________________
૧ ૨ ૧
ઉપદેશપદ : ભાગ- હવે ચોથા ઉદાહરણને કહે છે–
પહેલા સુદર્શનનું કથાનક પ્રાચીન દેવકુલિકાઓ અને સરોવરથી યુક્ત, નભાંગણમાં ફરકતો છે ઘણી ધ્વજાઓનો ભભકો જેમાં એવી કૌશાંબી નામની નગરી હતી. બાકીના બધા અલંકારોનો અનાદર કરીને જેટલામાં ચંદ્રમંડલ જેવી મુખવાળી કુલવધૂઓ સૌભાગ્યને જ અલંકાર માને છે અને અતિ ઉત્તમ સત્ત્વના ઉત્કર્ષથી અનાદર કરાયો છે વિષાદ જેઓ વડે એવા પુરુષો પરાક્રમને છોડીને બીજા કોઈને ભૂષણ માનતા નથી. કાવ્યોમાં બંધ હતો પરંતુ લોકોમાં બંધ ન હતો. છત્રોમાં દંડ હતો પણ રાજદંડ ન હતો, પદ્મ નાળમાં કાંટા હતા પણ દુર્જનરૂપી કાંટા ન હતા, ખરેખર ચક્રવાકોને રાત્રીએ વિરહનું દુઃખ હતું લોકમાં વિરહનું દુઃખ ન હતું, જ્યાં વૃક્ષો અને કુલીનો સંતાપને હરનારા, ઊંચા, ઘણાં ફળવાળા, સર્વથી જ નમેલા, રસવાળા, છાયાવાળા હતા. (કુલીનના પક્ષમાં કુલોના સંતાપને હરનારા, ઊંચા=ખાનદાન, બહલફલા=છોકરાં હૈયાવાળા, સર્વપ્રકારે નમ્ર, ઉમદા અને તેજસ્વી હતા) જેમ દુર્જનના અપવાદો હંમેશા સદાચારી મનુષ્યને સ્પર્શતા નથી તેમ દુષ્ટ ગ્રહના નડતરો ભાગ્યશાળી મનુષ્યોને સ્પર્શતા નથી. જેમ દીપકની પ્રભાથી પૂરાયેલ (સ્થાનમાં) ચારેબાજુથી અંધકાર પ્રવેશ પામતો નથી તેમ ધર્મગુણ રૂપી પ્રજાના પ્રકાશવાળી તે નગરીમાં શુદ્રોના સંતાપો પ્રવેશ પામતા નથી. પ્રચંડ પુરુષાર્થનો કરંડિયો, નીતિમય વ્યવહારથી સમજવલિત કરાયો છે ક્ષીર સમુદ્રના પાણી જેવો યશનો સમૂહ જેના વડે એવો જિતશત્રુ નામનો રાજા ત્યાં રહેતો હતો. તેને હૃદયવલ્લભા, દેવીની જેમ સુંદર અવયવવાળી, લાવણ્યનો સમુદ્ર એવી નામથી કમલસેના દેવી (પત્ની) હતી. તે જગતને વિડંબના કરવામાં રત એવા કામદેવના નાયકની સેના છે. તેણે ઉન્નત તારુણ્યના પ્રભાવથી શેષ સૌભાગ્યવતી સ્ત્રીઓનો પરાભવ કર્યો છે. અતૂટ મનોરથવાળા, વિરહ વિનાના, પાંચ પ્રકારના વિષયોના ઉપભોગમાં વિલાસી એવા તેઓના દિવસો પસાર થાય છે.
અને આ બાજુ તે નગરમાં મોટી પ્રતિષ્ઠાવાળો સુદર્શન નામે શ્રેષ્ઠિપુત્ર હતો. તે સમ્યગ્દર્શનાદિ ગુણરૂપી રત્નોની ઋદ્ધિથી યુક્ત શ્રાવક હતો. તે શીલરૂપી ગંગા નદીના ઉદ્ગમ માટે હિમાચલ પર્વત સમાન હતો, પ્રતિજ્ઞામાં નિશ્ચલ હતો, જૈનાગમોમાં કહેવાયેલી શ્રાવકજનને યોગ્ય કરણી કરવામાં રત હતો. તેની સાથે કમલસેના દેવીનો ઘણાં સુગંધી પદાર્થો ગ્રહણ કરવા આદિનો સર્વ વ્યવહાર થવા લાગ્યો. સુદર્શન વડે યથાઉપકારક વ્યવહારોચિત કાર્યો કરાવે છતે અને તેની અતિ ચોકખાઈથી આકર્ષિત થયેલો દાસીવર્ગ