________________
ઉપદેશપદ : ભાગ-૨
૧૦૯ જે જીવો સંપૂર્ણપણે વિવક્ષિત ગુણસ્થાનમાં સ્થિર હોય તેમને આ ઉપદેશ સફળ ન બને. (૪૯૯)
अमुमेवोपदेशमाश्रित्याहसहकारिकारणं खलु, एसो दंडोव्व चक्कभमणस्स । तम्मि तह संपयट्टे, निरत्थगो सो जह तहेसो ॥५००॥
सहकारिकारणं, खलुरेवकारार्थः, 'एष' उपदेशः स्वयोग्यतयैव गुणस्थानकारम्भकाणां प्रतिपाते च स्थैर्ययोग्यानां जीवानाम् । दृष्टान्तमाह-दण्डवत् कुलालदण्ड इव चक्रभ्रमणस्य । तथा हि-अनारब्धभ्रमणं चक्रं दण्डेन भ्राम्यते, प्रारब्धभ्रमणमपि मन्दीभूते तत्र पुनस्तेन भ्रमणतीव्रतां नीयते, एवमत्रापि भावना कार्या । तस्मिन् भ्रमणे तथा सर्वभावमन्दतापरिहारवता प्रकारेण सम्प्रवृत्ते 'निरर्थको' भ्रमणकार्यविकलः स दण्डो यथा, तथैष उपदेशः प्रारब्धस्वगुणस्थानसमुचितक्रियाणामिति ॥५००॥
આ જ ઉપદેશને આશ્રયીને કહે છે
ગાથાર્થ–ચક્રભ્રમણમાં દંડની જેમ ઉપદેશ સહકારી કારણ છે. ચક્રભ્રમણ ચાલુ હોય તો દંડ જેમ નિરર્થક છે, તેમ ઉપદેશ અંગે પણ સમજવું.
ટીકાર્થઘટની ઉત્પત્તિમાં દંડ બે રીતે ઉપયોગી બને છે. (૧) ચક્ર જ્યારે સ્થિર હોય ત્યારે સર્વપ્રથમ તીવ્ર ભ્રમણ ક્રિયા ઉત્પન્ન કરવા માટે. (૨) ચક્રમાં ભ્રમણ મંદ થઈ ગયું હોય ત્યારે પુનઃ તીવ્ર બનાવવા માટે. જ્યારે ચક્ર સ્વયં વેગથી ભ્રમી રહ્યું હોય ત્યારે દંડની કોઈ જરૂર નથી.
આ જ વિગત ઉપદેશમાં પણ ઘટે છે. (૧) કોઈ જીવો જ્યારે સ્વયોગ્યતાથી જ વિવક્ષિત ગુણસ્થાનનો આરંભ કરી રહ્યા હોય, એટલે કે ગુણસ્થાને ચઢવાની તૈયારી કરી રહ્યા હોય, ત્યારે ગુણસ્થાને ચઢવા માટે ઉપદેશ સહાયક બને છે. (૨) કોઈ જીવો જ્યારે પડવાની તૈયારીવાળા હોય, પણ સ્થિર કરવાને માટે યોગ્ય હોય, તે જીવોને સ્થિર કરીને પડતા બચાવવા માટે ઉપદેશ સહાયક બને છે.
જે જીવોએ સ્વયમેવ સ્વગુણસ્થાનને યોગ્ય ક્રિયાઓનો પ્રારંભ કરી દીધો હોય, એટલે કે સ્વગુણસ્થાનમાં અત્યંત સ્થિર છે, તે જીવોને ઉપદેશના સહાયની જરૂર નથી. (૫૦૦)
अथात्रैव परमतमाशङ्क्य परिहरन्नाहजइ एवं किं भणिया, निच्चं सुत्तत्थपोरिसीए उ । तट्ठाणंतरविसया, तत्तोति न तेण दोसोऽयं ॥ ५०१॥