________________
૧૭૬
ઉપદેશપદઃ ભાગ-૨ પરલોકહિતમાં ઉદ્યત થયેલા ગુરુએ ગોબરવણિક સમાન જીવોને ધર્મ આપવો જોઈએ. આ જગતમાં આવા પ્રકારના લાયક જીવોને ધર્મ આપવામાં ન આવે તો તે સ્વાર્થી (એકલ પેટો) કહેવાય છે. જો આ પ્રમાણે છે તો શું થાય? તેને કહે છે. ધનાઢ્યોની જેમ માત્ર પોતાનું પેટ ભરવું એ મોટા માણસોને અનુચિત છે. (૫૭૦)
આ પ્રમાણે સોમાના અભિપ્રાયને જાણીને શ્રીમતી સાધ્વીની પાસે લઈ ગઈ. ક્યાં લઈ ગઈ? ઉપાશ્રય લઈ ગઈ. શા માટે લઈ ગઈ? મારે વતદાન કલ્પતું નથી પ્રવર્તિનીને વ્રતદાન કહ્યું છે એમ કહીને લઈ ગઈ. ત્યાં પણ ઉપાશ્રયમાં પ્રવર્તિનીએ યથાવિધિ ઉચિત સંભાષણાદિ વિધિથી સોમાને જોઇ. (૫૭૧) દાનાદિ ભેદથી ભિન્ન ચાર પ્રકારનો ધર્મ કહ્યો. તથા કર્મના ઉપશમથી સોમાને ધર્મ પરિણત થયો. (૫૭૨) પછી તેણે વિધિથી અણુવ્રતનું ગ્રહણ અને પાલન કર્યું. પછી વડીલવર્ગને અપ્રીતિ થઈ. વડીલોએ તેને કહ્યું તું આ ધર્મને છોડ. તેણે કહ્યું. મેં ગુરુ પાસે ધર્મ સ્વીકાર્યો છે તેથી તેની પાસે જ ત્યાગ કરીશ. પછી તે વડીલોને ગુરુ પાસે લઇ ગઇ. (૫૭૩)
કુશળ સોમાએ આવું વિચાર્યું કે–માતા-પિતાની વિરુદ્ધ ઉત્તરો આપવા યોગ્ય નથી અને ઉપાશ્રયમાં પ્રવર્તિનીના દર્શનથી માતા-પિતાને ધર્મની પ્રાપ્તિ થશે. (૫૭૪)
જતાં તેઓએ વણિકના ઘરે મહાઘોર અણઘટતો બનાવ જોયો. તે બનાવ શું છે? હિંસાની પ્રવૃત્તિથી તેના કુળનો વિનાશ કરનારો પ્રસંગ બન્યો. (૫૭૫) એક દુઃશીલ ગૃહિણી હતી અને તે નોકર ઉપર આસક્ત થઈ. અને તેણે “તારે પુત્રને મારી નાખવો' એવો નોકરની સાથે સંકેત કર્યો. પછી તેણીએ બંનેને એકીસાથે ગામમાં મોકલ્યા. પુત્રે ચાકરનો ઘાત કર્યો. પછી એકલો પુત્ર ઘરે આવ્યો. (૫૭૬) તેણીએ પણ શિલાના ઘાતથી પુત્રને મારી નાખ્યો. તેની પુત્રવધૂએ છૂરીથી સાસુને હણી. પુત્રીને નિર્વેદ થયો. અરર! આ શું થયું? એમ કોલાહલ થયો. (૫૭૭) લોક ભેગો થયો ત્યારે પૂછ્યું કે તે કેમ માતાનો ઘાત કરનાર સ્ત્રીને ન મારી? તેણે કહ્યું. મેં હિંસાની નિવૃત્તિ લીધી છે. અને લોકે કહ્યું અહો! આ હિંસાના અવિરમણનું ફળ છે. અહો! કેવું પાપ ! (૫૭૮) સોમાએ માતા-પિતાને કહ્યું. મેં પણ એક હિંસા વિરમણ વ્રતનો સ્વીકાર કર્યો છે. “તો શું મારે તેને છોડી દેવો” એમ માત-પિતાને જણાવ્યું ત્યારે તેઓએ કહ્યું: ના તારે વ્રતનો ત્યાગ ન કરવો. હમણાં વ્રતનું પાલન કર. (૫૭૯).
આ પ્રમાણે જેમ માર્ગમાં જતા સોમાના માતા-પિતા કુટુંબમાં મારિ જોઈ તેમ ભાંગી ગયેલા વહાણવાળો કોઈક સૌદાગર દ્વીપાંતરમાં દુઃખી થયે છતે ચાકરે આદરપૂર્વક સારી રીતે સેવા કરી અને સૌદાગર તેના ઉપર ખુશ થયો અને પોતાની પુત્રી આપી. અને તે ચાકરે કહ્યું: હવે કોઈક કારણથી આ વાતમાં તમે ખોટું બોલો તો આ જીવક નામના પક્ષીઓ સાક્ષી થશે. (૫૮૦)