________________
ઉપદેશપદ : ભાગ-૨
૧૯૯ જોયા. પછી તેના કંઠદેશમાં વિકસિત પારિજાતાદિ કસુમોથી ગુંથેલી માળા આરોપી અને સર્વાગોમાં આંખને પરોવી. રોહિણીએ જ્યારે તેના મસ્તકને અક્ષતોથી વધાવ્યા ત્યારે પ્રલયકાળના અંતે ઉછળેલા મોજાઓની જેમ સર્વે પણ રાજાઓ ક્રોધથી ઉછળ્યા, ભયંકર કોલાહલને મચાવતા પરસ્પરને પ્રશ્નો કર્યા કે આ કન્યા કોને વરી? કેટલાકોએ કહ્યું. આ રાજાઓનું ઉલ્લંઘન કરીને જેનો જાત્યાદિ ગુણસમૂહ ઓળખાયો નથી એવા બેડોળ ઢોલવાદકને વરી. દંતવલ્ક રાજાએ રુધિર રાજાને ઊંચે સાદે કહ્યું: જો તારે કુળવાનનું પ્રયોજન ન હતું તો પછી આ કુળવાન રાજાઓને ભેગા કરવાની શું જરૂર હતી? રુધિરે જવાબ આપ્યો કે આનો સ્વયંવર કરાયો છે અને પોતાની રુચિ અનુસાર વરી છે તેથી આ વરનો શું દોષ છે? અને હમણાં પરસ્ત્રી વિષે કુળવાનવડે કોઈપણ વ્યવહાર કરવો ઇચ્છાવો ન જોઈએ. દમદોષ રાજાએ કહ્યું: આના કુળની પરિસ્થિતિ અજ્ઞાત છે તેથી આ અયોગ્ય છે. સારા ક્ષત્રિય કુળમાં જન્મેલાને કન્યા આપવી જોઈએ. વિદુરે કહ્યું. આ કોઈક કુલીન હોય તેવું સંભવે છે તેથી આદરથી આનો વંશ પ્રગટ થાય તેવું કરો અને પછી વસુદેવે કહ્યું: મારા કુળને પ્રગટ કરવાનો અહીં ક્યો પ્રસ્તાવ છે? આ વાદ ઉપસ્થિત થયે છતે હું બાહુબળથી જ મારું કુળ પ્રગટ કરીશ. ગર્વપૂર્વકના તેના વચન સાંભળી જરાસંધે આ પ્રમાણે કહ્યું: રે ! રે ! રત્નનાભ સહિત રુધિરને જલદીથી પકડો જેના વડે આ ચાંડાલ આવા પ્રકારના પદને પ્રાપ્ત કરાવાયો છે. જરાસંધના આદેશના વશથી સર્વે પણ એટલામાં ક્ષોભને પામ્યા તેટલામાં રોહિણી-વસુદેવ સહિત રુધિરરાજા પણ રત્નનાભની સાથે રિષ્ટ નામના પોતાના નગરમાં પ્રવેશ્યો અને લડાઈ યોગ્ય બખતર પહેરી સજ્જ થયો. તત્કણે પૂર્વે વસુદેવ વડે વશ કરાયેલ વિદ્યાધર સ્વામી તેનો સારથિ થયો અને તેની પાસેથી પ્રૌઢ સૈન્ય મેળવ્યું. નગરમાંથી એકલો નિકળ્યો અને પરસ્પર યુદ્ધ જામ્યું. તીક્ષ્ણ, ઉગ્ર બાણોના સમૂહના પાતથી આકાશમંડળ ભેદાયું. તેને અનુસરતો રત્નનાભ સહિત રુધિરરાજા નગરમાં પાછો પ્રવેશ્યો. સારથિપણું બજાવતા વિદ્યાધરસ્વામી સાથે ફક્ત વસુદેવ યુવાન સિંહ સમાન ક્ષોભરહિત યુદ્ધના મેદાનમાં સામે રહ્યો. તેને જોઈને રાજાઓ વિસ્મયથી વ્યાકુળ મનવાળા થયા.
પછી ઉજ્વળ કીર્તિવાળા પાંડુએ વિચારીને કહ્યું. આપણે ઘણાં છીએ આ એકલો છે તેથી આ ઉચિત રાજધર્મ નથી. હવે જરાસંધે કહ્યું. કોઈ એક રાજા આની સાથે યુદ્ધ કરે, જે આને જીતશે તે રોહિણીને પરણશે. પછી બાણ સમૂહને વરસાવતો શત્રુંજય રાજા રણાંગણમાં આવ્યો. વસુદેવ ક્ષણથી યમરાજની જિલ્લા સમાન અતિતીવ્ર વાળને સ્પર્શ કરતા (અર્થાત્ માથાના વાળ સુધી ખેંચેલા) બાણથી તેના રથ અને ધ્વજને છેદી નાખ્યા. આ પ્રમાણે વસુદેવે કાળમુખ રાજાને હણ્યો. આ પ્રમાણે બીજા પણ રાજાઓને હતવિપ્રહત