________________
૧૪૫
ઉપદેશપદ : ભાગ-૨ बुद्धिमत्त्वफलं स्वर्गापवर्गादिप्राप्तिलक्षणमपेक्ष्य समाश्रित्यान्ये पुनराचार्या नियमोऽवश्यंभावो बुद्धिमत्त्वस्यानाभोगेऽपि गुणस्थानकपरिणतौ सत्यामिति ब्रुवते, अयमभिप्रायः-सम्पन्ननिर्वणव्रतपरिणामाः प्राणिनो 'जिनभणितमिदम्' इति श्रद्दधानाः क्वचिदर्थेऽनाभोगबहुलतया प्रज्ञापकदोषाद्वितथश्रद्धानवन्तोऽपि सम्यक्त्वादिगुणभङ्गभाजो न जायन्ते, यथोक्तम् "सम्मट्ठिी जीवो, उवइष्टुं पवयणं तु सद्दहइ । सद्दहइ असब्भावं, अजाणमाणो गुरुनिओगा ॥१॥" इति बुद्धिमत्त्वे सति व्रतपरिणामफलमविकलमुपलभन्त एवेति ॥५४६॥
અહીં જ વિશેષ કહે છે
ગાથાર્થ– ગુણસ્થાનકનો પરિણામ વિદ્યમાન હોય ત્યારે જીવ પ્રાયઃ બુદ્ધિમાન પણ થાય છે. બીજાઓ તો બુદ્ધિના ફલની અપેક્ષાએ નિયમ બુદ્ધિમાન હોય એમ કહે છે.
ટીકાર્થ– ગુણસ્થાનકનો પરિણામ- આત્મામાં જીવદયા વગેરે ગુણવિશેષનો પરિણામ બુદ્ધિમાન- યુક્ત અયુક્તનો વિવેક કરવામં કુશળ પ્રજ્ઞાથી યુક્ત.
બુદ્ધિમાન પણ થાય છે એ સ્થળે રહેલા “પણ” શબ્દનો અર્થ આ પ્રમાણે છે કેવળ ધર્મની પ્રધાનતાવાળો જ થાય છે એમ નહિ, ધર્મની પ્રધાનતાવાળો થવા સાથે બુદ્ધિમાન પણ થાય છે.
પ્રશ્ન- “પ્રાયઃ' શબ્દ શા માટે કહ્યો ?
ઉત્તર- મોટા પુરુષોમાં પણ અનાભોગ થવાનો સંભવ છે. આથી ક્યારેક કોઇને કર્તવ્યમાં બુદ્ધિનો અભાવ પણ હોય. આથી અહીં પ્રાયઃ કહ્યું છે.
અહીં જ મતાંતર કહે છે- અન્ય આચાર્યો કહે છે કે ગુણસ્થાનકનો પરિણામ હોય ત્યારે અનાભોગ હોય તો પણ બુદ્ધિનું સ્વર્ગ-મોક્ષની પ્રાપ્તિ રૂપ જે ફલ તે ફલની અપેક્ષાએ જીવ નિયમા બુદ્ધિમાન હોય છે.
અહીં અભિપ્રાય આ છે– અખંડવ્રત પરિણામવાળા જીવો (જે વિષયને પોતે ન સમજી શકે તે વિષયમાં પણ) “આ જિનેશ્વરે કહ્યું છે” એમ માનીને શ્રદ્ધા કરે છે. હવે એવું પણ બને કે કોઈક વિષયમાં અનાભોગની બહુલતાથી કે પ્રજ્ઞાપકના દોષથી વિપરીત શ્રદ્ધાવાળા પણ બને. આમ છતાં તે જીવોના સમ્યત્વાદિગુણનો ભંગ થતો નથી. કહ્યું છે કે“સમ્યગ્દષ્ટિ જીવ જિનેશ્વરે ઉપદેશેલા પ્રવચનમાં (શાસ્ત્રમાં) શ્રદ્ધા કરે છે. આમ છતાં કોઈક વિષયમાં અનાભોગથી કે ગુરુપરતંત્રતાથી અસત્યને પણ સત્યપણે માને. (આમ છતાં તેનું સમ્યકત્વ ન જાય.)” (ઉત્તરા. નિ. ૧૬૩)