________________
૧૧૬
ઉપદેશપદ : ભાગ-૨ ___जानाति हेतुतः स्वरूपतः फलतश्च दोषं जीवहिंसादिरूपं, तत 'उत्पन्नरुचिः' समुन्मीलितश्रद्धानः पुमान् मिथ्यात्वमोहोदयविगमाद् यदि चेत्, 'ततो' दोषाद् निवर्त्तते सम्यग् मनःशुद्धिपूर्वकम् । 'इतरथा' ज्ञानश्रद्धनाभावे कुतोऽपि लाभादिकारणादप्रवृत्तावपि दोषेऽनिवृत्तश्चैवानुपरत एव 'भावेन' परमार्थेन । यथा दाहकशक्तिव्याघाताभावे कुतोऽपि वैगुण्याददहन्नपि दहनस्तत्त्वतो दाहक एव, एवं ज्ञानश्रद्धानाभावे दोषनिवृत्तावपि जीवो दोषेष्वनिवृत्त एव दृश्यः, दोषशक्तेः कस्याश्चिदनुपघातादिति ॥५१२॥
આની જ ભાવના કરતા કહે છે
પુરુષ હેતુથી, સ્વરૂપથી અને ફળથી જીવહિંસાદિ સ્વરૂપ દોષને જાણે, પછી જો મિથ્યાત્વમોહના ઉદયના નાશથી શ્રદ્ધાવાળો બને તો મનશુદ્ધિપૂર્વક દોષથી નિવૃત્ત થાય છે. નહીંતર એટલે કે જ્ઞાન અને શ્રદ્ધાના અભાવમાં કોઈપણ લાભાદિ કારણથી દોષમાં પ્રવૃત્ત ન થયો હોવા છતાં પરમાર્થથી દોષથી નિવૃત્ત નથી થયો. જેમકે દાહકશક્તિના વ્યાઘાતનો અભાવ હોય તો કોઇ પણ વૈગુણ્યથી અગ્નિ બાળતો ન હોવા છતાં તત્ત્વથી અગ્નિ બાળનારો જ કહેવાય છે. આ પ્રમાણે જ્ઞાન અને શ્રદ્ધાના અભાવમાં જીવ દોષોથી નિવૃત્ત થયો હોય તો પણ દોષશક્તિનો ઉપઘાત ન થયો હોવાથી નિવૃત્ત નથી થયો એમ જાણવું. (૫૧૨)
पुनरप्येतदेव समर्थनाहजाणंतो वयभंगे, दोसं तह चेव सद्दहंतो य । एवं गुणं अभंगे, कह धीरो अण्णहा कुणई? ॥५१३॥
जानन्नवबुध्यमानो 'व्रतभङ्गे' प्रतिपन्नव्रतविनाशे 'दोषं' नरकपातादिलक्षणं, चैवेति समुच्चये, 'श्रद्दधानश्च' श्रद्दधान एव, एवं जानानः श्रद्दधानश्च गुणं स्वर्गादिलाभरूपम् अभङ्गे व्रतस्य कथं धीरः सात्त्विकोऽन्यथा कुरुते? प्रतिपद्य व्रतं तस्य भङ्गं न कुरुत રૂતિ મા છે પરૂ I
ફરી પણ આ જ વાતનું સમર્થન કરતા કહે છે
જે ધીરપુરુષ સ્વીકારેલા વ્રતના વિનાશમાં નરકપાતાદિ સ્વરૂપ દોષને જાણે છે અને શ્રદ્ધા કરે છે તથા વ્રતના અભંગમાં સ્વર્ગાદિ લાભ રૂપ ગુણને જાણે છે, શ્રદ્ધા કરે છે તે ધીર=સાત્ત્વિક પુરુષ કેવી રીતે વ્રતભંગ કરે? અર્થાત્ તે સ્વીકારેલા વ્રતનો ભંગ કરતો નથી એમ કહેવાનો ભાવ છે. (૫૧૩)