________________
૧૦૮
ઉપદેશપદ : ભાગ- આજ્ઞાના સમ્યક પ્રયોગથી=જિનાજ્ઞા જે પ્રમાણે હોય તે પ્રમાણે જિનાજ્ઞાનું પાલન કરવાથી. સંક્લેશ-=કષાયની મલિનતા. (૪૯૮) येषु जीवेष्वेष उपदेशो दीयमानः सफलः स्यात्, तान् सप्रतिपक्षान् आहसफलो एसुवएसो, गुणठाणारंभगाण भव्वाणं । परिवडमाणाण तहा, पायं न उ तट्ठियाणंपि ॥४९९॥ 'सफलः' सप्रयोजन 'एष' संक्लेशपरिहाररूप उपदेशो गुणस्थानारम्भकाणां सम्यग्दृष्ट्यादिगुणस्थानकस्यात्मनि प्रवर्तकानां भव्यानां, विवक्षितगुणस्थानकं प्रति सम्पन्नाविकलयोग्यभावानां परिपततां जीवानां तथाविधक्लिष्टकर्मोदयाद् विवक्षितगुणस्थानकसौधशिखरादधःप्रारब्धपातानां, तथेति समुच्चये, 'प्रायो' बाहुल्येन। एवमुक्तं भवति ये निकाचितकर्मोदयात् प्रारब्धपातास्तेषामफल एव, ये तु सोपक्रमकर्माणस्तेषु स्यादेव फलवानुपदेश इति । व्यवच्छेद्यमाह-'न तु' न पुनस्तत्स्थितानामपि सर्वात्मना समधिष्ठितगुणस्थानकानामपीति ॥४९९॥
જે જીવોમાં અપાતો આ ઉપદેશ સફલ થાય તે જીવોને અને તેનાથી વિરુદ્ધ જીવોને કહે છે
ગાથાર્થ–આ ઉપદેશ ગુણસ્થાનનો આરંભ કરનારા અને પતન પામી રહ્યા હોય તે ભવ્યજીવોને પ્રાયઃ સફલ છે, પણ ગુણસ્થાનમાં રહેલાઓને સફળ નથી.
ટીકાર્ય–સંક્લેશનો ત્યાગ કરવા રૂપ આ ઉપદેશ બે પ્રકારના ભવ્યજીવોને સફળ છે. તે આ પ્રમાણે-(૧) જે જીવો વિવક્ષિત (ચોથું વગેરે) ગુણસ્થાનને પામવાની પૂર્ણ લાયકાતથી યુક્ત હોય તેવા જીવોને એ ગુણસ્થાનને પામવા માટે આ ઉપદેશ સફળ બને છે. (૨) જે જીવો તેવા પ્રકારના ક્લિષ્ટ કર્મોદયથી વિવક્ષિત(–ચોથું વગેરે) ગુણસ્થાન રૂપ મહેલના શિખર ઉપરથી પડવાની તૈયારીવાળા હોય તેવા જીવોને પતનથી બચવા માટે આ ઉપદેશ પ્રાયઃ સફલ છે.
પ્રશ્ન-પતનથી બચવા માટે આ ઉપદેશ પ્રાયઃ સફલ છે એમ પ્રાયઃ કેમ કહ્યું?
ઉત્તર–પતનનું કારણ જે ક્લિષ્ટ કર્મોદય તે નિકાચિત અને અનિકાચિત એમ બે પ્રકારે છે. તેમાં જે જીવો નિકાચિત ક્લિષ્ટ કર્મોદયથી પડી રહ્યા હોય તેમને આ ઉપદેશ સફળ ન બને=પતનથી બચાવી ન શકે. જે જીવો અનિકાચિત ક્લિષ્ટ કર્મોદયથી એટલે કે સોપક્રમ કર્મના ઉદયથી પતન પામવાની તૈયારીવાળા હોય તેમને આ ઉપદેશ સફળ બને=પતનથી બચાવી શકે, માટે અહીં “પ્રાયઃ' એમ કહ્યું છે.