________________
૧૩૦
ઉપદેશપદ : ભાગ-૨ આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને સમય થયે નગરમાં પ્રવેશીને પંડિતા નામની ધાત્રીને કહ્યું કે સુદર્શનની સાથે મારો સંગ જલદીથી થાય તેમ કર. જો મારો આ સંગ નહીં. થાય તો મારું જીવિત નથી. પંડિતા ધાત્રીએ દેવીને કહ્યું આ સારું ન વિચાર્યું. તે એકાંતે પરસ્ત્રીઓ વિષે સહોદર છે તો પછી તારા જેવી રાજરાણીઓ વિષે શું વાત કરવી? પછી અભયા કહે છે કે- હે અમ્મા! તારે આની સાથે કોઇપણ રીતે મારો સંગ કરાવી આપવો, કારણ કે કપિલાની આગળ મેં આવી પ્રતિજ્ઞા કરી છે. ધાત્રીએ ઘણું વિચાર્યું પરંતુ અહીં એક ઉપાય છે કે તે પર્વ દિવસે શૂન્યઘરમાં ચતુરંગ પૌષધ લે છે અથવા જીવનથી નિરપેક્ષ થઈ રાત્રીએ કોઈથી પણ ન જાણી શકાય તેમ સ્મશાનમાં કાઉસ્સગ્ન પ્રતિમાથી રહે છે. તેથી દ્વારપાળોને ઠગીને કામદેવની પ્રતિમાના બાને અહીં લાવી શકાય. તેથી તમે જેમ કહેશો તેમ હું કરીશ. દેવીએ પણ કહ્યું: આ જ રીતે સંયોગ થશે. પછી ધાત્રી અષ્ટમી પર્વના દિવસે શૂન્યઘરમાં પ્રતિમામાં રહેલા સુદર્શનને જોઈને નિષ્ફર હૈયાથી તેને ઊંચકવાનું શરૂ કરે છે, તે વખતે દાસીઓ દ્વારા ઉપડાવીને અભયાદેવીને અર્પણ કર્યો. પછી પોતાની સંપૂર્ણ લજ્જા છોડીને કામશાસ્ત્રમાં બતાવેલા વિવિધ પ્રકારના ઉપાયોથી ક્ષોભ કરવા લાગી. તે સુદર્શન વિશેષથી પોતાના મનને પચ્ચકખાણ સ્થાનોમાં રૂંધીને (જોડીને) શરદઋતુના ચંદ્ર જેવી, કમળ જેવી, શંખ જેવી ઉજ્જવળ કાંતિવાળી સિદ્ધશિલા ઉપર પોતાના આત્માને સ્થાપીને તે પ્રદેશમાં રહેલા સર્વકર્મોના ફ્લેશથી મુક્ત થયેલા સિદ્ધોનુ નિપુણ બુદ્ધિથી ચિંતન કરવા લાગ્યો. પછી કાષ્ઠ જેવી દુર્ધર શરીરની ચેષ્ટાને ધારણ કરતા સુદર્શનની રાત્રિ પસાર થઈ પણ તેને કોઈપણ જાતનો વિકાર ન થયો. પ્રભાત સમય થયો ત્યારે ઘણી વિલખી પડેલી દેવીએ પોતાના તીક્ષ્ણ નખોથી શરીરને ઉઝરડીને બૂમરાણ કરી કે- પતિવ્રતા એવી મેં આનો સ્વીકાર ન કર્યો એટલે ગુસ્સે થયેલો આ મારો નિગ્રહ કરવા આ પ્રમાણે આચરણ કરે છે. ખરેખર અહીં આ સ્ત્રીઓ અમૃતનું સ્થાન છે, તેમ વિષનું પણ સ્થાન છે. રાગી સ્ત્રીઓ અમૃત જેવી છે અને દ્વેષી સ્ત્રીઓ વિષ જેવી છે. હાહારવ થયે છતે રાજા પણ ત્યાં આવીને આવી અવસ્થાને પમાડાયેલી દેવીને જોઇને દુર્ધર રોષવાળો થયો. કારણ કે માનથી ઉન્નત બનેલા જીવોને પોતાની સ્ત્રીનો પરાભવ અતિદુસહ હોય છે, જેથી બીજા કોઈપણ નિમિત્તથી સ્ત્રીનો પરાભવ સહન કરતા નથી. પછી વધની આજ્ઞા અપાઇ. સર્વત્ર પણ નગરમાં ઘોષણાપૂર્વક, લાલગેથી લીંપીને, મસ્તક ઉપર છેત્તર ધરીને, ગધેડા ઉપર બેસાડીને, આગળ ઉદંડ વિરસ ડિડિમ પીટાવીને, કાજળથી મુખ પિંડને લીંપીને, લટકતી
૧. ચતુરંગ પૌષધ-૧.આહાર ૨. શરીરસત્કાર ૩. બ્રહ્મચર્ય અને ૪. અવ્યાપાર સ્વરૂપે ચાર પ્રકારે. ૨. છેત્તર = સૂપડા વગેરે ફાટેલા તૂટેલા ઘરના ઉપકરણો.