________________
ઉપદેશપદ : ભાગ-૨
૧૬૩
છે કેમકે તલની ચોરીમાં હું પ્રથમથી જ માતાવડે વારણ ન કરાયો. આ પ્રમાણે ક્રોધ કરતા તેણે માતાના સ્તનનું ભક્ષણ કર્યું, અર્થાત્ માતાનો સ્તનને કાપ્યું અને તલાર (રક્ષક) લોકથી હાથપગને કપાવનારો થયો, અર્થાત્ રક્ષકોએ તેના હાથપગ કાપી નાખ્યા. તેવા પ્રકારના ચોરને જોયા પછી તેઓને વિચાર આવ્યો કે અહો ! ચોરી કેવી ભયંકર છે ! માતા-પિતાએ સોમાને પણ અદત્તાદાન વિરમણ વ્રત ન છોડવું એમ કહ્યું ત્યાંથી થોડાક આગળ ગયા ત્યારે પતિની હત્યા કરનારી, નગરલોકવડે ધિક્કારાતી એક સ્ત્રીને જોઈ. (૨૧૩)
પતિમારિકાની કથા કોઈ એક પ્રદેશમાં મોટા કૂળમાં કોઈ એક નવયૌવના સ્ત્રી હતી જેણે કામુકતાથી કુલ અને શીલની મર્યાદાનો લોપ કર્યો હતો. પોતાના ઘરે હંમેશા પણ જોવાતા અને વાર્તાલાપ કરાતા અશ્વરક્ષકની સાથે તેવા પ્રકારનો સંબંધ બાંધ્યો કે જેથી પોતાના પતિની અવગણના કરીને કુલ અને શીલની મર્યાદા તોડી અને આ ભવ પરભવમાં થનારા દુઃખો માટે પોતાના આત્માને સજ્જ કર્યો. જેમ અગ્નિ લાકડાથી વૃદ્ધિ પામતો નથી, સમુદ્ર હજારો નદીઓથી તૃપ્તિ પામતો નથી તેમ વ્યભિચારી સ્ત્રી પુરુષોથી વૃદ્ધિ પામતી નથી. સ્ત્રીઓને કોઈ પ્રિય કે અપ્રિય નથી. જેમ ગાયો અરણ્યમાં નવા નવા ઘાસને ઈચ્છે છે તેમ સ્ત્રીઓ નવા નવા પુરુષોને ઇચ્છે છે. પછી અશ્વરક્ષકમાં આસક્ત થયેલી સ્ત્રીએ પોતાનો પતિ વિજ્ઞકારક છે એમ જાણીને સુતેલા કે પ્રમાદમાં પડેલા પતિને એકાંતમાં મારી નાખ્યો અને ટૂકડા કરીને કરંડિયો ભર્યો. એટલામાં ટોપલાને માથા ઉપર ઊપાડીને પરઠવવા (ફેંકવા) ઘરમાંથી નીકળે છે તેટલામાં કુળ રક્ષામાં એકાગ્ર ચિત્ત કર્યું છે એવી કુલદેવતાએ તેને જોઈ. ગુસ્સે થયેલી કુલદેવતાએ તેના માથામાં ટોપલાને ચોંટાડી દીધો. સતત ઝરતા ચરબી અને લોહીથી સર્વીગે ખરડાઈ. ઉદ્વિગ્ન મનવાળી પોતાના કર્મથી લજ્જિત જેટલામાં જંગલમાં જાય છે તેટલામાં જાણે બે આંખો ખેંચી લીધી હોય તેમ મૂળથી આંધળી થાય છે. પૂર્વે આ વ્યતિકરને નહીં જોવાથી, કૌતુક સહિત હુરિયો બોલાવાતી બાળકોના ટોળાવડે અનુસરાતી, આ પતિમારિકા છે એમ કહીને ગમગીન મનવાળા, પ્રકટ રોષવાળા લોકવડે ફિટકાર વર્ષાવાતી, અત્યંત નિંદા કરાતી, છ રસ્તે, શેરીઓમાં તથા ચાર રસ્તે ભટકતી ભિક્ષા માગવા છતાં પણ ભિક્ષામાત્ર નહીં મેળવતી, દીન મુખવાળી, પગલે-પગલે અનેક પ્રકારના પ્રલાપો કરતી તેના પિતાપક્ષના લોકવડે જોવાઈ અને હકીકતને જાણીને કહ્યું: રે! રે! શીલનું વિલંઘન અલંઘનીય લાખો દુખોની ખાણ છે જેથી આ આ ભવમાં જ મોટી આપત્તિને પામી. પછી સોમાએ માતાને કહ્યું હે માતા! મેં આ દુરાચારની વિરતિ સ્વીકારી છે. માતાએ કહ્યું: હે પુત્રી! તું કૃતાર્થ છે, મરણમાં પણ આ વિરતિ ન છોડવી. (૨૨૯)