્માતુ અહીં કેવી રીતે આવ્યા. પૂછાયેલા વસુદેવે આ પ્રમાણે કહ્યું હું બ્રાહ્મણ પુત્ર છું. વિદ્યા ભણવા અહીં આવ્યો છું. ખુશ થયેલા લોકોએ કહ્યું આ વાવડીમાં સ્નાન કર અને શરીરના થાકને ઉતાર. તેણે તે મુજબ કર્યું. પછી નગરજનોની સાથે અશોકવૃક્ષની ગાઢ શીતળ છાયામાં બેઠો.
પછી નગરના લોકોએ તેને કહ્યું: સાંભળ, હમણાં આ નગરમાં વિજય નામનો રાજા છે જે દુર્વાર વૈરી રૂપી હાથીનું મર્દન કરવા સિંહ સમાન છે. રાજાને સુજયા નામે દેવી છે. તેના ગર્ભથી બે પુત્રીઓ જન્મી છે. તેમાંની એકનું નામ શ્યામા છે, બીજીનું નામ પરા છે. તેઓએ ગાંધર્વ નૃત્યમાં શ્રેષ્ઠ પ્રવીણતા મેળવી છે. ખુશ થયેલા પિતાએ તે બેનો સ્વયંવર વિધિ કર્યો છે. જો તારું ગીત અને નૃત્યમાં કૌશલ્ય છે તો તું ત્યાં જા. કારણ કે તે બેએ સર્વલોકની સમક્ષ પ્રતિજ્ઞા કરી છે કે ગીત અને નૃત્યમાં જે પારંગત છે તે અમારો પતિ થશે. અમે રાજાવડે આદેશ કરાયા છીએ કે રૂપાળો, તરુણ પુરુષ પછી તે બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય જે ગીત-નૃત્યમાં વિશારદ હોય તેને તમારે જલદી અહીં લાવવો. વસુદેવે તેઓને કહ્યું: મારી પાસે પ્રસ્તુત વિદ્યામાં તેવી કોઈક શિક્ષા છે. પછી તેઓએ રાજાને વસુદેવ બતાવ્યો, અર્થાત્ રાજા પાસે લઈ ગયા. સ્નેહભીની દૃષ્ટિથી રાજાએ તેને જોયો અને સત્કાર કર્યો. તે જ રાજભવનમાં રહ્યો. તેણે ગંધર્વ અને નૃત્યના અભ્યાસના દિવસે તે બે સુંદર કન્યાઓને જોઈ. વિકસિત ચક્ષુ રૂપી કમળવાળી, હાથીના કુંભ જેવી સ્તનવાળી, ગંગાના કિનારા જેવી વિસ્તૃત શ્રોણિમંડળવાળી, ઉન્મત્ત કોયલના જેવી સ્વરવાળી, કોમળ સ્વરવાળી (બોલનારી) એવી તે બે ગંધર્વ અને નૃત્યશાસ્ત્રમાં નિપુણ હોવા છતાં વસુદેવવડે કંઇક વિશેષ બોધ કરાઇ. સંતુષ્ટ ચિત્તવાળા રાજાએ પ્રશસ્ત દિવસે તે બેનો તેની સાથે પાણિગ્રહણ કરાવ્યો અને અડધું રાજ્ય આપ્યું. તેઓના સંગમાં પરાયણ વિધ્યપર્વતના હાથીની જેમ જેટલામાં સ્વચ્છેદથી વિચરે છે તેટલામાં તે બે પત્નીઓએ પૂછ્યું: તમે સર્વ કળાઓ કેવી રીતે ભણ્યા. પ્રણય પ્રરૂઢ થયો ત્યારે તેણે સાચી હકીકત કહી. શ્યામા ગર્ભવતી થઈ અને પુત્રને જન્મ આપ્યો. ત્યાં વસતા તેણે પુત્રનું નામ અક્રૂર કર્યું. આ વસુદેવ છે એમ લોકોને ખબર પડી ગઈ એટલે તે નગરમાંથી નીકળી ગયો અને બહુવિસ્મયકારક પૃથ્વી પર ભમતો પ્રચંડ પરાક્રમી યૌવનથી ઉન્નત શરીરવાળી વિજયસેના વગેરે કન્યાઓને પરણ્યો. કાળક્રમે આ કૌશલ નામના દેશમાં આવ્યો. ત્યાં આકાશમાં રહેલી ૧. માષિતા અહીં ડૂત પ્રત્યય વાળા અર્થમાં લાગેલ છે. જેમકે–તરિત નમ: તારાવાળું આકાશ.