________________
૧૨૦
ઉપદેશપદ : ભાગ-૨ તળિયામાં અર્થાત્ હથેળીમાં ચોપડેલા મોરના પિત્તના રસથી દુર્લલિત ટોળકીના દરેકના પગોને સ્પર્શ કરતી હથેળીનું ચિહ્ન કર્યું. અને જ્યારે સ્થવિરાના ઘરના દ્રવ્યનો ભાગ વહેંચવામાં આવે છે ત્યારે સ્થવિરાના ઘરની ચોરીમાંથી શ્રાવકે ભાગ ન લીધો તથા તેને તે દુષ્ટ ટોળકી છોડી દેવાનો પરિણામ થયો કે આ ટોળકી સારી નથી તેથી છોડી દેવી તે જ હિતાવહ છે. સ્થવિરાએ પ્રભાતે રાજાને ફરીયાદ કરી. રાજાએ દુર્લલિત ટોળકીને બોલાવી. રાજકુળમાં ટોળકી હાજર થઈ પણ શ્રાવકપુત્ર ન આવ્યો. રાજાએ પૂછ્યું કે તમારી ટોળકી આટલી જ છે કે વધારે છે? ટોળકીએ કહ્યું: આનાથી વધારે છે એટલે કે આ ટોળકીમાં શ્રાવકપુત્ર પણ છે. શ્રાવકપુત્ર હાજર થયો. બધામાંથી શ્રાવકપુત્ર મોરના પિત્તના રસના ચિહ્ન વિનાનો હતો. રાજાએ તેને એકાંતમાં પૂછ્યું : તને આવું ચિહ્ન કેમ નથી? હું સાચી હકીકત કહું કે નહીં એવી વિમાસણા થઇ અને આ પ્રમાણે મૌન રહ્યો. ત્યારે રાજાએ પૂછ્યું: તું આ ટોળકીમાં કયારથી સામેલ થયો છે? શ્રાવકપુત્ર કહે છેઆજે જ હું સામેલ થયો છું. રાજાએ પુછ્યુંઃ તું આ ટોળકીમાં કેમ ભળ્યો? શ્રાવકપુત્ર કહે છે– હું એમ જ અનાભોગથી દાખલ થયો છું. શું તેં પણ સ્થવિરાના ઘરે રાત્રે ચોરી કરી છે? એવા સ્વરૂપનો રાજાએ પ્રશ્ન કર્યો ત્યારે દુર્લલિત ગોષ્ઠિના સર્વ સભ્યો ક્ષોભ પામ્યા. પણ ફક્ત શ્રાવક પુત્ર ક્ષોભ ન પામ્યો. કેમકે તે અપરાધ વિનાનો હતો. પછી ક્ષોભ અને અક્ષોભ એવા બે પ્રકારના પરિણામ વિશેષથી ટોળકીના ભાવને જાણ્યો. વિશેષ પૃચ્છામાં રાજાએ પૂછ્યું કે તમારામાંથી કોણ ચોર છે? કોણ ચોર નથી? પછી તેઓએ યથાસ્થિત હકીકત જણાવી. પોતપોતાના આચારને ઉચિત રાજાએ ચોરોનો નિગ્રહ કર્યો અને શ્રાવકપુત્રની પૂજા કરી. શ્રાવકપુત્રમાં ગુણનો સદ્ભાવ હતો તેથી પૂજા કરી અને ચોરોમાં દોષનો સદ્ભાવ હતો તેથી શિક્ષા કરી. (૫૨૧-૫૨૫)
अथ चतुर्थोदाहरणम् - कोसंबीए सड्ढो, सुदंसणो नाम सेट्ठिपुत्तोति । देवीसंववहारे, दंसणओ तीए अणुरागो ॥५२६॥ चेडीपेसण पीती, तुमम्मि जइ सच्चयं ततो धम्मं । कुणसु विसुद्धं एवं, एसा जं होइ सफलत्ति ॥ ५२७॥ रायनिवेयण दोसो, एसो सपराण निरयहेउत्ति । एमाइधम्मदेसण, पडिमाए आगमुवसग्गो ॥५२८॥ तत्तो पओस रन्नो, माइट्ठाण कहणाए गेण्हणया । पडिकूल कयत्थणपत्थणाहिं खुहिओ न सो धीरो ॥५२९॥ देवीए सप्पभक्खण, जीवावण देसणाए संबोही । चेतीहरकारावण, विरमणमो चेव पावाओ ॥५३०॥