________________
૧૫૬
ઉપદેશપદ : ભાગ-૨ અતિ ઉભટ અગ્નિથી બાળે છતે કિંમતિ પાંચવર્ણવાળા રતો ઉત્પન્ન થશે. આ પ્રમાણે પટ્ટમાં લખેલા અર્થને જાણીને આ પ્રમાણે વિચારે છે “હિતકારી બીજા પણ બુદ્ધિમાન વડે બોલાયેલ વચન અફળ થતું નથી તો પછી શું મારા ઉપર એકાંત ભક્તિવાળા પિતાવડે કહેવાયેલ વચન નિષ્ફળ થાય ?” કાર્યના પરમાર્થનો આ પ્રમાણે નિશ્ચય કરીને નગરની અંદર ઘોષણા કરાવે છે કે “મારી પાસે બુદ્ધિ ઘણી છે પણ વિભવ નથી તેથી શું કરું? આ પ્રમાણે રસ્તા ઉપર તથા ત્રિક અને ચોક પ્રદેશમાં હું ક્ષણવિભવવાળો છું એમ બોલતો અને ભમતો રહે છે. લોકોએ માન્યું કે આ ગાંડો થયો છે. તે નગરનો રાજા આ વાત સાંભળી કૌતુક પામ્યો. તેને બોલાવ્યો, વિભવ પ્રાપ્ત કરવાના ઉપાયમાં જોડ્યો. અંતે એકલાખ દીનાર રાજા પાસેથી મેળવ્યા અને કંઈક ગાંડપણનો ત્યાગ કર્યો.
પછી ગૌતમદ્વીપના માર્ગને જાણનાર એક નિર્યામકને સાધ્યો. ગ્રામ-આકર-નગરના કચરાથી વાહણો ભર્યા. પછી લોક કહે છે કે, આ બેમાં કોણ ગ્રહિલ છે, રાજા કે આ? જે આને આવા કાર્ય માટે ધન આપે છે અને જે સમુદ્રપાર વ્યાપાર કરવા કચરાને ભરે છે. પ્રણામ કરી ઈતરલોકના ઉપહાસને ગણકાર્યા વિના ક્ષેમપૂર્વક તે દ્વીપમાં પહોંચ્યો. પટ્ટમાં લખ્યા મુજબનું સર્વ અનુષ્ઠાન કર્યું. ત્યાં ઘણી ગાયો જોઇ. રત્નતૃણ ચરનારી ગાયોનું ઘણું છાણ લીધું અને તેને વહાણમાં ભરીને જલદીથી પોતાના દેશમાં આવ્યો. તેણે સમુદ્રના કાંઠા ઉપર સર્વ વહાણો ઉતાર્યા. રાજાને મળ્યો. પ્રણયપૂર્વક રાજાએ ખબર પુક્યા. અરે ! પોતાના પ્રાણને હોડમાં મૂકીને, દ્વીપાંતરમાં જઇને અહીં કયું કરિયાણું લઈ આવ્યો ? તેણે કહ્યું છે દેવ! હું ગોબર (છાણ) ભરી લાવ્યો છું. શું આ સાચે જ ગ્રહિલ છે ? અથવા શું આ પણ કાર્યને સાધીને આવું ગાંડપણ કરે? તેથી આ જેવો હોય તેવો ભલે રહે અથવા મારે આની પાસેથી શુલ્કનું કંઈ કામ નથી. આ પ્રમાણે વિચારીને તેણે ભાંડ ઉપરનો કર માફ કર્યો. આ તમારી કૃપા થઈ એમ કહ્યું. રાજા હસ્યો, ધિક્ ધિક્ આના ગાંડપણને જેના પ્રભાવથી આવા પ્રકારના અપૂર્વ લાભો મેળવ્યા એમ લોક બોલવા લાગ્યો. ગાંડો નહીં હોવા છતાં ગાંડપણથી પણ લોકને ગણકાર્યા વિના તેણે છાણના ઢગલા પોતાના ઘરમાં ખાલી કરાવ્યા. સર્વે છાણ આવી ગયા પછી અગ્નિને સળગાવી રત્નો બનાવ્યા. પહેલા રાજા પાસેથી એક લાખ દીનાર લીધા હતા તેના બમણા કરી તેના ભંડારમાં જમા કરાવ્યા. રાજના અધિકાર(હુકમ)થી પ્રતિદિન રત્નોને વેંચીને તેના પ્રભાવથી ભોજન-વસ્ત્રાદિ વસ્તુઓ સંબંધી ભોગો મેળવ્યા અને તે બાંધવ-મિત્ર અને તે નગરમાં રહેતા લોકોને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ કરાવી આપવાથી પૂજનીય થયો. અને હૈયામાં સંતોષી થયો. જેવી રીતે તે પિતાએ દર્શાવેલ પટ્ટકમાં લખેલ અર્થમાં નિશ્ચલ થયે છતે ચિંતિત પદાર્થો કરતા અધિકતાનો ભાજન