________________
૧૮૩
ઉપદેશપદ : ભાગ-૨
સમિતિઓ અને ગુનિઓ જે રીતે શુદ્ધ થાય તે પ્રમાણે કહે છે
ગાથાર્થ- સાધુને પૂર્વે ગુપ્તિ-સમિતિના સ્વરૂપનો બોધ હોય. કાર્ય ઉપસ્થિત થાય ત્યારે જ પ્રયોગકાળે ઉપયુક્ત સાધુની સમિતિ-ગુપ્તિઓ વ્યાઘાતથી રહિત હોય અને અનંતરયોગમાં ઉપયુક્ત એવા સાધુની સમિતિ ગુપ્તિઓ શુદ્ધ છે.
ટીકાર્થ– અહીં સમિતિ-ગુણિના પ્રયોગની પહેલાં, પ્રયોગ વખતે અને પ્રયોગ કર્યા પછી એમ ત્રણ મુદા જણાવ્યા છે. (૧) સાધુ સમિતિ-ગુપ્તિનો પ્રયોગ કરે એ પહેલાં તેને સમિતિ ગુપ્તિના સ્વરૂપનું જ્ઞાન હોવું જોઈએ. (૨) જ્ઞાનાદિનું કોઈ કાર્ય ઉપસ્થિત થાય ત્યારે જ તે તે સમિતિ-ગુપ્તિના પ્રયોગ કરવાનો છે, તે સિવાય નહિ, જ્ઞાનાદિનું કોઈ કાર્ય ઉપસ્થિત થાય ત્યારે સમિતિ-ગુપ્તિનો પ્રયોગ કરતી વખતે વ્યાઘાતનો=ધર્મકથા વગેરે અન્ય વ્યાપારનો ત્યાગ કરવો જોઇએ, તથા સંપૂર્ણપણે તેમાં જ ઉપયોગવાળા રહેવું જોઇએ. (૩) વિવલિત કાર્ય પછી જે કાર્ય કરવાનું હોય તેમાં પણ ઉપયોગ હોવો જોઇએ, અર્થાત્ તે કાર્ય પણ સમિતિ-ગુપ્તિના પાલન પૂર્વક કરવું જોઇએ.
અહીં તાત્પર્ય એ છે કે–વિવલિત કોઈ કાર્ય કરતી વખતે જ સમિતિ-ગુમિનું પાલન કરવાનું છે એવું નથી, કિંતુ વિવલિત કોઈ કાર્ય કર્યા પછી બીજું જે કાર્ય કરવાનું હોય તેમાં પણ સમિતિ-ગુપ્તિનું પાલન કરવાનું છે. આનાથી સમિતિ-ગુપ્તિનો અનુબંધ ચાલે. આ જ વિગતને ટીકામાં મુૐ મવતિ ઇત્યાદિથી કહી છે. તે આ પ્રમાણે-(૧) પહેલાં સમિતિ-ગુપ્તિનું પ્રવિચાર વગેરે સ્વરૂપ જણાયે છતે, (૨) પછી પ્રયોગ કાળે અન્ય વ્યાપારનો ત્યાગ કરવા દ્વારા વ્યાઘાતનો ત્યાગ કર્યો છતે, (૩) અનંતરયોગ પણ તેવા પ્રકારનો (=ઉપયોગવાળો) કરવાનો ઇચ્છેલો હોય, ત્યારે ઉપયોગવાળા સાધુની સમિતિ-ગુણિઓ શુદ્ધિને પામે છે. કેમકે તેમાં હેતુ, સ્વરૂપ અને અનુબંધ એ ત્રણની વિશુદ્ધિ રહેલી છે. અહીં સ્વરૂપનું જ્ઞાન એ હેતુ છે. કાર્યમાં વ્યાઘાતથી રહિત પ્રવૃત્તિ સ્વરૂપ છે. અનંતરયોગ અનુબંધ છે. (૬૦૬)
अथ तासामाहरणानि विभणिषुराहएयासिं आहरणा, निद्दिट्ठा एत्थ पुव्वसूरीहिं । वरदत्तसाहुमादी, समासतो ते पवक्खामि ॥६०७॥
एतासां समितिगुप्तीनामाहरणानि दृष्टान्ता निर्दिष्टा 'अत्र' जैने मते पूर्वसूरिभिः। कीदृशानीत्याह-वरदत्तसाध्वादीन्यष्टौ समासतस्तानि प्रवक्ष्यामीति ॥६०७॥
હવે સમિતિ-ગુમિઓનાં દૃષ્ટાંતોને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે