________________
ઉપદેશપદ : ભાગ-૨
૧૧૯ શ્રેષ્ઠ શ્રેષ્ઠીનો સત્કાર કરી અને કહ્યું: સત્યને પૂછો કે અહીં (આ વિવાદમાં) સાચી હકીકત શું છે? શ્રેષ્ઠીએ સત્ય પાસેથી પરમાર્થ જાણ્યો અને તેણે (શ્રેષ્ઠિએ) પણ રાજાને યથાર્થ જણાવ્યું. પ્રતિવાદીને શરત મુજબ સર્વસ્વ અર્પણ કર્યું. સત્યની પૂજા કરી. કેવી રીતે? તેને રાજાએ મહાશ્રેષ્ઠી બનાવ્યો. એટલે સર્વ શ્રેષ્ઠિ વર્ગમાં મુખ્ય શ્રેષ્ઠિપદ આપવામાં આવ્યું. તે મહાશ્રેષ્ઠી થયે છતે તેને નગર કાર્યની સર્વ ચિંતારૂપ યોગ્યતા પ્રાપ્ત થઈ. અર્થાત્ તે નગરશેઠ થયો. પોતાની ઈચ્છા અનુસાર માવજીવ સુધી તેની આજીવિકા કરાઈ. લોકમાં એવી લાગણી થઈ કે અહો! સત્યે દુષ્કર કર્યું. જેણે ભાઇના સ્નેહની ઉપેક્ષા કરી સદ્ભૂત વ્યવહારનો આશરો લીધો, અર્થાત્ ભાઈના ધનને જવા દીધું પણ સદ્ભુત વ્યવહારને ન તોડ્યો. આવું થયે છતે સંતોષ પામેલા વણિકે પણ નિધન થયેલા તેના ભાઈનું સર્વ ધન પાછું આપી દીધું. (૫૧૬-૨૨૦)
अथ तृतीयोदाहरणमाहदक्खिणमहुरा गोट्ठी, एगो सड्ढोत्ति वच्चए कालो । तत्थन्नयाउ पइरिक्क थेरिगेहम्मि मुसणा य ॥५२१॥ णो सड्ढे थेरिपायवडणलंछणा मोरवित्तरसएण । सावगभागागहणं, गोट्ठीपरिवज्जणाभावो ॥५२२॥ थेरीए रायकहणं, गोट्ठाहवणमगमो उ सड्डस्स । एत्तिय विसेसकहणे, आहवणमचिंधगो नवरं॥५२३॥। पुच्छण चिंता गोट्ठी, कइआ अज्जेव किमिति एमेव । चोरियपसिणे खुद्धा, सव्वे ण उ सावगो नवरं ॥५२४॥ रन्नो भावपरिन्ना, विसेसपुच्छाए भूयसाहणया । निग्गहपूजा उ तहा, दोण्हवि गुणदोसभावेणं ॥५२५॥ હવે ત્રીજા ઉદાહરણને કહે છે–
શ્રાવકપુત્રનું ઉદાહરણ આ ભરતક્ષેત્રમાં કાંચી એ પ્રમાણે સર્વત્ર પ્રખ્યાત પામેલી દક્ષિણમથુરામાં એક દુષ્ટ ટોળકી ઊભી થઈ. (રચાઈ.) તે ટોળકીમાં એક સદાચારી શ્રાવક પુત્ર હતો. આ પ્રમાણે કાળ પસાર થાય છે. એકવાર દક્ષિણમથુરામાં કાલાંતરે વિજન થયું, અર્થાત્ મથુરાના લોકો બીજે ચાલ્યા ગયા. તે ટોળકીએ એક સ્થવિરાના ઘરે સર્વસ્વની ચોરી કરી. પરંતુ શ્રાવકપુત્રે લૂંટવામાં સાથ ન આપ્યો. ડોશીએ હકીકત જાણી કે દુષ્ટ ટોળકી મારા ઘરને લૂંટવા લાગી છે. પછી મારા ઘરને ન લૂટો એમ બોલતી ડોશી પગે પડવાના બાનાથી દુર્લલિત ટોળકીના દરેકના પગને સ્પર્શ કરીને હાથના