________________
ઉપદેશપદ : ભાગ-૨
૧૪૭ अमुमेवार्थमधिकृत्य ज्ञातानि प्रस्तावयन्नाहसुव्वंति य गुणठाणगजुत्ताणं एयवइयरम्मि तहा । दाणातिसु गंभीरा, आहरणा हंत समयम्मि ॥५४८॥
'श्रूयन्ते' चाकर्ण्यन्ते एव 'गुणस्थानकयुक्तानां' परिणतगुणविशेषाणां जीवानामेतद्व्यतिकरे व्रतप्रस्तावे, तथेति समुच्चये, 'दाणाइसुत्ति व्रतानां दाने आदिशब्दाददाने
च, 'गम्भीराणि' कुशाग्रीयमतिगम्यानि आहरणानि' दृष्टान्ताः, हन्तेति कोमलामन्त्रणे, “સમ' સિદ્ધાન્ત નિરૂપિતાનિ પ૪૮
આ જ અર્થનો અધિકાર કરીને દેખંતોને શરૂ કરતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– વ્રતના પ્રસંગમાં વ્રતોના દાનમાં અને અદાનમાં ગુણસ્થાનક યુક્ત જીવોના ગંભીર દૃષ્ટાંતો શાસ્ત્રમાં સંભળાય જ છે.
ટીકાર્થ– ગુણસ્થાનક યુક્ત- વિશેષ પ્રકારના ગુણો જેમનામાં પરિણમ્યા હોય તેવા. ગંભીર- સૂક્ષ્મમતિવાળા પુરુષોથી જાણી શકાય તેવા. (૫૪૮) आहरणसंग्रहमेव तावदाहसिरिउर सिरिमइसोमाऽणुव्वयपरिपालणाए णयणिउणं । कुसलाणुबंधजुत्ता, णिहिट्ठा पुव्वसूरीहिं ॥५४९॥
श्रीपुरे नगरे श्रीमतीसोमे श्रेष्ठिपुरोहितपुत्र्यौ अणुव्रतपरिपालनायां प्रकृतायां नयनिपुणं निपुणनीतिपरिगतं यथा भवति कुशलानुबन्धयुक्ते उत्तरोत्तरकल्याणानुगमसमन्विते निर्दिष्टे प्ररूपिते पूर्वसूरिभिरिति ॥५४९॥
દૃષ્ટાંતોના સંગ્રહને જ કહે છે
ગાથાર્થ-ટીકાર્થ– પૂર્વસૂરિઓએ અણુવ્રતોના પાલનના પ્રકરણમાં શ્રીપુરનગરમાં રહેનારી શ્રેષ્ઠિપુત્રી શ્રીમતી અને પુરોહિત પુત્રી સોમા એ બે દૃષ્ટાંતો જણાવ્યા છે. આ બે દષ્ટાંતો કુશલાનુબંધથી (=ઉત્તરોત્તર-કલ્યાણના અનુસરણથી) યુક્ત છે. તથા કુશળ વ્યવહારથી યુક્ત થાય તે રીતે જણાવ્યાં છે. (૫૪૯) ૧. ટીકામાં અંતે નિરૂપિતાનિ પદ છે. આથી શાસ્ત્રમાં જણાવેલાં સંભળાય છે એવો અર્થ થાય. શાસ્ત્રમાં
જણાવેલાં સંભળાય છે એનો ભાવ એ છે કે શાસ્ત્રમાં ન જણાવેલાં દૃષ્ટાંતો સંભળાતા નથી, કિંતુ શાસ્ત્રમાં જે દૃષ્ટાંતો જણાવેલાં છે તે દૃષ્ટાંતો સંભળાય છે.