________________
૧૫૪
ઉપદેશપદ : ભાગ-૨
કેટલાક દિવસો પસાર થયા ત્યારે ઘરમાં દારિત્ર્ય ઊતર્યું. અંધકારથી જેમ કમલવન કરમાય છે. શિશિરઋતુથી જેમ તારાની જ્યોત્સના ઠંડી પડે છે તેમ ધન વિના ગૃહક્રિયાઓ જલદીથી નિસ્તેજ થઈ. ભાર્યા વિચારે છેઃ અહો આ દારિયનું માહભ્ય અપૂર્વ છે જેના વશથી લોક ઘણો પરિણિત પણ, ગિરિવરના શિખર જેવો મહાન દેખાતો હોવા છતાં પણ તૃણતુલ્ય બને છે. લક્ષ્મીના સંગથી સુભગ બનેલા પુરુષોને દરિદ્ર પુરુષ જાણે પૂર્વે ક્યારેય ન જોયો હોય તેવો લાગે છે, તેના જાતિ, રૂપ અને વિદ્યા ત્રણેય પણ પૃથ્વીની ઊંડી ગુફામાં પ્રવેશે છે. તેથી ધન પ્રાપ્ત થાઓ જેથી ગુણો પ્રકટ થાય. આ પ્રમાણે ચિત્તની ચિંતામાં પરવશ થયેલા હૈયાવાળી તેણીએ પતિને કહ્યું: આ દૌર્ગત્યરૂપી ઝેરના નાશમાં ધન કારણ છે. બીજો કોઈ ઉપાય જણાતો નથી અને પ્રતિદિન માહભ્ય ક્ષીણ થાય છે. ક્ષીણ વૈભવીઓને ભોજનમાત્ર પણ પ્રાપ્ત થતું નથી તેથી તમો સસરાને ઘરે જઈને એક ઝુંટણકને માગો અને આ ઝુંટણક કૂતરા જેવો આકારવાળો છે. ઘેટાની જાતિનો ચારપગવાળો છે. તેના વાળ કાંતીને હું છ મહિનાની અંદર કંબલરત બનાવીશ, જેનું મૂલ્ય એક લાખ દીનાર ઉપજે છે. અને તે પણ હંમેશા પણ માણસના શરીરની ગરમીથી જીવે છે તેથી તમારે એક ક્ષણ પણ શરીરથી દૂર ન કરવો તથા અલીક અને બળવાન પણ મૂર્ખ લોકનો સંગમ થયે છતે હર્ષપૂર્વક હાથતાળી વગાડવાપૂર્વક તમારા ઉપર હસશે તો પણ પોતાના કાર્ય સાધવામાં નિશ્ચલ ચિત્તવાળા તમારે શરીરથી છુટો ન મૂકવો. કોણ બુદ્ધિમાન જૂના ભયથી વસ્ત્રને છોડે ?
પતિ આ વાત લક્ષમાં રાખીને શ્રી સ્વામીપુર નગરમાં શ્વસુરના ઘરે ગયો અને ત્યાં શ્વસુરવર્ગે તેનું ગૌરવપૂર્વક સ્વાગત કર્યું. અવસરે પુછ્યું કે તમારે અહીં એકલા પધારવાનું શું કારણ છે? વિસ્તારપૂર્વક પોતાના ઘરનો વૃત્તાંત શ્વસુરવર્ગને જણાવ્યો. તેણે અક્ષયનિધિ સમાન, સમર્થ શરીરવાળા ઝુંટણપશુને શ્વસુર પાસેથી મેળવ્યું. શ્વસુરવર્ગે પણ તેને ઘણી શિખામણ આપી કે મૂર્ખલોક હસશે તો પણ તમારે કોઈપણ રીતે શરીરથી છૂટો ન કરવો. હવે તે પોતાના ઘરે આવવા લાગ્યો. પોતાના નગરની સન્મુખ અંતરાલમાં લોકવડે હસાવા લાગ્યો. પોતાના નગરની બહાર પહોંચ્યો ત્યારે અતિલજ્જાને કારણે અને હિનપુણ્યપણાથી ગૂંટણકને બગીચામાં છોડી દીધો. ઘર આંગણમાં ઉત્સુકતાથી પગ મૂકતા પતિને ભાર્યાએ જોયો. તેણે જાણ્યું કે ખરેખર નિર્લક્ષણથી આણે કાર્યનો વિનાશ કર્યો. તેણે પુછ્યું: શું તમને ઝુંટણક મળ્યું ? હા. ક્યાં મુક્યું ? બહાર. આણે કહ્યું: તું અભાગ્ય શિરોમણિ છે. તત્ક્ષણ જ તેણે પત્નીને છંટકણ લેવા મોકલી. અન્ય વાતાવરણથી સ્પર્શાવેલો ખરેખર હમણાં મરણ ૧. જૂનો ભય-જે અનિષ્ટ કાર્યનું કારણ હોય તેનો ત્યાગ કરવો ઉચિત છે. પરંતુ જે અનિષ્ટ કાર્યનું કારણ ન બનતું હોય અને ઈષ્ટ કાર્યનું કારણ બનતું હોય તો તેનો ત્યાગ કરવો તે મૂઢપણું છે. પ્રસ્તુતમાં જૂને માથામાં ઉત્પન્ન થવાનું કારણ વસ્ત્ર નથી માટે વસ્ત્રનો ત્યાગ ઉચિત નથી.