________________
૧૧૪
ઉપદેશપદ : ભાગ-૨ છતે હરણ કરાઇને કુંકણાદિ પરકૂલમાં રસોઇયાના હાથમાં વેંચાયો એટલે કે કુંકણ દેશના રાજાના રસોઇયાના હાથમાં વેંચાયો. રસોઇયાએ જિનધર્મને લાવક પક્ષીઓને મારવા સંબંધી આજ્ઞા કરી. જેમકે તું આ પાંજરામાં રહેલા લાવક પક્ષીઓને મારી નાખ. અત્યંત દયાવાળા જિનધર્મે ઉચ્છવાસ એટલે છોડી મુકવું એમ સમજીને છોડી મુક્યા પછી ગુસ્સે થયેલા રસોઇયાએ જિનધર્મને ઘણો માર માર્યો. આ પ્રમાણે ફરીથી બીજી વખત મારવાની આજ્ઞા કરાયેલા જિનધર્મે ફક્ત એટલું નિવેદન કર્યું કે મારે આ પક્ષીઓનો વધ નહીં કરવો એવું પચ્ચકખાણ (નિયમ) છે. ફરીથી રસોઇયાએ જિનધર્મને કહ્યું: મૂલ્યથી ખરીદાયેલો હોવાથી તું મારો દાસ છે. મેં જે આજ્ઞા કરી છે તેને તું કર. જિનધર્મે કહ્યું: હું તારો દાસ છું એ વાત સાચી છે તેથી હું તારી ઉચિત આજ્ઞાને કરીશ, પરંતુ લાવકને મારી નાખવા રૂપ અત્યંત સાવદ્ય સ્વરૂપવાળી આજ્ઞાને નહીં કરું અને રસોઇયાએ પૂર્વની જેમ કહ્યું લાવકના વધમાં જે કંઈ પાપ લાગશે તે મને જ લાગશે તને નહીં. જિનધર્મ કહે છે કે આ તારી વાત તત્ત્વથી વિરુદ્ધ છે. કારણ કે ઘાતક વડે પ્રાણીઓ હણાયે છતે ઘાતક સિવાય બીજાને પાપ લાગતું નથી પણ ઘાતકને જ લાગે છે. અહીં અગ્નિનું ઉદાહરણ છે. અગ્નિ પોતાના સંબંધમાં આવેલી વસ્તુ સિવાય અન્ય વસ્તુને બાળતી નથી.
આ પ્રમાણે જિનધર્મે ઉત્તર આપ્યો ત્યારે રસોઇયાએ લાકડી અને મુઢિ વગેરેથી તેને માર્યો. પછી તેણે દીન પ્રલાપ કર્યો ત્યારે રાજાએ આના વૃત્તાંતને સાંભળ્યો. પછી જીવની અહિંસાના પાલનથી અને વિસ્મયથી સંતોષ પામ્યો. અહો! પોતાના પ્રાણરક્ષાની પરવા કર્યા વિના બીજાના પ્રાણ રક્ષાના પરિણામ રૂપ આનું પરોપકારપણું કેવું છે! રાજાએ તેને બોલાવ્યો. તેના પરિણામ(ભાવ)ની પરીક્ષા કરી. રાજાએ તેના ઉપર માયાથી ગુસ્સો કર્યો અને હાથીથી તેને મારવા માટે આજ્ઞા કરી. જેમકે આને હાથીવડે કચડાવી નાખો. હાથીએ તેને પૃથ્વી ઉપર આળોટાવ્યો પછી રાજાએ પૃચ્છા કરીઃ તું અભિગ્રહ મૂકે છે કે નહીં? પછી રાજાએ તેના નિશ્ચલભાવવાળા અભિગ્રહની ખાતરીથી રસોઇયાને વાર્યો જેમકે તારે આને તેની ઇચ્છા વિરુદ્ધ કોઈપણ કાર્ય ન બતાવવું અને હાથી પાસેથી તેને સમ્યગૂ રીતે છોડાવ્યો. આ ખરેખર પોતાના સ્વીકારેલા નિયમપૂર્વક રક્ષા કરવાના ભાવની યોગ્યતામાં વર્તે છે. પોતાના પ્રાણનો નાશ થાય તો પણ પરના પ્રાણ રક્ષામાં કુશળ ચિત્તવાળો છે. એ પ્રમાણે વિચારણા કરીને સત્કાર કરવા પૂર્વક વિપુલ રાજભોગોનો અધિકારી બનાવ્યો અને ખગધર તરીકે નિમણુંક કરી, તું જ મારો હંમેશનો અંગ રક્ષક થા એમ નિમણુંક કરી. (૫૦-૫૧૦)
૧. ખગ=તલવાર ફેરવવામાં (ચલાવવામાં) કુશળ.