________________
ઉપદેશપદ : ભાગ-૨
પછી અવસરને મેળવી દીક્ષા સ્વીકારી. અને તે અભયાદેવી પણ અતિ નિષ્ઠુર હૈયાની ચેષ્ટાના વશથી અતિ તીવ્ર લજ્જાને પામેલી બીજી ગતિને (ઉપાયને) નહીં જોતી કોઇવડે નહીં જોવાતી ગળે ફાંસો ખાઇને પ્રાણ ત્યાગ કરી કુસુમનગરની પરિસરની સ્મશાનમાં વ્યંતરી થઇ. તે પંડિતા ધાત્રી પણ ત્યાંથી નીકળીને અહીં આવીને દેવદત્તા ગણિકાના ઘરે દાસી થઈ. હવે કપિલા પોતાનો અને સુદર્શનનો વૃત્તાંત દ૨૨ોજ ગણિકાને કહે છે કેઆદર કરીને પણ અભયા રાણી સુદર્શનને ક્ષોભિત ન કરી શકી. (૧૨૮)
૧૩૨
તે પણ મહાત્મા ક્યારેક વિહાર કરતા તે નગરમાં પધાર્યા. તેણે ધીમે ધીમે ગોચરી માટે ફરતા તે મહાત્માને જોયા. તેણે ગણિકાને કહ્યું: આ તે જ સુદર્શન શેઠ છે જેનાથી મારી સ્વામિનીએ મરણ સુધીના કષ્ટને પ્રાપ્ત કર્યું. અહીં પોતાના સૌભાગ્ય આગળ કોઇપણ વસ્તુ અસાધ્ય છે એમ નહીં માનતી અર્થાત્ પોતાના સૌભાગ્યથી ભલભલાને વશ કરી શકું છું એમ માનતી ગણિકા કુતૂહલથી વ્યાકુલ થયેલી, તેને ક્ષોભ કરવાની ઇચ્છાવાળી દાસીને કહે છે કે હે હલે! તે તે રીતે વિશ્વાસ પમાડીને તું તેવું કર જેથી આ મારા ઘરમાં પ્રવેશે. પછી જે યોગ્ય હશે તે હું કરીશ. પછી પ્રમાણ પૂર્વક દાસીએ મુનિને કહ્યુંઃ પોતાના ચરણના સ્પર્શથી આના વિશાળ ઘરને પવિત્ર કરો અને મુનિવર્ગને યોગ્ય આહાર-પાણી ગ્રહણ કરો. અતિસરળ મનવાળા મુનિ કુટિલ મનવાળી સ્ત્રીઓના આશયને નહીં જાણતા તેના ઘરમાં પ્રવેશ્યા. ગણિકા ઘરનો દરવાજો બંધ કરીને ચિત્રશાળામાં લઇ જઇને કહે છે કે હે સુભગ! તેં કેમ દીક્ષા લીધી છે? મનોહર વિષયોનો ભોગવટો કર. કૃપા કરી આ ઘરમાં ૨હે. તારું અને મારું યૌવન મનોહર છે. મારા પ્રણયનું ખંડન ન કર. પ્રચુર (અત્યંત) રતિ સુખને છોડીને મનુષ્ય જન્મનું બીજું કોઇ સારભૂત ફળ નથી. મારો તારા વિષે ગાઢ પ્રેમ છે તેથી તું સુરાંગના સમાન મને કેમ સ્વીકારતો નથી? સાક્ષાત્ મળેલા સુખને છોડીને કેમ ખેદ પામે છે? આ ભોગોથી બીજું શું ઉત્તમ છે? અથવા સર્વવાંછિત પદાર્થોને આપનારી, મનોહર વિલાસ કરતી મને છોડીને તું લજ્જા કેમ પામતો નથી? અને વળી દુષ્કર વ્રતનું સેવન કરે છતે અહીં આ જ ફલ પ્રાપ્ત થવાનું છે. પરલોકમાં મળતા સુખોની પ્રાર્થનાને કરતો કોણ પોતાની કદર્થના કરે? વિષયોના સેવનમાં મારું ચિંતવેલું થશે. પછી વૃદ્ધવયમાં આપણે બંને દુર્ગતિનું નિવારણ કરનારા ઉગ્નતપ અને ચારિત્રનું પાલન કરનારા થઈશું. આ પ્રમાણે પ્રાર્થના કરાયેલા પણ સુદર્શનમુનિ મેરુપર્વત જેવી ધીરતારૂપ પ્રતિજ્ઞાને છોડતા નથી, ત્યારે કામુકલોકના શાસ્ત્રમાં વિસ્તારથી કહેલા વિવિધ આલિંગન આદિથી તેને ચલાયમાન કરવા લાગી તો પણ મુનિ જરાપણ ક્ષોભ ન પામ્યા. હવે દિવસના અંતે મુનિને ખમાવીને અને પોતાની નિંદા કરીને સર્વ ઇંદ્રિયના સંવરથી મૃતક જેવા થયેલા સુદર્શન મુનિને ઉપાડીને